તમારા મોબાઇલની સ્ક્રીનને લેપટોપ કે પીસી પર કેવી રીતે પ્રોજેક્ટ કરવી?

નમસ્કાર
મિત્રો જાદુની પોસ્ટ મુકી તેનો જે વિડિયો હતો તેના સંદર્ભમા ઘણા મિત્રોએ સવાલ કર્યા હતા કે આ વિડિયોમા મોબાઇલને લેપટોપમા કેવી રીતે દર્શાવવામા આવ્યો છે? તે કેવી રીતે થયુ? 
મિત્રો ઘણી વાર આપણે આપણા મોબાઇલમા રહેલ માહિતિને મોટા સમુહ વચ્ચે દર્શાવવાની જરુર પડતી હોય છે ત્યારે આપણને એ સવાલ થાય કે જો મોબાઇલની સ્ક્રીનને લેપટોપ કે પીસીની સ્ક્રીન પર પ્રોજેક્ટ કરી શકાય તો  આપણુ આ કામ વધુ સરળ અને અસરકારક બની શકે. 
મિત્રો મોબાઇલની સ્ક્રીનને લેપટોપ પર પ્રોજેક્ટ કરવા માટે આમ તો ઘણી રીતો છે પણ તેમાની સૌથી સરળ રીત વિશે આજે હુ અહી માહિતિ આપી રહ્યો છુ.આ કામ પણ ખુબ જ સરળ જ છે.બસ થોડીક ટેકનિકલ માહિતિ મેળવવાની જરુર છે જે હુ અહી આપી રહ્યો છુ.મિત્રો અહી એક વિડિયોમા આ તમામ બાબત ખુબ જ સરળ રીતે દર્શાવવામા આવી છે. આ વિડિયોમા આપવામા આવેલ માહિતિ મુજબ જો આપ આપના પીસી કે લેપટોપ તેમજ મોબાઇલમા સેટીંગ કરી લેશો એટલે તમે પણ જ્યારે જરુર પડે ત્યારે તમારા મોબાઇલની સ્ક્રીનને લેપટોપ કે પીસી પર દર્શાવી શકશો.મિત્રો આ સેટીંગ કરતા પહેલા વિડિયોમા નીચે આપેલ Discriptions જરુર વાંચી લેજો જેથી કોઇ પ્રશ્ન ઉપસ્થિત ના થાય.
મિત્રો તો થઇ જાઓ તૈયાર તમારા મોબાઇલને લેપટોપ પર પ્રોજેક્ટ કરવા માટે.

આ બાબતનો વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો  
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો