મિત્રો અહિ આપના માટે ધોરણ ૭ વિજ્ઞાન મા ઉચ્ચાલન પ્રકરણ માટે એક ઇંટર એક્ટિવ પોસ્ટ મુકી રહ્યો છુ.આવા પ્રકારની પોસ્ટ આ પ્રથમ વાર મુકી રહ્યો છુ.આશા રાખુ કે આપને ખુબ જ મદદરુપ થશે. આ પોસ્ટમા નીચે મુજબની માહિતિનો સમાવેશ કરવામા આવ્યો છે જે તમામ આ જ બ્લોગમા ખુલશે જેથી તમારે અન્ય લિંક ક્લિક કરવાની જરુરીયાત રહેશે નહિ. અહિ આ આખા પ્રકરણને એકદમ ઇંટર એક્ટિવ બનાવવામા આવ્યુ છે.
અહિ આપવામા આવેલ સુચનાઓ મુજબ આગળ વધશો અને બાળકોને ખુબ જ સરળતાથી આ પ્રકરણ સમજાવવામા સહભાગી બનો.
અહિ આપવામા આવેલ તમામ ઇંટર એક્ટિવ માહિતિને ક્રમનુસાર સમજીએ.
૧-સ્લાઇડર સ્વરુપે પીડીએફમા આ પ્રકરણ જુઓ.જોવા માટે અહિ સાઇડમા આપેલ એરો પર ક્લિક કરશો એટલે પ્રકરણના પાના બદલાશે.
૨- અહિ એક સાયકલનુ ચિત્ર આપેલ છે જેના પર અલગ અલગ જગ્યાએ સિમ્બોલ આપવામા આવ્યા છે જેના પર ક્લિક કરતા તે દરેક ભાગ વિશે માહિતિ આપ જોઇ શકશો.
૩-અહિ પ્રથમ પ્રકારના ઉચ્ચાલનને સમજવા માટે કાતરના ઉદાહરણ દ્વારા અલગ અલગ જગ્યાએ સિમ્બોલ આપવામા આવેલા છે જેના પર ક્લિક કરી વધુ માહિતિ મેળવી શકશો.
૪- અહિ દ્વિતિય પ્રકારના ઉચ્ચાલનને સમજવા માટે લીંબુના રસ કાઢવાના સાધનના ઉદાહરણ દ્વારા અલગ અલગ જગ્યાએ સિમ્બોલ આપવામા આવેલા છે જેના પર ક્લિક કરી વધુ માહિતિ મેળવી શકશો.
૫- અહિ તૃતિય પ્રકારના ઉચ્ચાલનને સમજવા માટે ઉભા સાવરણાના ઉદાહરણ દ્વારા અલગ અલગ જગ્યાએ સિમ્બોલ આપવામા આવેલા છે જેના પર ક્લિક કરી વધુ માહિતિ મેળવી શકશો.
૬- ઉચ્ચાલનના જુદા જુદા પ્રકાર સમજવા માટે એક સરસ પ્રવૃતિ આપવામા આવેલ છે જેમા ક્લિક કરી આપ વધુ માહિતિ મેળવી શકશો.
૭- સૌથી અગત્યનો વિભાગ આ છે.અત્યાર સુધી આપે કોઇ કંટેંટ વિડિયો સ્વરુપે જોયુ હશે.અહિ પણ એક વિડિયો આપવામા આવ્યો છે પણ એ વિડિયો સાવ અલગ પ્રકારનો છે કેમ કે એ વિડિયો પણ ઇંટર એક્ટિવ છે. જ્યારે વિડિયો ચાલુ હશે ત્યારે વચ્ચે વચ્ચે વિડિયો થંભી જશે અને સ્ક્રીન પર એક સિમ્બોલ આવશે.તેના પર ક્લિક કરશો એટલે જેટલો વિડિયો જોવાય ગયો હશે તેને ધ્યાનમા રાખી ટેસ્ટ ખુલશે અને એ ટેસ્ટ પુર્ણ કરશો એટલે ફરી વિડિયો શરુ થશે અને ફરી આવી ટેસ્ટ આવશે. આમ આ વિડિયોને મુલ્યાંકન માટે સારી રીતે ઉપયોગમા લઈ શકાય એ માટે તેને ઇંટર એક્ટિવ બનાવવામા આવ્યો છે.
નોંધ- મિત્રો આ પોસ્ટને સરસ રીતે માણવા માટે કોમ્પ્યુટર કે લેપટોપમા ઓપન કરશો તો વધુ મજા આવશે. જો કે મોબાઇલમા પણ આ પોસ્ટ ઓપન થશે જ.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો