શોધ અને શોધક:ડીઝલ એન્જીન-રુડોલ્ફ ડીઝલ

નમસ્કાર મિત્રો 
શોધ અને શોધક વિભાગમાં આ બીજી પોસ્ટ છે.આજે અહી આપણે ડીઝલ એન્જીન ના શોધ નો ઈતિહાસ જાણીશું.
Image result for rudolf diesel engine drawing

ડીઝલ એન્જીનના શોધક રુડોલ્ફ ડીઝલ હતા.માર્ચ-18,1858 ના રોજ એક દરિદ્ર કુટુંબ માં તેમનો જન્મ થયો હતો.બચપણ માં તેમને ખુબ જ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો.એટલું જ નહિ પણ તેમનો જન્મ એક ખોટા દેશમાં થયો હતો તેમના માતા-પિતા જર્મન હતા,જયારે તેમના વસવાટ નો દેશ ફ્રાંસ હતો.ફ્રાન્સમાં ફ્રેન્ચોની નજરમાં જર્મનો આવકાર્ય નહોતા.રુડોલ્ફના કુટુંબની સ્થિતિ સારી ન હતી.તેમના પિતા મોચી કામનો વ્યવસાય કરતા હતા.તેમની માતા બીજા ના ઘરમાં નોકર નું કામ કરતા હતા.આવી પરિસ્થિતિમાં પણ રુડોલ્ફ ફ્રાન્સની પ્રાથમિક શાળામાં પ્રથમ નંબરે પાસ થયા.આગળ અભ્યાસ માટે પેરીસ ની શાળામાં એડમીશન લીધું જે તેની જિંદગીનો સૌથી મોટો ટર્નીંગ પોઈન્ટ હતો.કેમ કે તે સમયે ઔદ્યોગિક ક્રાંતિ ની શરૂઆત હતી પેરીસ તે સમયે આ ક્રાંતિ માટેનું કેન્દ્ર હતું.પિતા સાથે વિવિધ કારખાનાની મુલાકાત વખતે તેને અવનવા એન્જીનો સાથે પ્રત્યક્ષ નાતો બંધાણો.
1870 માં જર્મની અને ફ્રાંસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાન્સે પોતાના દેશમાં વસતા બધા જર્મન લોકો ને દેશ નિકાલ કરાવ્યો એટલે રુડોલ્ફના કુટુંબને પણ બ્રિટન મોકલી દેવામાં આવ્યું.ત્યાં નાની નોકરી પર રુડોલ્ફ નું ભણતર આગળ વધારી શકાય તેમ નહોતું એટલે તેના પિત્રાઈ ભાઈએ રુડોલ્ફ ને જર્મની પરત બોલાવી લીધો.અહી તેને મ્યુનિક ની ટેકનીકલ સ્કુલ માં પ્રવેશ મળ્યો જ્યાં તેના ગુરુ હતા કાર્લ વોન લિન્ડ કે જેણે રેફ્રીજરેશન ની ટેકનોલોજી શોધી હતી.એક વખત એક પીરીયડમાં તેમને કહ્યું કે ગમે તેટલું કાર્યક્ષમ વરાળ યંત્ર પણ તેણે વાપરેલા બળતણની 10% કરતા વધુ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં ફેરવી શકતું નથી.
રુડોલ્ફ્ને આ દસ ટકાનો આંકડો બહુ કંગાળ લાગ્યો. તેણે બળતણના દહન માટે વધુ કાર્યક્ષમ પધ્ધતિ શોધવાનું નક્કી કર્યું.તે સમયે વરાળ યંત્રનો જમાનો હતો અને તેની રચના સુધારવાનો કોઈ સવાલ ન હતો કેમ કે તેમાં દહન પિસ્ટન વાળા સીલીન્ડર ની બહાર થતું હતું અને ત્યાં જ સારી એવી ઉર્જા વપરાય જતી હતી.એન્જીન ની વધુ કાર્યક્ષમતા માટે આંતરિક દહન જરૂરી હતું.આ જાત નું પ્રથમ દહન યંત્ર નિકોલસ ઓટો નામના જર્મન સંશોધકે બનાવ્યું હતું જે પેટ્રોલ એન્જીન ના નામે પ્રખ્યાત થવાનું હતું.બળતણનું દહન તેમાં આંતરિક રીતે થતું હોવા છતાં પણ તેની કાર્યક્ષમતા 20% થી વધુ ન હતી.આ બધી જ સમસ્યાનું કારણ રુડોલ્ફે શોધી કાઢ્યું અને એક નવા પ્રકારનું એન્જીન બનાવ્યું.
Image result for nicholas otto

નિકોલસ ઓટો
રુડોલ્ફે પોતાના એન્જીન ની રચના માં ઘણા બધા નવીન પાસા મુક્યા.નિકોલસ ઓટોનું એન્જીન ચાર સ્ટ્રોક માં વિભાજીત હતું જેમાં બળતણ અને હવા નું મિશ્રણ સીલીન્ડર માં ગયા પછી સ્પાર્ક પ્લગ વડે બળતણ સળગતું હતું તો રુડોલ્ફે પોતાના એન્જીન માં સ્પાર્ક પ્લાગને સાવ બાકાત જ કરી દીધો.તેણે પોતાના એન્જીન ને ચાર ભાગમાં જ વિભાજીત રાખ્યું અને કેવો સુધારો કર્યો તે નીચે ક્રમ મુજબ જુઓ.
1-સૌ પ્રથમ ના તબક્કામાં એક વાલ્વ ખુલે જેમાંથી માત્ર હવા સીલીન્ડર માં દાખલ કરવામાં આવે છે 
2-પિસ્ટન ઉપર તરફ જાય એટલે સીલીન્ડરની હવાનું સંકોચન થાય છે જેને લીધે તેનું તાપમાન વધી જાય છે 
3-હવે આ ગરમ અને સંકોચાયેલી હવા પર બળતણ ની નાની પિચકારી છોડવામાં આવતા બળતણ નું આંતરિક દહન થાય છે 
4-અંતે દહન પામેલ હવા બીજા વાલ્વ દ્વારા બહાર નીકળે છે.
આ માહિતી નીચેના ચિત્રમાં જુઓ 
Image result for rudolf diesel engine drawing

ઉપરની માહિતીને એનીમેશન વડે સમજવા માટે અહી ક્લિક કરો

ટેકનોલોજીના ક્ષેત્રે રુડોલ્ફ ડીઝલનું મોટું યોગદાન એ કે ઉંચા કોમ્પ્રેશન રેશિયો વડે પુષ્કળ હોર્સ પાવર ઉત્પન્ન કરતા એન્જીનો વરાળ યંત્રોને સ્થાને વાપરવા લાગ્યા.દરેક વાહનો અને બીજા દરેક યંત્રો માં આ એન્જીનો વપરાતા રુડોલ્ફ કરોડપતિ બની ગયો પણ પોતાની પાસે આવેલ અઢળક સંપતિ ને યોગ્ય જગ્યાએ રોકવાને બદલે બીજે રોકી ને તે એકદમ ગરીબ સ્થિતિમાં આવી ગયો અને થોડે ઘણે અંશે માનસિક સંતુલન પણ ગુમાવી બેઠો.
સપ્ટેમ્બર 27,1913 ના દિવસે ઈંગ્લીશ ચેનલ નામના સાગર માંથી તેમની લાશ મળી આવી ત્યારે બધાને અચંબા ભર્યો આંચકો લાગ્યો કે તેણે આત્મ હત્યા કરી કે કોઈએ તેનું ખૂન કર્યું।.જો કે આ બાબતે હજુ સુધી કોઈને કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.તેમનું મૃત્યુ એક સસ્પેન્સ કથા જેવું આજે પણ એમનામ રહ્યું છે.હકીકત જે હોય તે પણ રુડોલ્ફ ડીઝલે ટેકનોલોજીના ક્ષેત્રે લાવેલી ક્રાંતિ એક એવી હકીકત છે કે જેના અંગે બે મત નથી.


Share: