ખુલતા વેકેશન પહેલા

 નમસ્કાર
                વેકેશન તેના અંત તરફ જઈ રહ્યું છે ત્યારે ફરી આ બ્લોગમાં આપનું સ્વાગત છે. નવા શૈક્ષણિક સત્ર માં આપ નવા જોમ અને જુશ્સા સાથે વર્ગખંડ માં નવું નજરાણું પીરસસો તેવી અપેક્ષા સહ.....
                      મિત્રો , સંપુર્ણ વેકેશન દરમિયાન આપ સૌ મિત્રો ખુબજ મનોરંજન માણી "Refresh" થઇ ગયા હશો. ખુલતા વેકેશનમાં આપણો વર્ગખંડ પહેલાની માફક માત્ર યંત્રવત ના બની રહે તેની ખાસ કાળજી રાખજો.આપના  વર્ગખંડમાં નવા વિચારો અને નવી ટેકનોલોજીનો ભરપુર સદુપયોગ થાય તે ઇચ્છનીય છે. વિદ્યાર્થીઓં સમક્ષ જૂની ઘરેડમય પદ્ધતિ કરતા કંઈક અલગ અને આધુનિક રજૂઆત થાય તે માટે મેં  આ બ્લોગમાં એક નાનકડો પ્રયોગ આપણી સમક્ષ રજુ કર્યો છે.
                    મિત્રો ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં વિદ્યાર્થીઓ રસ લેતા થાય અને વિજ્ઞાન જેવા વિષય ને આત્મસાત કરે તે માટે ધોરણ મુજબ આવતા પ્રકરણો મુજબ દરેક પ્રવૃત્તિ ના જાતે પ્રયોગો કરીને તેના વિડીઓ સ્વરૂપે આપની સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ વિડીઓની મદદ થી આપ આપના શિક્ષણ કાર્યને સરળ બનાવી શકશો . આપની શાળામાં વિજ્ઞાન ની લેબોરેટરી હોય કે ના હોય તો પણ આ વિડીયો આપને જરૂર ઉપયોગી થશે .દરેક પ્રકરણ ને સરળ ભાષામાં સમજુતી સાથે અને તેને લગતા વિડીયો સાથે બ્લોગમાં પોસ્ટ મુકવામાં આવશે .આપ જયારે આ મુજબ પ્રકરણ વિદ્યાર્થીઓને સમજાવશો ત્યાર બાદ પ્રકરણને અંતે વિદ્યાર્થીનું વ્યવસ્થિત મૂલ્યાંકન થઇ શકે તે માટે પોસ્ટને અંતે પ્રકરણ મુજબ Unit Test માટેની PDF ફાઈલ પણ મુકેલ છે.આપ આ ફાઈલ ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકશો.
                    મિત્રો, આ બ્લોગ દ્વારા વિજ્ઞાન માટે હમેશા આપને અવનવું આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.આ વેકેશન માં આપણા વિદ્યાર્થીઓ માટે આવા વિજ્ઞાન ના વિડીયો બનાવવામાં આવ્યા છે. જે આપ વર્ગખંડ દરમિયાન ભરપુર ઉપયોગ કરશો તેવી આશા........
                   ખુલતા વેકેશનમાં પ્રકરણ અને ધોરણ મુજબ તેમજ શૈક્ષણિક આયોજન મુજબ આવા વિડીયો આ બ્લોગ પર રજુ કરવામાં આવશે તો જોતા રહો આ બ્લોગ.............
                  ખુલતા સમય માં આપણે આપણા વર્ગખંડમાં આવી ટેકનોલોજીને પણ પ્રવેશ આપીએ અને ખરા અર્થમાં "શાળા પ્રવેશોત્સવ" ઉજવીએ તે જ અભ્યર્થના સહ.......
      ચંદન રાઠોડ   
Share: