મિત્રો આજે અહિ આપના માટે એક ઇંટર એક્ટિવ ગેમ લાવ્યા છીએ જેમા આપ આપના વર્ગખંડમા બાળકોના તત્વ અને તેમના પરમાણુ ક્રમાંક અંગેના જ્ઞાનની ચકાસણી કરી શકશો.આ ટેસ્ટ ગેમ પ્રકારની હોવાથી બાળકોને પણ મજા આવશે. આ ગેમ કેવી રીતે રમવાની છે તેની માહિતિ અહિ આપવામા આવી છે.
અહિ નીચે આપેલ વિગતમા ડાબી તરફ અલગ અલગ તત્વોના નામ આપેલા છે જેની નીચે ખાલી જગ્યા પણ આપવામા આવી છે.આ ઉપરાંત જમણી તરફ અલગ અલગ પરમાણુ ક્રમાંક આપવામા આવેલ છે આ ક્રમના બોક્ષને તમારે માત્ર ડ્રેગ અને ડ્રોપ કરવાનો છે.મતલબ કે જે તે ક્રમાંકના બોક્ષને ખેંચીને ડાબી તરફ આપેલા તેના યોગ્ય તત્વના ખાનામા લઈ જવાનો છે.બધા જ ખાના ભરાઇ જાય પછી નીચે ચેક પર ક્લિક કરશો એટલે કેટલા તત્વોના ક્રમાંક મુજબ તત્વો યોગ્ય ક્રમમા સાચા કે ખોટા પડ્યા તેની માહિતી આવી જશે. લીલા કલરમા આવેલ ક્રમ સાચો અને લાલ કલરમા આવેલ ક્રમ ખોટો હશે.
આમ આપણે સરળતાથી તત્વોના ક્રમાંક માટેનુ મુલ્યાંકન કરી શકીએ.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો