ચાલો ગ્રહણને સમજીએ

મિત્રો તા-09/03/2016 ના રોજ સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થવાનું છે જે ભારતમાંથી દેખાશે નહિ.આ ગ્રહણ એ ખગોળીય ઘટના છે અને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને આના વિષે માહિતી આપવી જરૂરી છે જેથી આજે હું અહી સૂર્ય ગ્રહણ વિષે થોડી માહિતી રજુ કરી રહ્યો છું.આ માહિતી નો ઉપયોગ કરી તમે શાળા કક્ષાએ બાળકોને ગ્રહણ દેખાડી શકશો અને વધુ માહિતી આપી શકશો
મિત્રો સૂર્ય ગ્રહણ હમેશા અમાસ ના દિવસે થાય છે જયારે ચંદ્ર ગ્રહણ પૂનમ ના દિવસે.આમ છતાં પણ દર અમાસે અને દર પૂનમે ગ્રહણ થતું નથી તેનું કારણ એ છે કે ગ્રહણ થવા માટે સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવવા જરૂરી છે.અને આ ત્રણેય એક જ સમતલ માં હોવા પણ જરૂરી છે તો જ ગ્રહણ થાય.આવું દર અમાસે અને પૂનમે થતું નથી.

સૂર્ય ગ્રહણ-આ સમયે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જવાથી ચંદ્ર નો પડછાયો પૃથ્વી પર પડે છે તેટલા ભાગ માં સૂર્ય દેખાતો નથી એટલે સૂર્ય ગ્રહણ થયું એમ કહેવાય

ચંદ્ર ગ્રહણ-આ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જવાથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે એટલે ચંદ્રનો તેટલો ભાગ દેખાતો નથી જેને ચંદ્ર ગ્રહણ કહે છે.અહી આપણે સૂર્ય ગ્રહણ વિષે વિગતે માહિતી મેળવીએ 

સૂર્ય ગ્રહણ ના પ્રકારો 
1-અંશત: સૂર્ય ગ્રહણ 
2-કંકણ આકારનું સૂર્ય ગ્રહણ 
3-સંપૂર્ણ સૂર્ય ગ્રહણ 
4-મિશ્ર પ્રકાર 

1-અંશત: સૂર્ય ગ્રહણ 
જયારે ચંદ્ર નો થોડો ભાગ કે અમુક ભાગ સૂર્ય ને ઢાંકે છે ત્યારે આ પ્રકારનું ગ્રહણ થાય છે અને નીચે મુજબ ના ચિત્ર માં આપેલ છે તેવો સૂર્ય દેખાય છે 

આ પ્રકારના ગ્રહણ વખતે ચંદ્ર ની માત્ર પ્રછાયા જ પૃથ્વીના અમુક ભાગ પર પડે છે જે નીચે ની ઈમેજમાં જોઈ શકાય છે.

જયારે આવા પ્રકારનું ગ્રહણ થાય છે ત્યારે ચંદ્ર કેવી રીતે સૂર્યને ઢાંકે છે તે નીચેની ઈમેજમાં બતાવેલ છે 

2-કંકણ આકારનું સૂર્ય ગ્રહણ 
આ પ્રકારના સૂર્ય ગ્રહણ વખતે ચંદ્રની છાયા અને પ્રછાયા બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં આ પ્રકારનું ગ્રહણ જોવા મળે છે જેમાં ચંદ્ર સુર્યની મોટા ભાગની સપાટીને ઢાંકી દે છે અને માત્ર સુર્યની કિનારી પ્રકાશિત રહે છે જેથી કંકણ જેવી આકૃતિ બને છે.જુઓ નીચેની ઈમેજ 3-સંપૂર્ણ સૂર્ય ગ્રહણ 
જ્યારે ચંદ્ર વડે સંપૂર્ણ રીતે સૂર્ય ઢંકાઈ જાય અને પૃથ્વી પરથી તે દેખાતો બંધ થઇ જાય ત્યારે આ પ્રકારનું ગ્રહણ બને છે.જુઓ નીચેની ઈમેજ 

4-મિશ્ર પ્રકાર 
અહી આ પ્રકાર ના નામ મુજબ અહી દરેક જગ્યાએથી અલગ અલગ પ્રકારના ગ્રહણ જોવા મળે છે એટલે તેને મિશ્ર પ્રકાર કહે છે જેમ કે ભારતમાંથી કોઈ ગ્રહણ સંપૂર્ણ ગ્રહણ હોય તો બીજા દેશમાં તે ગ્રહણ સંપૂર્ણ ના પણ હોય અને બીજા જ કોઈ પ્રકારનું હોય.જુઓ નીચેની ઈમેજ અહી એક જ ગ્રહણ બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનું દેખાય છે.

મિત્રો તા-09/03/2016 ના રોજ જે સૂર્ય ગ્રહણ થવાનું છે તેની થોડી માહિતી મેળવી લઈએ.આ દિવસે સંપૂર્ણ સૂર્ય ગ્રહણ થવાનું છે જે ઇન્ડોનેશિયામાંથી વધુ સારી રીતે દેખાશે.UTC સમય મુજબ કેટલા વાગે ગ્રહણ શરુ થશે અને કેટલા વાગે પૂર્ણ થશે તેમજ પૃથ્વીના ક્યાં ભાગ માંથી જોઈ શકાશે તે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી માહિતી મેળવો 

પૃથ્વીના ગોળા પર ગ્રહણ જોવા માટે અહી ક્લિક કરો
નકશા પર ગ્રહણ જોવા માટે અહી ક્લિક કરો

દુનિયાના ક્યાં ભાગો પરથી આ ગ્રહણ ને જોઈ શકાશે તેની માહિતી નીચેની ઈમેજ માં જુઓ 
Map of the total solar eclipse of March 2016
Share: