પેપર વર્ક-ચાલો ફરી એકવાર નાના બાળક બની જઈએ

મિત્રો આજનું બાળક આધુનિક ટેકનોલોજીની વચ્ચે જીવી રહ્યું છે.તેના હાથમાં માટીના રમકડા ની જગ્યાએ લેપટોપ અને મોબાઈલ આવી ગયા છે.મેદાન પર રમતો રમવાને બદલે તે રૂમમાં ટીવી સામે બેસવાનું વધુ પસંદ કરે છે.મિત્રો યાદ કરો કે આપણે નાના હતા ત્યારે કેટલીએ રમતો રમતા.કાગળની હોડી અને વિમાન બનાવવાની એક અનોખી મજા હતી જે આજે લુપ્ત થતી જાય છે.
મિત્રો આપણે જો ફરી આપના બચપણ માં પાછું જવું હોય અને આપના વર્ગ ખંડના બાળકો સાથે ઓતપ્રોત થવું હોય તો આજે હું અહી કાગળ કામની એક સરસ માહિતી આપી રહ્યો છું જેનાથી આપ આપના બચપણ ને ફેરી માણી શકશો અને સાથે સાથે શાળાના બાળકોને જલસો પણ કરાવી શકશો.પહેલા તો નીચે આપેલ ચિત્ર જુઓ.
જોયું? આપના હાથની આંગળીઓમાં ચોક્કસ સળવળાટ થયો હશે કે મારે પણ આવું રમકડું બનાવવું છે.જરૂરથી બનાવી શકો છો.એકદમ સરળ રીત છે.બસ થોડી પ્રેકટીસ ની જરૂર પડશે.આવું રમકડું બનાવવા માટે નીચે મુજબ ના સ્ટેપ્સ અનુસરો 
1-સૌ પ્રથમ અહી ક્લિક કરી એક ઈમેજ ડાઉનલોડ કરી લો 
2-ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લો.શરૂઆતમાં પ્રેકટીસ માટે કલર પ્રિન્ટ ને બદલે A4 સાઈઝ ના સાદા કાગળમાં B /W  પ્રિન્ટ કરજો.જે નીચે મુજબ દેખાશે 3-અહી પ્રિન્ટ માં આવા બે રમકડા બનાવી શકાય તેમ છે એટલે આપણે માત્ર એક બાજુનો ભાગ જ ઉપયોગ માં લેવાનો છે.એક બાજુનો ભાગ કાપીને અલગ કરો જે નીચે મુજબ દેખાશે
4-હવે નીચેના ચિત્રને ખાસ ધ્યાન થી જુઓ જેમાં ડબલ લીટી દોરેલી છે અને અમુક જગ્યાએ તુટક લીટી દોરેલ છે તેમજ 1-2 અને 3-4 એમ અંકો પણ લખેલા છે.જુઓ નીચેનું ચિત્ર 
5-હવે જ્યાં ડબલ લીટી છે તે ભાગ ને ઉપર તરફ ધાર આવે તે રીતે ગડી વાળો અને તુટક લીટી છે ત્યાં નીચે તરફ ધાર આવે તે રીતે ગડી વાળો.આમ ગડી વાળશો એટલે નીચે મુજબ આગળ અને પાછળ ના ભાગો દેખાશે 
6-હવે જ્યાં 1-2 અંક લખેલા છે ત્યાં ગુંદર કે ફેવિકોલ લગાડો 
7-હવે 1-2 અંક પર ફેવિકોલ લગાવ્યા બાદ તે ભાગને 3-4 અંક લખેલ છે તે ભાગની નીચેની બાજુ પર લગાવી દો 
8-આમ તમામ 1-2 લખેલ ભાગને 3-4 સાથે લગાવતા (છેડા ના 1-2 લખેલ ભાગ સિવાય) તે નીચે મુજબ દેખાશે 
9-હવે છેડા પરના 1*2 લખેલા ભાગ પર ફેવિકોલ લગાડી તેને સામેના બીજા છેડા ની અંદર આવે તે રીતે લગાવી દો જેથી તે નીચે મુજબ દેખાશે 
10-બસ હવે થોડી વાર રાહ જુઓ જેથી ફેવિકોલ સુકાઈ જાય એટલે તમારું રમકડું તૈયાર.જો આ રમકડાને વધુ આકર્ષક બનાવવું હોય તો તેના દરેક ભાગ પર કલર કરી દો જેથી તે નીચે મુજબ દેખાશે 
બસ હવે આપનું રમકડું તૈયાર થઇ ગયું છે.તમે મન મુકીને તેની સાથે રમો અને વીતેલા બચપણ ને તાજું કરો.શાળામાં બાળકોને પણ રમવા આપો અને તેમને પણ આવા કાગળ કામ પ્રત્યે રૂચી જગાડો

મિત્રો આ રમકડાને ગુજરાતીમાં ધુમક્કડ અને અંગ્રેજીમાં કેલીડોસાયકલ કહે છે.આ એક વૈજ્ઞાનિક આધાર પર બનેલ રમકડું છે જેના વડે તમે માત્ર મનોરંજન જ નહિ પણ બીજું ઘણું બધું શીખવી શકો છો.જેમાં 3ડી આકારો,બીજા અન્ય ભૌમિતિક આકારો ઉપરાંત આ રમકડા પર દરેક બાજુ પર અંકો લખી બાળકોને અંક જ્ઞાન તેમજ મૂળાક્ષરો લખી તેનું જ્ઞાન પણ આપી શકો છો તેમજ રંગો વિષે પ્રાથમિક માહિતી રમતા રમતા આપી શકો છો. 
મિત્રો આવું રમકડું મેં પણ બનાવીને પૂરી પ્રેકટીસ કરેલ છે અને તેની સાથે રમવાનો અને બાળકોને રમતા કરવાનો આનંદ માણેલ છે.


Share: