સમાચાર પત્રનું વાંચન ગુગલ મેપ પર

નમસ્કાર મિત્રો 
શાળા કક્ષાએ પ્રાર્થના સભામાં સમાચાર વાંચન નું ખુબ જ મહત્વ છે.સમાચાર વાંચન થી વિદ્યાર્થીઓ વિશ્વમાં બનતી અગત્યની ઘટનાઓથી વાકેફ થાય છે ઉપરાંત ઈતર વાંચનની ટેવ પડે છે.પરંતુ મોટા ભાગે શાળામાં આવતા સમાચાર પત્રો પ્રાર્થના સમય માં સમયસર વિદ્યાર્થી સુધી પહોંચતા ના હોય અને એવી ઘણી ગ્રામ્ય વિસ્તાર ની શાળાઓ છે કે જ્યાં કદાચ સમાચાર પત્ર જ આવતું ના હોય એવું બની શકે 
મિત્રો અવ સમયે આપનો સ્માર્ટ ફોન આપણે કામે લગાડી શકીએ છીએ.સ્માર્ત ફોન દ્વારા આપણે વિદ્યાર્થીઓને ઓનલાઈન સમાચારપત્ર દ્વારા વિવિધ ઘટનાઓથી માહિતગાર બનાવી શકીએ છીએ.તમે કહેશો કે આ માહિતી તો અમે જાણીએ છીએ.આમાં નવું શું છે? મિત્રો અહી હું જે વાત કરું છું તે સો ટકા નવીન જ છે.કેમ કે તમે માત્ર ફોન પર સમાચારપત્ર ની જ વાત સમજ્યા છો પણ હું અહી તેની સાથે બીજી વાત પણ સમજાવવા માગું છું.

હવે મુખ્ય વાત પર આવું.ધારો કે સમાચાર પત્ર ની માહિતી ગુગલ મેપ ના સ્વરૂપ માં હોય તો? ફોન ની સ્ક્રીન પર વિશ્વનો નકશો હોય અને અસંખ્ય લીનક સ્વરૂપે સમાચારપત્રો હોય તો? તો તો ખરેખર વિદ્યાર્થી ને સમાચાર ઉપરાંત ભૂગોળ નું પણ જ્ઞાન મળી શકે.મિત્રો અહી એવું જ કૈક છે.નીચે આપેલ લિક ક્લિક કરશો એટલે બધી માહિતીનો ખ્યાલ આવી જશે.ક્લિક કરતા એક પેજ ખુલશે આ એક રીતે જોઈએ તો ગૂગલ મેપનું મેશઅપ છે. ગૂગલના નક્શાનો આધાર તરીકે ઉપયોગ કરીને તેના પર જુદી જુદી માહિતી રજૂ કરવામાં આવે  તેેને મેશઅપ કહે છે. ન્યૂઝપેપરમેપમાં, વિશ્વની જુદી જુદી એક ભાષા એ દેશોનાં અખબારોની વેબસાઇટ્સની નક્શા પર લિંક મૂકવામાં આવી છે. જી, અહીં ગુજરાતી ભાષાાં અખબાર એ સામયિકની લિંકને પણ દેખાશે!નક્શા પર દેખાતી લિંક્સને આપણે ભાષા, અખબાર કે લોકેશન મુજબ ફિલ્ટર કરી શકીએ છીએ. જે તે અખબારી લિંક ઓન કર્યા પછી, જો એ અખબારની વેબસાઇટ આપણી સમજ બહારની ભાષામાં હોય તો તેે ઇંગ્લિશ કે અન્ય સંખ્યાબંધ ભાષાામાં ટ્રાન્સલેટ કરી શકાય છે, ગૂગલની જ ટ્રાન્સલેટ સર્વિસના ઉપયોગી. આ સાઇટનું મોબાઇલ વર્ઝન પણ તૈયાર કરવામાં આવ્યું છે.
હવે નીચે લિંક પર ક્લિક કરી નકશાના કોઈ પણ સ્થળ ના જુદા જુદા રંગ ના આઇકોન પર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ખુલશે જેમાં સમાચાર પત્રનું નામ લખેલ હશે અને બાજુ માં ભાષાઓનું લીસ્ટ પણ હશે તમે કોઈ પણ ભાષા પસંદ કરી તે સમાચારપત્ર વાંચી શકો છો અને ઉપરાંત તે સ્થળ ની વિશેષ માહિતી મેપ દ્વારા મેળવી શકો તે નફો વધારાનો 
તો તૈયાર થઇ જાઓ ગુગલ મેપ પર સમાચાર પત્ર વાંચવા માટે.વધુ માહિતી માટે અહી ક્લિક કરો 


Share: