મિત્રો અત્યારે યુ ટ્યુબ પર જે વિડીયો જોઈએ તે વિડીયો ગમે ત્યારે આપણે મેળવી શકીએ છીએ.યુ ટ્યુબ પર દરેક પ્રકારના વિડિયોનો ભંડાર ખડકાયેલો છે અને તેથી જ તેમાંથી આપણે જરૂર હોય તેવો વિડીયો શોધવામાં બહુ જ મુશ્કેલી પડે છે.અભ્યાસ ક્રમ માં જરૂરી હોય તેવા અનેક વિડીયો પણ અહી ઉપલબ્ધ છે.પણ થોડો સમય આમતેમ ફાંફાં માર્યા પછી કંટાળીને તમે કોશિશ પડતી પણ મૂકી હશે.
હવે આ મુશ્કેલી નો એક સરળ ઉકેલ મળી ગયો છે.યુ ટ્યુબ પર ધોરણ-1 થી 12 સુધીના અભ્યાસ ક્રમ ને આવરી લે તેવા સરસ મજાના વિડીયો એક જ જગ્યાએ મળી શકે તેવી એક ચેનલ શરુ થયેલ છે.આ ચેનલ પર પહેલા ધોરણથી બારમા ધોરણ સુધીના વિવિધ વિષયોના અભ્યાસમાં
ઉપયોગી થાય એવા વીડિયોઝનાં પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. એટલે કે તમે ચોથા ધોરણના પ્લેલિસ્ટ કે ચેનલમાં જઈને જુઓ તો મેથ્સ, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ લિટરેચર, કમ્પ્યુટર્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, ઇવીએસ વગેરે વિષયને લગતા વિવિધ વીડિયો જોવા મળે. આ રીતે એકથી બાર ધોરણ સુધીના વિષયો માટે સંખ્યાબંધ વીડિયો જોવા મળશે.
અલબત્ત, આ ચેનલ પર સ્પષ્ટતા કરવામાં આવી છે તેમ, આ બધા વીડિયો કંઈ નવેસરથી તૈયાર કરવામાં આવ્યા નથી. તે કોઈ ચોક્કસ અભ્યાસક્રમ કે બોર્ડને અનુરુપ નથી (ગૂગલ કે યુટ્યૂબ આ વીડિયોઝની કોઈ જવાબદારી પણ લેતી નથી). યુટ્યૂબ પર પહેલેથી જે વીડિયો ઉપલબ્ધ છે તેને જ ધોરણ અને વિષયવાર તારવવામાં આવ્યા છે, પણ આ તારવણી જ મહત્ત્વની છે કેમ એ કામ જે તે ધોરણના અનુભવી શિક્ષકોએ કરેલું છે. બધું જ ઇંગ્લિશમાં છે એ ખરું, પણ એય અંતે તો ફાયદાની જ વાત છે!
મિત્રો તમારે અભ્યાસ ક્રમ માં કોઈ મુદ્દા વિષે વધુ માહિતી જોઈતી હોય તો આ ચેનલ ની જરૂર વિજિટ કરજો
આ યુ ટ્યુબ ની ચેનલ જોવા માટે અહી ક્લિક કરો
સ્ત્રોત-cybersafar