કસરત કરો દ્રષ્ટિ ભ્રમ સાથે

મિત્રો આપણી સમક્ષ ઉભેલ બાળક જીજ્ઞાસા થી ઉભરાતો સમુદ્ર છે તે દરોજ નિત નવા સવાલોનો આપણા પર મારો ચલાવે છે અને આવા સમયે આપણે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીએ તો બાળકની આંતરિક શક્તિઓ સોળે કળાએ ખીલી ઉઠે છે.વધુમાં આપણે જો તેમને વિચારવા માટેની કૈક પ્રવૃત્તિ આપીએ તો તો સોનામાં સુગંધ ભળી સમજો.એટલે આજે અહી બાળકો ની વિચાર શક્તિ ખીલે તે માટેની કેટલીક દ્રષ્ટિ ભ્રમની પ્રવૃત્તિ રજુ કરી છે જે આપના બાળકોને જરૂર વિચારતા કરી મુકશે

1-સૌ પ્રથમ નીચે આપેલ ચિત્ર જુઓ.તેમાં વચ્ચે ની છોકરી કઈ દિશામાં ફરી રહી છે? જવાબ આપો તે પહેલા ડાબી તરફ ની છોકરી ને જુઓ અને પછી વચ્ચેની છોકરીને જુઓ.કઈ ફરક લાગ્યો? જો હજુ નવાઈ જોવી હોય તો જમણી તરફની છોકરીને જોઇને પછી વચ્ચેની છોકરીને જુઓ.હવે વચ્ચેની છોકરીની ફરવાની દિશામાં કઈ ફરક લાગે છે?જવાબ તમે જ શોધીને તમારા બાળકોને માનસિક કસરત કરાવજો
Spinning Silhouette Dancer

2-હવે નીચે આપેલા ચિત્રો જુઓ.આ બધા ચિત્રો સ્થિર જ છે.પરંતુ તમે જયારે તેની આજુ બાજુ નજર ફેરવશો એટલે જાણે કે આ ચિત્રોમાં જીવ આવ્યો તેવું લાગશે અને તમારી નજરની સાથે સાથે આ ચિત્રો હલન ચલન કરતા હોય તેવું લાગશે.છે ને મજાની કરામત ?

Static Picture

Bicycle

Ferris Wheel

Rice Waves

3-નીચેની ઈમેજ જુઓ.તેમાં જે પટ્ટી છે તેનો રંગ ખાસ જુઓ.હવે કાળા રંગના ટપકા પર નજર રાખી પટ્ટી ને જોવાનો પ્રયત્ન કરો.પટ્ટીના રંગમાં કઈ ફરક લાગ્યો?
Grey vs Blue Stripes

4-નીચેના ચિત્રમાં બંને આડી રેખાઓ સમાંતર છે? ના......તમે કદાચ ના જ કહેશો પણ ખરેખર બંને રેખાઓ સમાંતર જ છે.વિચારીને કહેજો

Hering Illusion

5-નીચેના ચિત્રમાં ચોરસ પરફેક્ટ લાગે છે? કદાચ તમે કહેશો કે ના.પણ બધા જ ચોરસ પરફેક્ટ જ છે 

2 Perfect Squares

મિત્રો આવી અન્ય દ્રષ્ટિ ભ્રમની ઘણી પ્રવૃત્તિ દ્વારા તમે તમારા વિદ્યાર્થી નું મગજ ચકરાવે ચડાવી શકો છો અને અંતે તેમને વિચારતા પણ કરી શકો છો 
ઈમેજ સ્ત્રોત-http://brainden.com/


Share: