આ વખતનો પ્રવેશોત્સવ નવિન રિતે ઉજવિએ

નમસ્કાર
          ધીમે ધીમે પ્રવેશોત્સવનો માહોલ જામતો જાય છે.દરેક શાળામા પ્રવેશોત્સવની તૈયારી થવા લાગી છે. પહેલા ધોરણમા નવા ભુલકાઓને આનંદ ઉલ્લાસ સાથે પ્રવેશ આપવામા આવશે. બીજા થોડા અન્ય કાર્યક્રમો સાથે આ શાળા પ્રવેશોત્સવ દર વર્ષની જેમ પુર્ણ થશે.  

           મિત્રો , શુ આપણે એવુ કંઈક નવિન કરી શકિએ કે આ પ્રવેશોત્સવ હંમેશ માટે સૌને યાદ રહી જાય. મિત્રો માત્ર પહેલા ધોરણમાં જ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી આ ઉત્સવ પૂર્ણ કરીએ તેના કરતા દરેક ધોરણના દરેક બાળક માટે આપણે આપણી શાળામાં કંઈક નવા વિચારો અને નવી ટેકનોલોજીને પણ આ પ્રવેશોત્સવમાં આપણે આપણી શાળામાં પ્રવેશ આપીએ તો ?
           મિત્રો, આજનો સમય આધુનિક ટેકનોલોજી નો છે ત્યારે આપણી શાળાનો બાળક પછાત ના રહી જાય તે જોવાની જવાબદારી આપણી છે. આજે દરેક શિક્ષક મિત્રો આ બાબતમાં ખુબજ નિપુણતા ધરાવે છે. ટેકનોલોજી સાથે શિક્ષણ આપવા માટે કોઈ મોટી કોમ્પ્યુટર લેબ ની શાળામાં જરૂરિયાત નથી. આજે દરેક શિક્ષક મિત્રો પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન ધરાવે છે અને તેનો ઉપયોગ પણ ખુબજ સારી અને સાચી રીતે કરવાની ક્ષમતા પણ ધરાવે છે. શું આપણે આપણા આ સ્માર્ટફોન દ્વારા આપણા વર્ગખંડમાં શિક્ષણકાર્યને સરળ ના બનાવી શકીએ ? આજે ઈન્ટરનેટ અને યુટ્યુબ જેવા માધ્યમોએ આપણા આ કાર્યને ખુબજ સરળ બનાવી દીધું છે. બસ આ બધાનો યોગ્ય ઉપયોગ કરવાની નૈતિકતા જ દાખવવાની જરૂરિયાત છે. અને મિત્રો જો આપણો ફોન આપણે આવા કાર્યોમાં ના વાપરીએ તો એ સ્માર્ટફોન પણ ક્યાંથી કહેવાય ?
             મિત્રો, ખુલતા વેકેશનમાં આપણે આપણા દરેક વર્ગખંડમાં નવી ટેકનોલોજીને પણ પ્રવેશ આપવાનો નિર્ધાર કરીએ. ટેકનોલોજી ના સથવારે આપણે આપણા વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ લેતા કરીએ એક નવી દિશા આપીએ. આ માટે આપણે નવું કઈ જ કરવાનું નથી બસ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આપ અમારી સાથે જોડાઈ જાઓ. આપનું બધુજ વર્ગકાર્ય ખુબજ સરળ થઇ જશે તે વાતની ખાત્રી હું આપને આપું છું.
             આપના વર્ગખંડના વિજ્ઞાન વિષયને એકદમ નવીન રીતે અને ટેકનોલોજીના સથવારે ભણાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
  (1) યુ ટ્યુબ સબસ્ક્રાઈબ કરવા અહી ક્લિક કરો.
  (2) ફેશબુક પેજ લાઇક કરવા અહી ક્લિક કરો.
  (3) એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 
મિત્રો, સમય સાથે ચાલવા માટે આવી નવી ટેકનોલોજી માટે આપણે આપણા વર્ગખંડના દરવાજા ખોલીશું અને વર્ગખંડમાં પ્રવેશ આપીશું ત્યારે જ સાચા અર્થમાં એક નવીન "પ્રવેશોત્સવ" ઉજવ્યો ગણાશે.
    ચંદન રાઠોડ 
Share: