વિસ્તરતું વિજ્ઞાન વિશ્વ

નમસ્કાર મિત્રો 
આજની આ સ્પેશિયલ પોસ્ટ મુકતા હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું.વિજ્ઞાન વિશ્વ આજે નવી ક્ષિતિજ પાર કરી રહ્યું છે.વિસ્તરતા આ વિજ્ઞાન વિશ્વ માટે હું આપ સૌ મિત્રોનો આભારી છું.આ બ્લોગ પર અત્યાર સુધી 80 થી વધુ જ્ઞાન વિજ્ઞાન ની માહિતી સભર પોસ્ટ મુકાઇ ચુકી છે જેનો આપ સૌ મિત્રો એ શાળા કક્ષા સુધી પ્રવેશ કરાવ્યો તે આનંદની વાત છે.આજ રોજ અહી થોડી એવી માહિતી મૂકી રહ્યો છું જેમાં વિજ્ઞાન વિશ્વની વિસ્તરતી દિશા વિશે આપ માહિતગાર થશો.અહી એવી શાળાઓની વાત છે જ્યાં શિક્ષક મિત્રોએ આ બ્લોગ પરથી માહિતી મેળવી પોતાની શાળામાં અવનવા પ્રયોગો કરી બાળકોને માહિતગાર કર્યા છે.અવ મિત્રો તરફથી મળેલા પ્રતિભાવો અહી આપણી સમક્ષ રજુ કરી રહ્યો છું.

1-શ્રી મોવાણ પ્રાથમિક શાળા તા-ખંભાલીયા જિ.દેવભૂમિ દ્વારકા 

બ્લોગ પર મુકવામાં આવેલ 3ડી હોલોગ્રાફિક પોસ્ટ દ્વારા માર્ગદર્શન લઈને પોતાની શાળામાં એક સરસ મજાનું 3ડી હોલોગ્રાફિક પ્રોજેક્ટર બનાવી બાળકોને આ ટેકનોલોજીથી માહિતગાર કરી ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું.આ ઉપરાંત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની પોસ્ટ દ્વારા શાળામાં વિજ્ઞાન ના સાધનોનું પ્રદર્શન ગોઠવી શાળાના બાળકોને દરેક સાધન વિષે માહિતગાર કરવામાં આવ્યા.






2-શ્રી વિવેક વિદ્યાલય મોવાણ તા-ખંભાલીયા 

બ્લોગ પર મુકવામાં આવેલ તારામંડળ ની પોસ્ટ પરથી માર્ગદર્શન લઈને શાળામાં સામાન્ય પૂંઠા માંથી તારામંડળ ની રચના કરવામાં આવી અને બાળકોને આકાશ દર્શન નો અનુભવ કરાવવામાં આવ્યો.આ ઉપરાંત બ્લોગની એક પોસ્ટ "માઉસની પાંખે કરો વિશ્વ પ્રવાસ"પરથી શાળામાં બાળકોને ગુગલ અર્થ દ્વારા વિશ્વ પ્રવાસ કરાવવામાં આવ્યો તેમજ ઇન્ટરનેટ વગર ગમ્મત પોસ્ટ દ્વારા બાળકોને બે ઘડી ગમ્મત પણ કરાવવામાં આવી.આ ઉપરાંત અક્ષાંશ અને રેખાંશ પોસ્ટ દ્વારા બાળકોને પૃથ્વી વિશે માહિતગાર કરવામાં આવ્યા




માહિતી મોકલનાર-શ્રી ભરતભાઈ રાઠોડ 

3-શ્રી રંગપર પ્રાથમિક શાળા તા-કાલાવડ જિ-જામનગર 

બ્લોગ પર એક સરસ મજાની પ્રવૃત્તિ માટેની પોસ્ટ મુકવામાં આવેલ હતી જેમાંથી માર્ગદર્શન મેળવી આ શાળામાં એક કાગળ માંથી સુંદર રમકડું બનાવી બાળકોને રમાડવાની અને કાગળ કામ ના કૌશલ્યની માહિતી આપવામાં આવી.



માહિતી મોકલનાર-શ્રી કલ્પેશભાઈ ચોટલીયા 

મિત્રો આવી બીજી શાળાઓની વધુ પ્રવૃત્તિ માટે આવતી પોસ્ટમાં માહિતી મુકવામાં આવશે.ઉપરની તમામ શાળાઓ ના શિક્ષક મિત્રોને અભિનંદન અને આભાર કે જેમને બાળકો માટે ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન નો સકારાત્મક ઉપયોગ કરી બાળકોને નવી માહિતી આપવાનો પ્રયાસ કર્યો 

ચંદન રાઠોડ 


Share: