એક અનોખી રંગપૂરણી
બાળકોને ચિત્રો દોરવા અને તેમા રંગો પુરવા
એ ખુબ જ ગમતો વિષય છે. સામાન્ય રીતે આ પ્રવૃતિ દરેક શાળાઓમા થતી જ હોય છે. જો કે અમારી
શાળામા આ પ્રવૃતિ ધોરણ ૬મા કઇક અલગ રીતે કરાવી જેમા બાળકોને રંગપુરણીની સાથે સાથે નવી
ટેકનોલોજીની મદદથી તેના આ કાર્યને એક અલગ આયામ પ્રાપ્ત થયુ.
આ પ્રવૃતિમા
બાળકોને તૈયાર પ્રિંટ આપવામા આવી અને કહેવામા આવ્યુ કે આ પ્રિંટમા જે ચિત્ર છે તેમા
તમને ગમતા રંગો પુરો.બસ રંગ પુરવાની વાત આવે એટલે બાળકોને બીજુ શુ જોઇએ? બધાએ ખુબ
જ સુંદર રીતે ચિત્રોમા રંગપુરણી કરી.આ કાર્ય બાદ નો બીજો તબક્કો તેમના માટે આશ્ચર્યના
હળવા ઝટકા સમાન હતો.
બાળકોએ જે ચિત્રમા પોતાને મન પસંદ રંગો પુર્યા હતા તે તમામ ચિત્રો તેમની નજર સામે જિવંત થયા.આ બધુ ટેકનોલોજીની કમાલથી શક્ય બન્યુ.
*બાળકોને આપવામા આવેલ પ્રિંટ કે
જેમા તેમણે મન પસંદ રંગપુરણી કરી.
*આ ચિત્રોને જિવંત થતા જોઇને આનંદિત
થતા બાળકો........
હડિયલ વર્ષા હેમતભાઇ
જોગલ વર્ષા
અરજણભાઇ
જગતિયા ભુમિ સુરેશભાઇ
હડિયલ હેતલ હરજીભાઇ
ગોજિયા પુજા મસરીભાઇ
હડિયલ ભાવિષા વલ્લભભાઇ
જોગલ
વનિતા ખીમાભાઇ
ગોજિયા ધર્મેશ રણમલભાઇ
ગોજિયા શત્રુઘ્ન જેશાભાઇ
જગતિયા ધવલ ભરતભાઇ
મિત્રો આ તમામ બાબત આપ પણ આપની શાળામા કરી શકો છો.
સમગ્ર પ્રક્રિયાનુ પુરતુ માર્ગદર્શન મળી રહે તે માટે અહિ નીચે એક લિંક આપવામા આવેલ
છે તેના પર ક્લિક કરી આપ વિશેષ માહિતિ મેળવી શકો છો.
પ્રસ્તુત કર્તા – ચંદન રાઠોડ
મ.શિ. શ્રી મોવાણ પ્રા.શાળા તા- ખંભાળિયા
જિ.દેવભુમિ દ્વારકા
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો