પ્રશ્ન મંચ-4નો જવાબ

નમસ્કાર મિત્રો 
પ્રશ્ન મંચ-4 ના જવાબની વાત કરીએ તે પહેલા દરેક મિત્રોને અભિનંદન કે જેવો આ વિભાગમાં જોડાઈને પોતાનો કિંમતી સમય આપી જવાબ સબમિટ કર્યા.સૌ પહેલા પ્રશ્ન શું હતો તે જોઈએ 

ચંદ્ર અમુક દિવસે અડધો પ્રકાશે છે તો અમુક દિવસે પૂરો 100% પ્રકાશે છે.આ રીતે હિસાબ માંડો તો અડધા ચંદ્ર કરતા આખા ચંદ્રનું અજવાળું બમણું હોવું જોઈએ પણ એવું નથી.પુનમના ચંદ્રનું અજવાળું બમણું નહિ પણ નવ ગણું વધારે હોય છે.આનું શું કારણ?

ઘણા મિત્રોએ આ સવાલ ના જવાબમાં પ્રકાશના પરાવર્તન ને મુખ્ય બાબત ગણી છે પરંતુ માત્ર પરાવર્તન જ આ માટે જવાબદાર નથી.પહેલા આ સવાલનો સાચો જવાબ જોઈએ

જવાબ-પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધ-ઘટ પામે છે.ચંદ્રની ઉબડ ખાબડ સપાટી પરથી પરાવર્તિત થતા કિરણો જયારે સીધી લીટીમાં પૃથ્વી સુધી પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે ચંદ્ર વધુ પ્રકાશિત દેખાય છે.આ પરિસ્થિતિ પુનમના દિવસે હોય છે.બીજી તરફ સાતમ-આઠમના દિવસે ચંદ્ર અડધો દેખાય ત્યારે તેના પર આપાત થતા સૂર્ય કિરણો ત્રાંસો ખૂણો રચીને પૃથ્વી સુધી પહોંચે છે.ચંદ્રની ખીણો માં પ્રવેશેલો પ્રકાશ ત્યારે પરાવર્તિત થતો નથી જેથી પૃથ્વી પર અર્ધ ચંદ્ર ની ચાંદની ખાસ જણાતી નથી.

આ મુજબ નો સ્પષ્ટ જવાબ કોઈ મિત્ર એ આપ્યો નથી છતાં પણ જવાબની વધુ નજીક હોય તેવા મિત્રની યાદી જોઈએ 

1-જાગૃત વૈદ્ય-રાજકોટ 
2-જયેશ જોષી-મોટા લોઠપુર અક્ષર શાળા-જાફરાબાદ 

આ મિત્રોને ખુબ ખુબ અભિનંદન ..............

આ પ્રશ્ન મંચમાં ભાગ લેનાર અન્ય મિત્રોની યાદી 
1-મયુર પ્રજાપતિ-સાબરકાંઠા 
2-રોહિત ગોંડલિયા -અમરેલી 
3-મનન પ્રજાપતિ-નર્મદા 
4-નિખિલ કાનાણી-મોવાણ,ખંભાળિયા 
5-માંડણ પરમાર-મોવાણ,ખંભાળિયા
6-મીના રાઠોડ-મોવાણ,ખંભાળિયા
7-મેરુ ગોજીયા-મોવાણ,ખંભાળિયા
8-અંકિત શાહ-બરોડા 
9-જીગર સુથાર-રામપૂરા(ખી)પ્રા.શાળા
10-અંકુર પટેલ-જાસ્કા પ્રા. શાળા 
11-પિયુષ લીમ્બાચીયા-કોટડા પ્રાથમિક શાળા 
12-જતીન વિરપરીયા-મોરબી 
13-અભિષેક દવે-ખંભાળિયા 
14-સહેલ મેસવાણીયા-રાજકોટ 
15-કડેલા તુલસીરામ-ખીમાણા,કાંકરેજ 

આ તમામ મિત્રોને પણ ખુબ ખુબ અભિનંદન કે જેઓ આ પ્રશ્ન મંચમાં જોડાઈને પોતાના અભિપ્રાય રજુ કર્યા આ માટે દરેક મિત્રોનો આભાર 

ચંદન રાઠોડ 
Share: