પ્રશ્ન મંચ ભાગ-2 નો જવાબ

નમસ્કાર મિત્રો 
પ્રશ્ન મંચ ભાગ-2 ના સાચા જવાબ ની ચર્ચા કરીએ તે પહેલા થોડી વિગત જાણી લઈએ.પ્રશ્ન મંચ ભાગ-1 ના જવાબ માં કુલ 13 લોકોએ પોતાનો જવાબ રજુ કરેલ હતો જે ભાગ-2 માં વધીને 33 સુધી પહોંચી ગયો છે જે દર્શાવે છે કે ઘણા બધા લોકો વિજ્ઞાન ની ચર્ચા માં રસ લેતા થયા છે.હજુ વધુ ને વધુ લોકો અહી ચર્ચા માં જોડાય તે આવકાર્ય છે.
હવે ભાગ-2 ના સવાલના સાચા જવાબ ની વાત કરીએ તે પહેલા સવાલ જોઈએ જે નીચે મુજબ હતો.

પ્રશ્ન-એક ત્રાજવાના એક પલ્લામા એક ઘન મીટર સુકી હવા અને બીજા પલ્લામા એક ઘન મીટર ભેજવાળી હવા જોખવામા આવે છે.બન્ને પર દબાણ અને તાપમાન સરખુ હોવનુ ધારી લો. બેમાથી કયું પલ્લુ નમેશા માટે?

ઘણા મિત્રો આનો જવાબ આપવામાં થાપ ખાઈ ગયા છે.ઘણા મિત્રોએ એવું કહ્યું હતું કે ભેજ વાળી હવાનું પલ્લું નમે કેમ કે તેમાં પાણીના અણુઓ સમાયેલા હોય અને તેને લીધે ઘનતા વધે.ભેજ વાળી હવામાં પાણીના રેણું સમાયેલા હોય તે વાત સાચી પણ તેમનો અણુ ભારાંક હવાના ઓક્સિજન ના અણુ ભારાંક કરતા વધુ હોતો નથી.સાચો જવાબ શું છે તે જોઈએ 

સાચો જવાબ-અહી બંને પલ્લામાંથી સુકી હવાનું પલ્લું નમશે કેમ કે તેમાં H2O ના અણુઓ હોતા નથી.સુકી હવા મુખ્યત્વે નાઈટ્રોજન અને ઓક્સીજન ની બનેલી હોય છે જેમાં ઓક્સીજન નો અણુ ભાર 32 અને નાઈટ્રોજન નો અણુ ભાર 28 છે,જયારે ભેજવાળી હવામાં નાઈટ્રોજન ના સ્થાને પાણીના અણુઓ ગોઠવાયેલા હોવાથી તેમાં નાઈટ્રોજન હોતો નથી.પાણીનો અણુ ભાર 18 છે આમ તે સુકી હવા કરતા અણુ ભાર માં ઓછી છે તેથી સુકી હવાનું પલ્લું નમશે.આ વૈજ્ઞાનિક ખુલાસા સાથેનો સાચો જવાબ છે.

 આવો સુંદર અને સૌથી શ્રેષ્ટ જવાબ મોકલનાર મિત્ર છે........
શ્રી પીન્ટુ ચાંદેગરા-કેશોદ 
આ બ્લોગ વતી હું તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું 

આ સવાલ નો સાચો જવાબ આપનાર અન્ય મિત્રોની નામાવલી 
1-નિખિલ કાનાણી-મોવાણ,ખંભાલીયા 
2-માંડણભાઈ પરમાર-મોવાણ,ખંભાલીયા
3-દેહુતી જોષી-ખંભાલીયા 
4-ભરત રાઠોડ-મોવાણ,ખંભાલીયા
5-મીના રાઠોડ-મોવાણ,ખંભાલીયા
6-નરેન્દ્ર શિહોરા-આગાવાડા 
7-અશોક ચૌધરી-ધાનેરા 
8-પ્રકાશ પટેલ 
9-ચિરાગ મૈસુરીયા-વલસાડ 
10-વિશાલકુમાર પંચાલ-જુલાસણ,કડી 

આ સિવાય આ પ્રશ્ન-મંચમાં ભાગ લેનાર અન્ય મિત્રોની નામાવલી 
1-પિયુષ લીમ્બાચીયા-પાલનપુર 
2-પારસ ઠાકોર-વિસનગર 
3-જાગૃત વૈદ્ય-વેરાવળ 
4-વિશાલ દવે-ભાવનગર 
5-અલ્પેશ મેખીયા-રાજુલા 
6-જીતેન્દ્રભાઈ-હાથલા વાડી શાળા 
7-મિતેશ પરમાર-વાપી,વલસાડ 
8-નિતેશ મિશ્રા-કુતિયાણા 
9-હેતલ મારુ સાગઠીયા 
10-પ્રતિક બાપટ-માંડવી,કચ્છ 
11-સ્વપ્નિલ-કલોલ 
12-હર્ષા જાદવ-વ્યારા 
13-જતીન વિરપરીયા-મોરબી 
14-નિતા રાઠોડ 
15-રાજનભાઈ-વાડાર 
16-અર્પિતા પટેલ-ભરૂચ 
17-કૃણાલ મારવાણીયા-જુનાગઢ 
18-દયારામ ગામિત-વ્યારા 
19-સંદિપ ચૌધરી-ખેરાલુ 
20-મનન પ્રજાપતિ-નર્મદા 
21-દિપક પંચાલ-ઇડર 
22-હિતેશભાઈ 

આ તમામ મિત્રોને www.vigyan-vishwa.blogspot.in તરફથી ખુબ ખુબ અભિનંદન અને આવી જ રીતે આ વિભાગમાં સક્રિય ભાગીદાર બનતા રહો તેવી અપેક્ષા 

નોંધ-આ સિવાય અન્ય અધુરી માહિતી વાળા જવાબો રદ કરેલ છે જેનો અહી સમાવેશ કરેલ નથી.

આભાર 
ચંદન રાઠોડ 
Share: