તમારા મોબાઈલને બનાવો 3D holographic Projector

નમસ્કાર મિત્રો 

આજે અહી એક સરસ મજાનો પ્રોજેક્ટ લાવ્યા છીએ.જે આપ ઘર પર એક દમ સસ્તામાં અને સરળ રીતે બનાવી શકશો.પ્રોજેક્ટ બનાવવાની વાત કરીએ તે પહેલા થોડી આ ટેકનોલોજી વિષે વાત કરી લઈએ.

3D Holographic Projector એટલે આપના મોબાઈલમાં જે દ્રશ્ય આવી રહ્યું છે તેને મોબાઈલની સ્ક્રીન ની બહાર હવામાં લાવીને રજુ કરવું.આ એક અદભુત  ટેકનોલોજી છે.મનોરંજન સાથે જ્ઞાન આપવા માટે નો આ ઉત્તમ રસ્તો છે.આપના અભ્યાસ ક્રમમાં આવતા મુદ્દાઓને સરળ બનાવવા અને આબેહુબ રીતે રજુ કરવા માટે આ  ટેકનોલોજી ખુબ જ અસરકારક છે.

આવો આવું પ્રોજેક્ટર કેવી રીતે બનાવવું તે જોઈએ જેના માટે આપને નીચે મુજબની વસ્તુની જરૂર પડશે 
1-સફેદ સાદો કાગળ 
2-ફૂટ પટ્ટી 
3-પેન્સિલ 
4-કાતર 
5-ફેવિકોલ કે સેલોટેપ 
6-પારદર્શક પ્લાસ્ટિક પેપર (જે ઓવર હેડ પ્રોજેક્ટર માં transparent પ્લાસ્ટિક વપરાય છે તે )
7-મોબાઈલ 

હવે આ પ્રોજેક્ટર બનાવવાની રીત વિષે વાત કરીએ 

1-સૌ પ્રથમ નીચેની આકૃતિ માં બતાવ્યા મુજબ સફેદ સાદા કાગળ પર માપ મુજબ લાઈનો બનાવો 


2-હવે કાતર વડે આ કાગળને કાપી લો.જેથી તે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ દેખાશે 


3-હવે આ માપ લઈને આપણે તે માપના પ્લાસ્ટિક ના પેપરના ચાર સરખા ટુકડા કાપવાના છે જે નીચે મુજબ દેખાશે.અહી કાગળ નો જે ટુકડો કરેલ છે તે માત્ર પ્લાસ્ટિક ના ટુકડાનું માપ લેવા માટે જ ઉપયોગમાં લેવાનો છે બીજે ક્યાય તેનો કઈ ઉપયોગ નથી.


4-હવે આ પ્લાસ્ટીકના ચાર સરખા ટુકડાને ફેવિકોલ કે સેલોટેપ વડે નીચેની આકૃતિ મુજબ ચોટાડો 



5-હવે આપનું પ્રોજેક્ટર તૈયાર થઇ ગયું છે અને તેને કેવી રીતે ચાલુ કરવું તે પહેલા તમે તમારા મોબાઈલમાં નીચેની ઈમેજ ડાઉનલોડ કરી લો 



6-હવે તમારા મોબાઈલ માં આ ઈમેજ ને રાખી નીચેની આકૃતિ માં બતાવ્યા મુજબ મોબાઈલ અને તમે બનાવેલ પ્રોજેક્ટર ને ગોઠવો 




જોયું મિત્રો ? છેને અદભુત? હવે તમને એમ થતું હશે કે માત્ર એક ઈમેજ કરતા આવો આખો વિડીયો હોય તો કેટલી મજા પડી જાય?

ચિંતા ના કરો.તેના વિષે પણ માહિતી આપી દવ છું.અહી નમુના માટે થોડા વિડીયો ની લિંક આપું છું જે Youtube પરથી તમે જાતે ડાઉનલોડ કરી મોબાઈલમાં પ્લે કરી શકશો અને 3D Holographic Video નો આનંદ માણી શકશો અને આપના વિદ્યાર્થીઓ ને પણ લાભ આપી શકશો 

નીચેની લીંક પર ક્લિક કરી વિડીયો જુઓ 
વિડીયો-1 અહી ક્લિક કરો
વિડીયો-2 અહી ક્લિક કરો
વિડીયો-3 અહી ક્લિક કરો

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share: