ધોરણ- ૨ અને ૩ માટે ઉનાળુ વેકેશન લેશન કાર્ય

નમસ્કાર મિત્રો
મારો પુત્ર આરવ હાલ ધોરણ ૨ મા અભ્યાસ કરે છે. નવા સત્રથી તે ધોરણ ૩ મા આવશે. આ ઉનાળુ વેકેશનમા તેની ક્ષમતાને ધ્યાનમા રાખીને લેશન કાર્ય બનાવ્યુ છે જે ગુજરાતી અને ગણિત વિષયનું છે અને કુલ ૨૦ દિવસ માટેનું છે જે પીડીએફ સ્વરુપે છે. આપનું સંતાન કે આપની શાળામા ભણતા બાળકો માટે આ લેશન કાર્ય ઉપયોગી થઇ શકે.આપ તેની પ્રિંટ કાઢીને દરરોજ એક એક પેજ લખવા આપી શકો છો. આ માટે આ લેશન કાર્ય અહિ શેર કરી રહ્યો છુ. આશા રાખુ કે આ લેશન કાર્ય ઉપયોગી થશે.

લેશન કાર્ય ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

ગણિત માટેનું આવુ લેશન કાર્ય ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો  
Share:
વધુ વાંચો

ઉડાન - ઇંટરએક્ટિવ ઇ-મેગેઝિન અંક-૪


ઉડાન-એક નવી દિશા તરફ...

September 2018 Issue no.04

આ અંકમાં આપ મેળવશો...

1.વર્ગખંડ ટેકનોલોજી-અંગ્રેજી શિક્ષણ માટે ઉપયોગી ReadToMe સોફ્ટવેરની માહિતી.

2.સવિશેષ-આ વિભાગમાં ગુજરાતના જાણીતા અને ફરવા લાયક સ્થળોની વિશેષ માહિતી.

3.NCERT અભ્યાસક્રમ સાથે-આ વિભાગમાં વિજ્ઞાન ધો.6 થી 8ના પ્રકરણ 1 થી 5 ના MCQ ટેસ્ટ.

આ ઉપરાંત શાળામાં થયેલ નવતર પ્રવૃત્તિઓ તો ખરી જ...

મોબાઈલમાં જોવા માટે અહીં ક્લિક કરો

કોમ્પ્યુટરમા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Share:
વધુ વાંચો

MPS WEEKLY NEWS- AUGUST 2018

ઓગસ્ટ માસમા અમારી શાળામા બનેલ અગત્યની ઘટનાઓને સમાચાર સ્વરુપે રજુ કરવાની એક નવતર પ્રવ્રુતિ કરાવમા આવી જેમા બાળકો લિટલ ન્યુઝ એંકરની ભુમિકામા રહ્યા અને તેના દ્વારા શાળાના સમાચાર રજુ કરવામા આવ્યા. અહિ નીચે આ સમાચાર વિડિયો સ્વરુપે આપવામા આવેલ છે.Share:
વધુ વાંચો

DIGITAL WORKSHEET SCIENCE STD-7 CHAPTER-2


નમસ્કાર મિત્રો
આજે અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધો-7 ના બીજા પ્રકરણ માટે એક DIGITAL WORK-SHEET લાવ્યા છીએ. જેમા જુદા જુદા પ્રકારની કુલ 5 ઇંટરએક્ટિવ પ્રવૃતિ આપવામા આવેલ છે. આ પ્રવૃતિ આપ બાળકોને વર્ગખંડમા કે હોમવર્કમા આપી શકશો. દરેક પ્રવૃતિ ઇંટરએક્ટિવ પ્રકારની છે અને આ તમામ પ્રવૃતિમા સમગ્ર પ્રકરણને સમાવી લીધેલ છે. આ વર્કશીટ માત્ર એક જ પી.ડી.એફ. પાનાની છે જેને નીચેની લિન્ક પરથી આપ ડાઉનલોડ કરી શકશો. આ પાના પર તમામ માહિતિ આપવામા આવેલી છે. દરેક પ્રવૃતિના શિર્ષક પર ક્લિક કરવાથી જે તે પ્રવૃતિ ખુલશે. જેમા જોડકા જોડો, ખાલી જગ્યા પુરો, ક્રમમા ગોઠવો, ખોટો શબ્દ શોધો, બહુ વિકલ્પ સવાલ જવાબ, ઇંટરએક્ટિવ વિડિયો, વર્ગીકરણ વગેરે જેવા જુદા જુદા વિભાગો આપવામા આવ્યા છે. બાળક પોતાની જાતે પોતાનું મુલ્યાંકન કરી શકે એ મુજબ આ વર્કશીટ બનાવવામાં આવેલ છે.

ડિઝિટલ વર્કશીટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

Share:
વધુ વાંચો

DIGITAL WORKSHEET SCIENCE STD-7 CHAPTER-1


નમસ્કાર મિત્રો
આજે અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધો-7 ના પ્રથમ પ્રકરણ માટે એક DIGITAL WORK-SHEET લાવ્યા છીએ. જેમા જુદા જુદા પ્રકારની કુલ 5 ઇંટરએક્ટિવ પ્રવૃતિ આપવામા આવેલ છે. આ પ્રવૃતિ આપ બાળકોને વર્ગખંડમા કે હોમવર્કમા આપી શકશો. દરેક પ્રવૃતિ ઇંટરએક્ટિવ પ્રકારની છે અને આ તમામ પ્રવૃતિમા સમગ્ર પ્રકરણને સમાવી લીધેલ છે. આ વર્કશીટ માત્ર એક જ પી.ડી.એફ. પાનાની છે જેને નીચેની લિન્ક પરથી આપ ડાઉનલોડ કરી શકશો. આ પાના પર તમામ માહિતિ આપવામા આવેલી છે. દરેક પ્રવૃતિના શિર્ષક પર ક્લિક કરવાથી જે તે પ્રવૃતિ ખુલશે. જેમા જોડકા જોડો, ખાલી જગ્યા પુરો, ક્રમમા ગોઠવો, ખોટો શબ્દ શોધો, બહુ વિકલ્પ સવાલ જવાબ, ઇંટરએક્ટિવ વિડિયો, વર્ગીકરણ વગેરે જેવા જુદા જુદા વિભાગો આપવામા આવ્યા છે. બાળક પોતાની જાતે પોતાનું મુલ્યાંકન કરી શકે એ મુજબ આ વર્કશીટ બનાવવામાં આવેલ છે.

ડિઝિટલ વર્કશીટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

Share:
વધુ વાંચો

વિજ્ઞાન અને ટેકનોલોજી મા ધોરણ ૬ થી ૮ ના બીજા પ્રકરણની યુનીટ ટેસ્ટમિત્રો અહિ આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મા ધોરણ ૬ થી ૮ ના  બીજા પ્રકરણ માટેની પી.ડી.એફ. મા યુનીટ ટેસ્ટ લાવ્યા છીએ જે ટેસ્ટ લર્નિંગ આઉટકમ્સ આધારિત છે અને બાળકો દરેક સવાલના જવાબ તેમા જ આપી શકે એ માટે પ્રશ્નપત્રમાં જ જગ્યા આપેલી છે. દરેક પ્રશ્નપત્ર બે પાનામા છે જેથી તમે એક જ પાનામા આગળ પાછળ પ્રિંટ કાઢી બાળકોની ટેસ્ટ લઇ શકશો. નીચે આપેલ લિન્ક પરથી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો.

ધોરણ-૬ પ્રશ્નપત્ર ડાઉનલોડ અહિ ક્લિક કરો

ધોરણ-૭ પ્રશ્નપત્ર ડાઉનલોડ અહિ ક્લિક કરો

ધોરણ-૮ પ્રશ્નપત્ર ડાઉનલોડ અહિ ક્લિક કરો
Share:
વધુ વાંચો

ઉડાન ઇંટરએક્ટિવ ઇ-મેગેઝિનનો બીજો અંક- જુલાઇ-૨૦૧૮


મિત્રો ઘણા લાંબા સમયના ઇંતઝાર બાદ આખરે આજે અમે આપની સમક્ષ અમારી શાળાનું ઇ-મેગેઝિન જેનો  બીજો અંક રજુ કરી રહ્યા છિએ. આ મેગેઝિન કદાચ ગુજરાતનું પ્રથમ ઇંટરએક્ટિવ પ્રકારનુ મેગેઝિન છે. આ મેગેઝિનમા ઓછા પાનામા વધુને વધુ માહિતિ આપવાનો પ્રયાસ કરવામા આવેલ છે. મેગેઝિનમા આપ જુદા જુદા સિમ્બોલ પર ક્લિક કરશો એટલે જુદી જુદી માહિતિ ખુલશે.


આ મેગેઝિનની વિશેષતાઓ નીચે મુજબ છે. 
૧- આ મેગેઝિન ઇંટરએક્ટિવ પ્રકારનુ છે. 
૨- મેગેઝિનમા પુષ્કળ ચિત્રો સાથે મહિતિ આપવામા આવી છે. 
૩- ગુજરાતનુ પ્રથમ બોલતુ મેગેઝિન છે. 
૪- મેગેઝિનમા ઓડિયો ફાઇલ પણ છે. 
૫- મેગેઝિનમા વિડિયો ફાઇલ સમાયેલી છે. 
૬- મેગેઝિન ફ્લિપ બુક સ્વરુપે આપવામા આવેલ છે. 

આ મેગેઝિન આપ મોબાઇલ અને પીસી બન્નેમા જોઇ શકશો. 

મોબાઇલમા જોવા માટે અહિ ક્લિક કરો 

કોમ્પ્યુટરમા આ મેગેઝિન ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

જો કોમ્પ્યુટરમા  આ મેગેઝિન ઓપન ના થાય તો ઓપન કરવા માટે આપના કોમ્પ્યુટરમા  Flip Reader સોફ્ટવેર  ઇંસ્ટોલ કરશો અને ત્યાર બાદ આ મેગેઝિન ઓપન કરશો 

ઉડાન ઇ-મેગેઝિનનો  પ્રથમ  અંક  અહિ ક્લિક કરો
Share:
વધુ વાંચો

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ ૬ થી ૮ પ્રથમ પ્રકરણ માટેની યુનીટ ટેસ્ટ


મિત્રો અહિ આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મા ધોરણ ૬ થી ૮ ના પ્રથમ પ્રકરણ માટેની પી.ડી.એફ. મા યુનીટ ટેસ્ટ લાવ્યા છીએ જે ટેસ્ટ લર્નિંગ આઉટકમ્સ આધારિત છે અને બાળકો દરેક સવાલના જવાબ તેમા જ આપી શકે એ માટે પ્રશ્નપત્રમાં જ જગ્યા આપેલી છે. દરેક પ્રશ્નપત્ર બે પાનામા છે જેથી તમે એક જ પાનામા આગળ પાછળ પ્રિંટ કાઢી બાળકોની ટેસ્ટ લઇ શકશો. નીચે આપેલ લિન્ક પરથી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો.

ધોરણ-૬ પ્રશ્નપત્ર ડાઉનલોડ અહિ ક્લિક કરો

ધોરણ-૭ પ્રશ્નપત્ર ડાઉનલોડ અહિ ક્લિક કરો

ધોરણ-૮ પ્રશ્નપત્ર ડાઉનલોડ અહિ ક્લિક કરો
Share:
વધુ વાંચો

DIGITAL WORK-SHEET FOR SCIENCE STD-8 CHAPTER-1


નમસ્કાર મિત્રો
આજે અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધો-૮ ના પ્રથમ પ્રકરણ માટે એક DIGITAL WORK-SHEET લાવ્યા છીએ. જેમા જુદા જુદા પ્રકારની કુલ ૧૧ ઇંતરએક્ટિવ પ્રવૃતિ આપવામા આવેલ છે. આ પ્રવૃતિ આપ બાળકોને વર્ગખંડમા કે હોમવર્કમા આપી શકશો. દરેક પ્રવૃતિ ઇંટરએક્ટિવ પ્રકારની છે અને આ તમામ પ્રવૃતિમા સમગ્ર પ્રકરણને સમાવી લીધેલ છે. આ વર્કશીટ માત્ર એક જ પી.ડી.એફ. પાનાની છે જેને નીચેની લિન્ક પરથી આપ ડાઉનલોડ કરી શકશો. આ પાના પર તમામ માહિતિ આપવામા આવેલી છે. દરેક પ્રવૃતિના શિર્ષક પર ક્લિક કરવાથી જે તે પ્રવૃતિ ખુલશે. જેમા જોડકા જોડો, ખાલી જગ્યા પુરો, ક્રમમા ગોઠવો, ખોટો શબ્દ શોધો, બહુ વિકલ્પ સવાલ જવાબ, ઇંટરએક્ટિવ વિડિયો, વર્ગીકરણ વગેરે જેવા જુદા જુદા વિભાગો આપવામા આવ્યા છે. બાળક પોતાની જાતે પોતાનું મુલ્યાંકન કરી શકે એ મુજબ આ વર્કશીટ બનાવવામાં આવેલ છે.

ડિઝિટલ વર્કશીટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો


Share:
વધુ વાંચો

Geogebra Softaware દ્વારા નળાકારનું ઘનફળ- એનિમેશન દ્વારા


મિત્રો
અમારી શાળાના ધોરણ -૮ ના બાળકો હડિયલ તુલસી, રાજપુત ભોલા અને હડિયલ મયુર પરબતભાઇ એ Geogebra Softaware દ્વારા ગણિત મા આવતા ઘનફળમા નળાકારના ઘનફળ શોધવા માટે એક સરસ એનિમેશન બનાવેલ છે જે અહિ બ્લોગમા મુકી રહ્યો છુ.
અહિ આપવામા આવેલ એનિમેશનમા તમે જોશો કે જમણી બાજુ એક નળાકાર આપેલ છે અને ડાબી બાજુ તેનું ઘનફળ શોધવા માટેના કંટ્રોલ્સ આપવામા આવ્યા છે. અહિ સ્લાઇડરનો ઉપયોગ કરી તમે નળાકારની ત્રિજ્યા અને ઉંચાઇ બદલી શકશો. તમે જે ઉંચાઇ અને ત્રિજ્યા પસંદ કરશો એ મુજબ નળાકારના ઘનફળમા ઓટોમેટિક ગણતરી દ્વારા સુધારો થયેલ જોવા મળશે. આ ઉપરાંત નીચે Start અને  Reset બટન આપવામા આવ્યા છે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતા એનિમેશન શરુ થશે અને રિસેટ બટન પર ક્લિક કરતા નળાકારની ઉંચાઇ ઝીરો થઇ જશે.આમ અહિ એનિમેશન દ્વારા નળાકારના ઘનફળ વિશે આપણે સરળતાથી માહિતિ એનિમેશન સાથે મેળવી શકીએ છીએ. 
Share:
વધુ વાંચો