તંદુરસ્તી ને લગતી વાયકા અને વાસ્તવિકતા ભાગ-2

નમસ્કાર મિત્રો 

તંદુરસ્તી ને લગતી વાયકા અને વાસ્તવિકતા ભાગ-1 માં અમે બે મુદ્દા ની ચર્ચા કરેલ જે અહી આગળ વધારીએ

વાયકા નંબર-3

કેલ્શિયમ ની ગોળી ખાવાથી હાડકા મજબુત બને છે.......

વાસ્તવિકતા 

આપણા શરીરના હાડકા નું 2/3 વજન કેલ્શિયમ,ફોસ્ફેટ અને કાર્બોનેટ જેવા ખનીજ તત્વોને આભારી છે.બાકી નું પ્રમાણ કોલાજન સ્વરૂપના રેસાદાર પ્રોટીનનું છે.હાડકાના બંધારણ માં મુખ્ય રોલ કેલ્શિયમનો છે.ઘણા વર્ષ પહેલા એક તબીબી શાસ્ત્રીએ જણાવ્યું કે કેલ્શિયમ વડે પ્રૌઢ મહિલા ના હાડકાનું ધોવાણ અંકુશમાં રહી શકે છે.વાત સાચી પણ આ બાબત અમુક મહિલાઓને જ લાગુ પડે છે દરેક ને નહિ.આ વાત ને ધ્યાન માં રાખી 1984 માં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સંસ્થાએ અમેરિકનોને રોજનું 1 થી 1.5 ગ્રામ કેલ્શિયમ લેવાની સલાહ આપી.


એક લિટર દુધમાં 1 ગ્રામ કરતા સહેજ વધારે કેલ્શિયમ હોય છે,માટે રોજનું એટલું દૂધ પીનારને વધારાની કેલ્શિયમ ની ગોળીની જરૂર ના પડે.આમ છતાં ફાર્માસ્યુટીકલ કંપની ને નવા ધંધા નો મધપૂડો દેખાયો અને મોટા પાયે જાહેર ખબરો કરી તેઓ કેલ્શિયમની ગોળીઓ વેચવા લાગી.આજે તો એ ભારત સહિતના અનેક દેશોમાં વાર્ષિક અબજો ડોલર નો વ્યવસાય કરે છે.


કેલ્શિયમની ગોળી ખાવાથી હાડકા મજબુત થાય એ વાયકા સામે થોડી વાસ્તવિકતા જોઈએ
-ગોળી ખાવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધ્યાનો અર્થ એવો ના થાય કે તે હાડકામાં સમાવેશ પામ્યું 
-વૃદ્ધ થવા માંડેલી વ્યક્તિ ની ઉંમર જેમ વધતી જાય તેમ હાડકા ઉતરોતર પોતાનું દળ ગુમાવ્યા કરે છે અને    આ ઘસારાને  ત્યારે કેલ્શિયમ ના ડોઝ સાથે લેવાદેવા રહેતી નથી 
-મધ્ય અમેરિકી દેશ ગ્વાટેમાલા ના લોકોએ મકાઈને પોતાના મુખ્ય આહાર તરીકે અપનાવેલ છે અને રોજનું   1.5 ગ્રામ કેલ્શિયમ તેમના શરીરમાં જાય છે.આમ છતાં પણ તેમના હાડકા ની ઘનતા મુખ્યત્વે ચોખા ખાનારા અને દૈનિક માત્ર 0.5 ગ્રામ કેલ્શિયમ મેળવતા પનામા દેશના લોકોની સરખામણીએ વધારે નથી.

વાયકા નંબર-4

બાળકો માટેના "સ્પેશ્યલ" પૌષ્ટિક પીણા ખાસ બનાવટના હોય છે........

વાસ્તવિકતા 

આ જાતનો દાવો કરતી જાહેર ખબર ટીવી પર આવે ત્યારે તેને બોગસ અને ભ્રમિત ગણી બમ્પર જવા દેજો. એનર્જી ડ્રીંક કહેવાતા પીણામાં બાળકોને અનુલક્ષીને કશું જ સ્પેશીયલ હોતું નથી.

બાળકો ની રુચિ ધ્યાન માં રાખી પીણા માત્ર ગળ્યા બનાવાય છે.વિશેષ આકર્ષણ તરીકે કૃત્રિમ ફ્લેવર નું અને કૃત્રિમ રંગોનું પ્રમાણ વધુ રાખવામાં આવે છે.ખાંડ,રંગ અને ફ્લેવર એ ત્રણેય નો અતિરેક ખરું જોતા તો સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાય છે.ઉલટું પુખ્ત વયના લોકો માટેના સામાન્ય એનર્જી ડ્રીંક બાળકો માટે વધુ હિતાવહ ગણાય,કેમ કે તેમાં ખાંડ સહિતની આવી ચીજો નો વધુ ભેગ હોતો નથી.આ ઉપરાંત પોષક તત્વો એ પોષક તત્વો છે.બાળકો માટે તે જુદા બંધારણ ના હોય નહિ.એનર્જી ડ્રીંક વડે બાળકોની ઊંચાઈ વધતી હોવાના ઢંઢેરાછાપ દાવામાં પણ કઈ જ તથ્ય હોતું નથી.ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તંદુરસ્તીને લગતી વાયકા અને વાસ્તવિકતા ભાગ-1 માટે અહી ક્લિક કરો
Share: