ભારતના standard સમય વિશે

નમસ્કાર મિત્રો 
આજ રોજ અહી ભારતના standard સમય વિશે થોડી માહિતી મેળવીએ.19 મી સદીમાં થયેલા ગ્રીનવિચ મીન ટાઈમના ધોરણ ને ભારતે વર્ષોથી અપનાવેલ છે.આ ધોરણ મુજબ પૃથ્વીના ગોળાને 24 ટાઈમ ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે.કારણ કે દિવસના કલાકો 24 છે.પૃથ્વીનો ગોળો 360 અંશ નો છે.દર 15 અંશ રેખાંશે એક ટાઈમ ઝોન રચાય છે.ગ્રિનવીચ થી પૂર્વમાં ભારતનો ટાઈમ ઝોન પાંચમો છે,જેનો અર્થ એ છે કે ભારતમાં સૂર્યોદય અને સુર્યાસ્ત પાંચેક કલાક વહેલા થાય છે.જો કે ભારત નું ક્ષેત્રફળ એટલું મોટું છે કે પાંચમા ટાઈમ ઝોનમાં આખો દેશ સમાતો નથી.પૂર્વના રાજ્યો છઠ્ઠા ઝોનમાં આવી જાય છે.આથી ભારતે પાંચ અને છ ની સરેરાશ કાઢીને ઘડિયાળને ગ્રિનવીચ કરતા સાડા પાંચ કલાક વહેલી ગોઠવેલ છે.ઉતર પ્રદેશના મિરઝાપુર ના સમયને તેણે આખા દેશ માટે અપનાવ્યો છે.
Image result for indian standard meridian

ખરેખર અહી જ તકલીફ ઉભી થઇ છે.આખું ભારત એક જ ટાઈમ ઝોન માં હોવા છતાં આસામનો પૂર્વ ભાગ 97 અંશ રેખાન્શે છે,જયારે ગુજરાતનો પચ્છિમ ભાગ 67 અંશ રેખાંશે છે,આ બંને વચ્ચે 30 અંશ નો ફરક છે.જો 15 રેખાંશે એક ટાઈમ ઝોન બનતો હોય તો એ રીતે ભારત માટે એક નહિ પણ બે ટાઈમ ઝોન હોવા જોઈએ.

મિત્રો આ એક ટાઈમ ઝોન ને લીધે વર્ષે ભારતને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.ઉપરાંત ઉર્જાની કટોકટી નિવારવા માટે પણ વહેલા મોડા ભારતે બે ટાઈમ ઝોન અપનાવવા જોઈએ.ટાઈમ ઝોન કેવી રીતે અસર કરે તે પહેલા જોઈએ,ભારતના કરોડો લોકો સૂર્યોદય કે સુર્યાસ્ત મુજબ પોતાની દૈનિક પ્રવૃત્તિ ગોઠવતા નથી.તેઓ ઘડિયાળના કાંટા મુજબ આ બધું ગોઠવે છે.પચ્છિમ ભારતની તુલનાએ પૂર્વમાં સુર્યાસ્ત એક-દોઢ કલાક વહેલો થઇ જાય છે.સૂર્ય પ્રકાશ મુજબ જુઓ તો આસામના રહેવાસીઓ ગુજરાતના રહેવાસીઓ કરતા બે કલાક પાછળ જીવે છે.બે કલાક મોડા ઉઠે છે અને બે કલાક મોડા સુવે છે.પરિણામે કુદરતી પ્રકાશના ઉજાસનો તેઓ પુરેપુરો લાભ મેળવતા નથી.જાગતા હોય ત્યારે તેઓ કલાકો સુધી વીજળી વાપર્યા કરે છે જેને લીધે પૂર્વમાં વીજળીની બહુ ખેંચ રહે છે.

હવે ધારો કે પૂર્વ માટે બીજો એક ટાઈમ ઝોન નક્કી કરવામાં આવે તો શું ફરક પડે તેની વાત કરીએ.પૂર્વ માટે દરેકે પોતાની ઘડિયાળના કાંટાને માત્ર થોડો ફેરવવા સિવાય બીજું કઈ કરવાની જરૂર નથી.આમ કરીને પણ કરોડો રૂપિયાની વીજ બચત કરાવી શકાય તેમ છે.આની પાછળ નું લોજીક એકદમ સરળ જ છે કે સરેરાશ માણસ પોતાની દિનચર્યા સરેરાશ દિવસના પ્રકાશ મુજબ કરે છે.આદત મુજબ દરેક માણસ પોતાનું કામ અંધકાર કે ઉજાસ ને સામે રાખી નહિ પણ ઘડિયાળના કાંટા ને સામે રાખી કરે છે.જેને લીધે સૂર્યોદય પછી ક્યારેક ઘણા કલાક સુધી પોતે પથારીમાં સુતા રહે છે અને સુર્યાસ્ત પછી ઘણા કલાકો જાગતો રહે છે.અનો મતલબ એ થાય કે સવારના કુદરતી ઉજાસનો સમય ઊંઘમાં અને રાત્રીના કુદરતી અંધકારમાં જાગવામાં કલાકો વિતાવી ઉર્જાનો વ્યય કરે છે.આવો હિસાબ સમગ્ર દેશનો કરીએ તો આ આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી જાય છે.આના ઉપાય માટે ભારતે વહેલી તકે પૂર્વ ભાગ માટે અલગ ટાઈમ ઝોન બનાવી દેવો જોઈએ જેથી તે ત્યાના સ્થાનિક કુદરતી ઉજાસ અને અંધકાર મુજબ પોતાની ઘડિયાળના કાંટાને સેટ કરી પોતાની દૈનિક ક્રિયા કરી ઉર્જા બચત કરી શકે.

આ મુજબ જોવા જઈએ તો ખરેખર "TIME IS MONEY " કહેવત સાચા અર્થમાં સુચિતાર્થ થાય!!! 




Share: