મિત્રો હવે ધીમે ધીમે શાળાઓમા પ્રવાસની મોસમ શરુ થવાની છે. બાળકોને પ્રવાસ બહુ પ્રિય હોય છે.શાળાની બહાર નિકળી નવી દુનિયા નિહાળવાનો મોકો આવા પ્રવાસ દરમિયાન મળતો હોય છે. પ્રવાસ દરમિયાન મેળવેલ માહિતિનો શિક્ષણ કાર્ય સાથે અનુબંધ બંધાતો હોય છે.
પ્રવાસ દરમિયાન આપણે પ્રવાસને યાદગાર બનાવવા માટે વિડિયો કે ફોટોગ્રાફી કરતા હોઇએ છિએ અને પ્રવાસ બાદ શાળામા તેને પ્રદર્શિત કરતા હોઇએ છિએ.
પરંતુ આ વખતે અમારી શાળામા જે પ્રવાસનુ આયોજન થઇ રહ્યુ છે તેમા અમે થોડી નવીનતા લાવ્યા છિએ. પ્રવાસના આયોજનના જ એક ભાગ સ્વરુપે પ્રવાસમા જઇએ એ પહેલા જ બાળકોને અગાઉ જ્યા જ્યા જવાનુ છે એ તમામ સ્થળો વિશે માહિતિ મળી રહે એ માટે એક નાનકડા વિડિયોનુ નિર્માણ કરેલ છે. આ વિડિયોમા પ્રવાસની ટુંકી માહિતિ આપવામા આવી છે અને બીજી નવીનતા એ છે કે પ્રવાસ અગાઉ શાળાનો દરેક બાળક આ તમામ જગ્યાએ Google Earth ની પાંખે વિહંગાવલોકન કરશે. જાણે કે વિમાનમા બેસીને આકાશમાથી ધરતીને નિહાળતા હોય તેવો અનુભવ શાળાના વર્ગખંડમા કરશે.
આમ પ્રવાસમા જે બાળકો આવવાના છે અને જે બાળકો નથી આવવાના એ તમામ પ્રવાસ પહેલા જ પ્રવાસના દરેક સ્થળને વિમાનમા બેસીને જોવાનો અનુભવ કરશે.....અલબત ટેકનોલોજીની મદદથી !!!!!
તો ચાલો અગાઉ પ્રવાસ કરીએ અમારા થનારા આ નાનકડા પ્રવાસ વિશે......
વિમાનમા બેસીની અમારા પ્રવાસમા ભાગીદાર બનવા અહિ ક્લિક કરો
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો