તમારો પોતાનો બ્લોગ કેવી રીતે બનાવશો?

નમસ્કાર મિત્રો 
આજના આ ટેકનોલોજીના યુગ માં જયારે માહિતીનો વિસ્ફોટ થઇ રહ્યો છે ત્યારે તેની સાથે સતત કદમ મીલાવવા માટે આપણે પણ સતત ટેકનોલોજીના જ્ઞાન યહી વાકેફ રહેવું જરૂરી છે.આજે વિશ્વની તમામ માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ એક હાથ વગુ સાધન છે જેમાં દર રોજ અવનવી વેબ સાઈટ ઉમેરાતી જાય છે જે આપણી સમક્ષ જ્ઞાન નો ભંડાર ખડકે છે અને માત્ર માઉસના એક ક્લિક પર ગમે તે માહિતી આપણી સમક્ષ રજુ કરે છે.
આપણે ઘણી બધી વેબ સાઈટની મુલાકાત લેતા હોઈએ ત્યારે ઘણી વખત આપણને એવો વિચાર આવે કે આવી સરસ વેબ સાઈટ કોની હશે? કોણ આવી વેબ સાઈટ બનાવતું હશે? શું આપણે પણ આવી વેબ સાઈટ ના બનાવી શકીએ? ઈન્ટરનેટ પર થોડું સર્ચ કાર્ય બાદ માલુમ પડે કે આવી સરસ વેબ સાઈટ બનાવવા માટે ઘણો ખર્ચ કરવો પડે અને ઘણું બધું ટેકનોલોજીકલ જ્ઞાન પણ હોવું જોઈએ
મિત્રો અત્યારે ઘણી એવી સાઈટ છે જે આપણને આવી વેબ સાઈટ જેવી જ વેબ સાઈટ એટલે કે બ્લોગ બનાવવાની સુવિધા આપે છે અને એ પણ વળી એકદમ મફત માં અને તેના માટે કોઈ ઊંડા જ્ઞાન ની પણ જરૂરિયાત નથી.તમારા મનમાં બ્લોગ બાબતે ઘણા બધા સવાલો હશે.પણ હાલ ઘણા લોકો સરસ મજાના બ્લોગ સુંદર રીતે ચલાવે છે.
એક રીતે જોઈએ તો આ બ્લોગ એ આપના મનની વાત દરેક સુધી પહોચાડવાનું એક સરસ માધ્યમ છે.બ્લોગ દ્વારા આપ આપના વિચારો દરેક સુધી શેર કરી શકો છો.પણ આ માટે આપણે સરસ રીતે બ્લોગ નું સંચાલન કરતા આવડવું જરૂરી છે.
મિત્રો તમારા મનમાં એવા કેટલાય સવાલો હશે કે બ્લોગ કેમ બનાવવો? તેમાં મેનુ કેવી રીતે મુકવા? તેમાં પોસ્ટ કેવી રીતે મુકવી? અને બીજા તમે જોયેલા બ્લોગ માં જે તમને સારું લાગ્યું હશે તે તમે તમારા બ્લોગ માં કેમ મુકાવું તેવું વિચારતા હશો.

મિત્રો હું અહી એક સરસ મજાની PDF સ્વરૂપે એક બુક મૂકી રહ્યો છું જે મારા બ્લોગર મિત્ર શ્રી ભરતભાઈ ચૌહાણ દ્વારા બનાવવામાં આવી છે જેમાં બ્લોગ ની A ટુ Z માહિતી સરસ રીતે ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે.આપ આ બુક ડાઉનલોડ કરી તેનો ઊંડાણથી અભ્યાસ કરશો એટલે બ્લોગ ની દુનિયામાં તમે તમારું નામ જરૂર નોંધાવી શકશો અને આ બુક માં આપણે મુઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી જશે.

બ્લોગ કેમ બનાવવો અને તેના વિશેની તમામ માહિતી આપતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

આ સુંદર બુક માટે હું શ્રી ભરતભાઈ ચૌહાણનો ખુબ જ આભાર વ્યક્ત કરું છું......

Share: