પ્રશ્ન મંચ ભાગ-6 નો જવાબ

નમસ્કાર મિત્રો 
આજ રોજ પ્રશ્ન મંચ ભાગ-6 નો જવાબ અહી રજુ કરી રહ્યો છું જેનો જવાબ જોઈએ તે પહેલા સવાલ શું હતો તેના પર એક નજર કરી લઈએ 

પ્રશ્ન-6 તા-28/03/2016


પૃથ્વીના વિષુવવૃત નું માપ 0 અક્ષાંશ છે એ વાત તો જાણીતી છે પણ વિષુવવૃત નું માપ 0 અક્ષાંશ જ કેમ છે? 10,15 કે અન્ય બીજું કેમ નહિ?


જવાબ - પૃથ્વીના વિષુવવૃતનું માપ 0 કેમ છે તે સમજવા માટે પહેલા અક્ષાંશ વિષે માહિતી હોવી જરૂરી છે.અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુ પરથી એક કાલ્પનિક રેખા પૃથ્વીના કેન્દ્ર સાથે વિષુવવૃત ના સમતલ માં  બનાવે તેનું માપ.અહી વિષુવવૃત પરના કોઈ પણ બિંદુ નો કેન્દ્ર સાથે નો ખૂણો 0 જ રહે છે તેથી વિષુવવૃત નું માપ 0 અંશ છે.


મિત્રો સાદી ભાષા માં વાત કરવી હોય તો અક્ષાંશ શોધવા માટે ધ્રુવના તારા નો ઉપયોગ કરી શકો.ધારો કે તમે પૃથ્વીના ઉતર ધ્રુવ પર ઉભા છો અને ત્યાંથી ધ્રુવ તારા ને જુઓ છો તો આ ધ્રુવ તારો એકદમ માથા પર દેખાશે.હવે તમે જે સ્થાન પર ઉભા છો તે બિંદુ અને ધ્રુવના તારાને જોડતી રેખા બનાવો તો આ રેખા પૃથ્વી સાથે 90 નો ખૂણો બનાવશે જે બંને ધ્રુવ નું માપ છે.આ મુજબ જયારે કોઈ વ્યક્તિ વિષુવવૃતપરથી ધ્રુવના તારા ને જોશે તો ધ્રુવ તારો તેને સમક્ષિતિજ રેખામાં દેખાશે અને આ સમયે તારા અને પૃથ્વી વચ્ચે 0 નો ખૂણો બનશે.આમ પૃથ્વીના વિષુવવૃતનું માપ 0 અંશ છે.

મિત્રો આ વખતના પ્રશ્ન મંચમાં ખુબ જ ઓછા મિત્રો એ ભાગ લીધો છે અને કોઈ પણ મિત્ર સાચો જવાબ આપવામાં સફળ થયા નથી.

આ પ્રશ્ન મંચમાં ભાગ લેનાર મિત્રોની યાદી 
1-અંકુર પટેલ-વિસનગર
2-જીતેન્દ્ર વાજા-રાજુલા 
3-મનન પ્રજાપતિ-નર્મદા 
4-રોહિત ગોંડલિયા -ખાંભા 
5-રમેશ મોઢવાડિયા-પોરબંદર 
6-શનસાઈન પરમાર-ગાંધીનગર 
7-મીના રાઠોડ-ખંભાળિયા 
8-વિજય કરંગીયા-બામણાસા 
9-જતિન વિરપરીયા-મોરબી 

તમામ મિત્રોને પ્રશ્ન મંચમાં ભાગીદાર થવા માટે ખુબ ખુબ અભિનંદન 
Share: