પ્રશ્ન મંચ ભાગ-5 નો જવાબ

નમસ્કાર મિત્રો 
આજ રોજ પ્રશ્ન મંચ ભાગ-5 નો જવાબ અહી રજુ કરું તે પહેલા સવાલ જોઈએ 
પ્રશ્ન-5 તા-21/03/2016
પ્રશ્ન જોઈએ તે પહેલા નીચે આપેલ ચિત્ર જુઓ 


પ્રશ્ન-ઉપર આપેલ ચિત્રમાં સુર્યમાળાના એક અવકાશી ગોળાની ભ્રમણ કક્ષાનો થોડો ભાગ બતાવેલ છે.આ કક્ષા વર્તુળાકાર કે લંબગોળ હોવી જોઈએ,છતાં એવી કક્ષામાં ગોળો પોતે વાંકો ચૂકો માર્ગ પકડીને જ સફર ખેડે છે.આ અવકાશી ગોળો કયો છે અને તેનો પ્રવાસ માર્ગ સર્પાકાર કેમ છે?


ઘણા મિત્રો આ જવાબ આપવામાં થોડીક થાપ ખાઈ ગયા છે.આ સવાલ નો સાચો જવાબ જોઈએ 

જવાબ-અહી આકૃતિમાં આપવામાં આવેલ અવકાશી ગોળો એ આપણો ચંદ્ર છે.વ્યાપક રીતે જોતા તે કોઈ પણ ગ્રહનો ઉપગ્રહ છે.ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિક્રમા કરે છે અને પૃથ્વી ચંદ્રને પોતાની સાથે લઈને સુર્યની પ્રદક્ષિણા કરે છે.આમ,ચંદ્ર જયારે પૃથ્વીની સાપેક્ષમાં ગોળાકાર ગતિ કરતો હોય તે દરમિયાન પૃથ્વી પણ સૂર્ય ફરતે પ્રવાસ કરતી હોય છે.જેથી સૂર્યને કેન્દ્રમાં રાખી જોતા ચંદ્રનો પ્રવાસ માર્ગ સર્પાકાર બને છે.આવી સ્થિતિ બીજા દરેક ઉપગ્રહોને પણ લાગુ પડે છે.

આ મુજબનો સાચો અને શ્રેષ્ટ જવાબ આપનાર મિત્ર 
1-હિમાંશુ ચૌહાણ-લખનઉં 
2-મીના રાઠોડ-ખંભાલિયા 
3-સહેલ મેસવાણિયા-રાજકોટ 
4-જતીન વિરપરીયા -મોરબી

આ તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન 

અન્ય સાચા જવાબ આપનાર મિત્રો ની નામાવલી 
1-મનન પ્રજાપતિ-નર્મદા 
2-દુષ્યંત મહેતા-તાલાલા ગીર 

આ પ્રશ્ન મંચમાં ભાગ લેનાર અન્ય મિત્રો 
1-અલ્પેશ પરમાર-વેરાવળ 
2-એ.એમ.શેખ-તિલકવાડા 
3-અંકિત શાહ-વડોદરા 
4-રોહિત ગોંડલિયા -ખાંભા 
5-પિયુષ લીમ્બાચીયા -પાલનપુર 
6-યુવાભાઈ-સાબરકાંઠા 
7-તુલસીરામ કડેલા-કાંકરેજ 

આ પ્રશ્ન મંચમાં ભાગ લેનાર તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન અને આભાર 
Share: