રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે તમારા વિદ્યાર્થીઓને આપો અચરજભર્યો આંચકો

નમસ્કાર મિત્રો 
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી બાબતે અહી એક સરસ માહિતી મૂકી રહ્યો છું.જો કે આ દિવસે બાળકોને કેવી કેવી પ્રવૃતિઓ કરાવી શકાય તેના વિષે અલગ અલગ બ્લોગ પર તમે ઘણું બધું જોયું હશે અને વાંચ્યું પણ હશે.પરંતુ અહી હું એક સાવ અલગ પ્રકારની માહિતી રજુ કરી રહ્યો છું જે આપના વિદ્યાર્થીઓને ચોક્કસ અચરજભર્યો આંચકો આપશે
આ પ્રવૃતિનું નામ છે જાદુઈ પ્રવાહી 

આ જાદુઈ પ્રવાહી બનાવવા તમારે નીચે મુજબ ની વસ્તુઓની જરૂર પડશે 
1-કંકણ આકારનું ચુંબક 
2-ખાવાનું તેલ 
3-પ્રિન્ટર નું ટોનર 
4-કોઈ પણ પાત્ર 

જાદુઈ પ્રવાહી બનાવવાની રીત 
1-સૌ પ્રથમ એક ગ્લાસ જેવું પાત્ર લઇ તેમાં પ્રિન્ટર ની ટોનર નાખો.આ ટોનર આપ કોઈ પણ પ્રિન્ટર ની શાહી ભરાવતી દુકાને થી મેળવી શકો છો જે પાવડર સ્વરૂપે હોય છે.એક નાની ચમચી જેટલો આ ટોનર પાવડર પાત્રમાં નાખો 

2-હવે તેમાં બે ચમચી ખાવાનું તેલ ઉમેરો અને ત્યાર બાદ આ મિશ્રણ ને ચમચી વડે વ્યવસ્થિત હલાવી એકરસ કરો 
3-હવે આ પ્રવાહીને થાળી જેવા પહોળા વાસણ માં લઇ લો 
4-હવે આ પ્રવાહી ભરેલ થાળી ની નીચેના ભાગમાં તળીએ બહાર તરફ કંકણ આકારનું ચુંબક ફેરવો.કંકણ આકારનું ચુંબક જુના સ્પીકર કે જૂની મોટર માંથી મળી જશે.જો એક કંકણ આકારનું ચુંબકથી પ્રવૃત્તિ નું સારું પરિણામ ના આવતું હોય તો એક કરતા વધુ કંકણ આકારના ચુંબક ભેગા રાખી આ પ્રવૃત્તિ કરજો
5-જો વધુ પ્રવાહીની જરૂર પડે તો 1:2 ના પ્રમાણ માં ટોનર અને તેલ વડે વધુ પ્રવાહી બનાવી શકો છો 

આ જાદુઈ પ્રવાહી બનાવવા અંગેનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો

મિત્રો આ જાદુઈ પ્રવાહીને વિજ્ઞાનની ભાષામાં FERROFLUID કહે છે.આ પ્રવાહી સાથે તમે વિદ્યાર્થીઓ સમક્ષ ઘણા બધા એવા પ્રયોગ રજુ કરી શકો છો જેને જોઇને વિદ્યાર્થીઓ જરૂરથી અચંબામાં પડી જશે.અને બીજું એ કે વિજ્ઞાન દિવસ નિમિતે કઈક જાતે નવું કર્યાનો આત્મસંતોષ પણ મળશે 

આ પ્રવાહી વડે બીજા કેવા જાદુઈ પ્રયોગો કરી શકાય તેના માટે નીચે આપેલ વિડીયો જુઓ 

વિડીયો-1 અહી ક્લિક કરો  
વિડીયો-2 અહી ક્લિક કરો
વિડીયો-3 અહી ક્લિક કરો
વિડીયો-4 અહી ક્લિક કરો

મિત્રો આ પ્રયોગ મેં જાતે કરેલ છે અને ખુબ જ સરસ પરિણામ મળેલ છે અને પ્રયોગ દરમિયાન ચોક્કસ અચરજ નો આંચકો આવશે



Share: