સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી પહેલ

SAURASHTRA UNIVERSITY


મિત્રો આપણામાંથી ઘણા શિક્ષક મિત્રો હજુ પણ પોતાનો અભ્યાસ શરુ રાખ્યો હશે અને કદાચ મોટા ભાગના મિત્રો પીએચડી થવા માંગતા હશે અને પોતાના નામ ની આગળ ડોક્ટર શબ્દ લગાવવા માટે ઘણા ઉત્સુક હશે.પરંતુ મોટા ભાગે જોવા એવું મળે છે કે અત્યાર સુધી જે લોકો પીએચડી થયા હોય અને તેમણે જે સાહિત્ય તૈયાર કર્યું હોય તે સામાન્ય લોકો સુધી ઉપલબ્ધ થતું નથી એટલે પીએચડી કરનાર વ્યક્તિએ કેટલી મહેનત થી થીસીસ તૈયાર કરી હશે તે આપણા સુધી પહોંચતી નથી અને તેમના સંશોધન તેમના પૂરતા જ સીમિત રહી જાય છે.

હવે આ વાત માં થોડો ફેરફાર કરવો પડે તેમ છે કેમ કે હવે તમે પણ કોઈના પીએચડી ના થીસીસ ને જોઈ શકશો અને વાંચી પણ શકશો અને તમે તેમાંથી ઘણું બધું શીખી પણ શકશો અને જો તમે પીએચડી કરવા માગતા હો તો તમને તે ખુબ જ મદદરૂપ પણ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ખાઈ પૂરવાનો એક પ્રયાસ કર્યો છે. યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીએ ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રીસર્ચ આકર્ઇિવ’ નામે એક પ્રોજેક્ટ શ‚ કર્યો છે. જેના અંતર્ગત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી. થેસિસને ઓનલાઇન ડિજિટલ સ્વ‚પે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ બધા જ થેસિસ એક ખાસ સાઇટ  પર અપલોડ કરવામાં આવ્યા છે. સાઇટ પર અત્યારે ગુજરાતીમાં ૩૬૭, ઇંગ્લિશમાં ૫૩૮ અને હિન્દીમાં ૮૦ મળીને કુલ ૯૮૫ થેસિસ મૂકવામાં આવ્યા છે. પીએચ.ડી. માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ, તેમના ગાઇડ માટે તો આ અદભુત ખજાનો છે, કેમ કે તેમને પોતે પસંદ કરેલા વિષય અંગે અને શોધનિબંધનું માળખું તૈયાર કરવા માટે અનેક સંદર્ભો અહીંથી મળી રહે છે. પીએચ.ડી.ની પદવી સિવાય પણ જે તે વિષયમાં રસ ધરાવતા લોકોને અહીં મોટું ભાથું મળી રહે છે.
તમને સમગ્ર ભારતની ૧૦૦થી વધુ યુનિવર્સિટીઓના થેસિસ તપાસવામાં રસ હોય તો ભારતના ઇન્ફર્મેશન એન્ડ લાયબ્રેરી નેટવર્ક (ઇન્ફ્લિબનેટ) દ્વારા શોધગંગા નામે એક પ્રોજેક્ટ/સાઇટ શ‚ કરીને તેમાં ૫૦૦૦થી વધુ થેસિસની ફુલ ટેક્સ્ટ ઉપલબ્ધ કરી છે, અહીંથી આપણે સમગ્ર શોધનિબંધને પ્રકરણદીઠ પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ કરી શકીએ છીએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ સાઈટ જોવા માંગતા હો તો અહી ક્લિક કરો 

સ્ત્રોત-cybersafar
Share: