પ્રશ્ન મંચ ભાગ-7 નો જવાબ

નમસ્કાર મિત્રો 
પ્રશ્ન મંચ વિભાગમાં આપનું સ્વાગત છે.આજ રોજ પ્રશ્ન મંચ ભાગ-7 નો જવાબ અહી રજુ કરી રહ્યો છું.પ્રશ્ન મંચ ભાગ-8 હવે ખુલતા વેકેશન પછી રજુ કરવામાં આવશે કેમ કે આવતા વિકમાં પરીક્ષા શરુ થઇ રહી હોવાથી સમયનો અભાવ રહેશે.ખુલતા વેકેશન બાદ આ વિભાગ ફરી શરુ કરવામાં આવશે
પ્રશ્ન મંચ ભાગ-7 નો સવાલ સૌ પ્રથમ જોઈએ 

સાર્વજનિક રસ્તા માટે મોટે ભાગે મર્ક્યુરી લાઈટને બદલે સોડીયમ લાઈટ વધુ વાપરવામાં આવે છે તેનું કારણ શું?

ઘણા મિત્રોએ પોતપોતાના અલગ અલગ જવાબ સબમિટ કરેલ છે.સૌ પહેલા આ સવાલ નો સાચો જવાબ શું છે તે જોઈએ 


જવાબ-સફેદ પ્રકાશ મૂળભૂત રીતે સાત રંગોનો બનેલો છે જેને પ્રિઝમ વડે વિભાજન કરી અલગ અલગ રંગો માં જોઈ શકાય છે.મર્ક્યુરી લેમ્પમાં રહેલી પારાની વરાળ સફેદ પ્રકાશ ફેલાવે છે.વરસાદી મોસમ માં હવામાં રહેલા ભેજકણો કુદરતી પ્રિઝમ નું કામ કરી તે સફેદ પ્રકાશ ને સાત રંગોમાં વિભાજીત કરી દે છે.તેમજ લેમ્પની આજુબાજુ મેઘ ધનુષ રચી દે છે.આને લીધે વાહન ચાલકોને સ્વાભાવિક રીતે ખલેલ પહોંચે છે.સોડીયમ લેમ્પ નો પ્રકાશ લાલ પડતો પીળો છે અને રંગ વર્ણપટ માં તે વચ્ચોવચ આવેલ છે.હવાના ભેજકણો માં તેનું ચોક્કસ રીતે વક્રીભવન થતું નથી.તેથી મેઘ ધનુષ રચાતું નથી.બીજું કે સોડીયમ લેમ્પ ની કાર્યક્ષમતા પણ વધુ છે.તે વધુ પ્રકાશ પણ આપે છે. આથી રસ્તા પરની લાઈટ માટે સોડીયમ લેમ્પ વાપરવામાં આવે છે.


આ પ્રશ્ન મંચમાં ભાગ લેનાર મિત્રોની નામાવલી 


1-શ્રી ફાલ્ગુન-મોરબી 

2-મિશ્રા નીતેશ-કુતિયાણા,પોરબંદર 
3-શ્રી માધુરીબેન-અમદાવાદ 
4-મનન પ્રજાપતિ-નર્મદા 
5-સ્વાતિ પટેલ-કુકસ પ્રાથમિક શાળા 
6-સહેલ મેસવાણીયા-રાજકોટ 
7-મીના રાઠોડ-ખંભાલીયા 

તમામ મિત્રોને અભિનંદન કે જેવો આ વિભાગ માં જોડાઈ પોતાનો અમૂલ્ય સમય ફાળો આપેલ છે અને વિજ્ઞાન માં રસ દાખવ્યો છે.
Share: