"ગમતા નો કરીએ ગુલાલ"

નમસ્કાર મિત્રો 
આજ રોજ આ બ્લોગ માં આ 50 મી પોસ્ટ લખવા જઈ  રહ્યો છું તે પહેલા મારા આ બ્લોગ ને આપ સૌ મિત્રોએ આવકાર્યો અને ખુબ જ ટૂંકા ગાળામાં BEST GUJARATI BLOG SURVEY-2015 માં સમગ્ર ગુજરાતમાં 6 નંબર પર પસંદગી આપી તે માટે આપ સૌનો હૃદય પૂર્વક આભાર 

આજે કોઈ ખાસ વિષય પર પોસ્ટ મુકવાનો મેં વિચાર કરેલ પણ કોઈ વિષય મન માં સુજ્યો નહિ એટલે એમ થયું કે આજે કૈક વિશિષ્ટ પોસ્ટ મુકું.આજની પોસ્ટ કોઈ વિજ્ઞાન કે બીજા ખાસ વિષય ઉપર આધારિત નથી પરંતુ એક એવી વાત છે જે અચાનક મારી જોડે બની.

બે દિવસ પહેલા હું ગૂગલ પર cyber વિષે સર્ચ કરતો હતો.અચાનક એક વેબ સાઈટ સામે આવી અને મેં તેના પર ક્લિક કર્યું.ક્લિક કરતાની સાથે મારી સમક્ષ સુંદર મજાની માહિતી રજુ થઇ અને તે પણ ગુજરાતી ભાષામાં.આ વેબ સાઈટ www.cybersafar.com 

મિત્રો આ સાઈટ માં મેં શ્રી હિમાંશુભાઈ દ્વારા લખેલ મેગેજિન ના મુખ પૃષ્ટો જોયા અને ઉપર છલ્લી નજરે મને થોડી માહિતી મળી.પછી તો મને આ મેગેજિન ના દરેક લેખ વિષે ઊંડાણ થી જાણવાની તીવ્ર ઈચ્છા જાગી.રવિવાર નો દિવસ હોવાથી હું ત્યાં ઓફીસ પર ફોન કરી માહિતી મેળવી શકું તેમ ન હતો અને મને  આ લેખો વાંચવાની તાલાવેલી વધી રહી હતી.મેં રવિવારે રાત્રે આ મેગેજીન માટેનું ઓન લાઈન લવાજમ ભર્યું અને સોમવારે 10 વાગે મેં ઓફીસ પર ફોન કર્યો.મારે લેખો વાંચવાની ઉતાવળ હતી પણ મને ફેબ્રુઆરી મહિના માં પ્રથમ મેગેજિન મળી શકે તેમ હતું.પરંતુ મિત્રો સાચુજ કહેવાયું છે કે જો કોઈ કામ માં પુરતી લગન અને ધગશ હોય તો ઘણા બધા રસ્તા મળી જતા હોય છે અને અહી એવું જ થયું.હિમાંશુભાઈ એ મને સલાહ આપી કે જો હું બે વર્ષનું લવાજમ સાથે ભરું તો મને આ મેગેજીન ઓન લાઈન વાંચવાનો મોકો મળી શકે.મેં આ તક તરત ઝડપી લીધી અને તરત બે વર્ષનું લવાજમ ભરવા માટે વધુ એક ઓન લાઈન પેમેન્ટ કરી દીધું.મને ઓફીસ તરફ થી તરત જ user name અને paasword ઈ મેલ દ્વારા મળી ગયા.જાણે કે ઉડવાની પાંખો  આવી ગઈ હોય તેવો આનંદ થયો અને તરત લોગીન થઇ મેં આ મેગેજીન ને માત્ર વાંચ્યું જ નહિ પરંતુ માણ્યું પણ ખરું 

મિત્રો હવે અસલ વાત શરુ થાય છે.એક બ્લોગર તરીકે આ વાત કહેતા મને આનંદ થાય છે.અમુક લેખો વાંચ્યા બાદ મેં સાંજે ફરી હિમાંશુભાઈ ને ફોન કર્યો અને કહ્યું કે હું તમારા મેગેજીન ના અમુક લેખ ની માહિતી મારા બ્લોગ માં સંદર્ભ તરીકે વાપરવા માગું છું તો હું તે વાપરી શકું? હિમાંશુભાઈ જોડે થયેલ ટેલીફોનીક વાર્તાલાપ ખુબ જ અદભુત હતો.એક વિશાળ હૃદય ના માનવી ની જેમ તેમને મને હા કહી અને મેં પણ મારા બ્લોગ વિષે તેમને માહિતી આપી અને એક સારા ઉદેશ્ય માટે આ કામ થઇ રહ્યું છે એવું તેમને પણ લાગ્યું અને તેઓએ હા કહી.

મિત્રો અહી વાત એ મહત્વની છે કે એક લવાજમ વાળું મેગેજીન પોતાના લેખોનો બીજા બ્લોગર ને સંદર્ભ માટે વાપરવાની છૂટ આપે એ  વાત ખરેખર દાદ માગી લે તેવી છે.આ વાત પરથી તેમના વિશાળ હૃદય ની ઝાંખી થતી જોવા મળે છે.અને એક બ્લોગર તરીકે કોઈ નું પણ સાહિત્ય સંદર્ભ તરીકે વાપરવા માટે તેમની પરવાનગી લેવી એ  પણ જરૂરી છે.ઘણા બ્લોગર મિત્રો એવું વિચારતા હોય છે કે બ્લોગ માં શું લખવું? મિત્રો બ્લોગ માં એવું લખો જે પહેલા તમને ખુદ ને ગમતું હોય.....

કોઈ અન્ય બ્લોગની સારી માહિતી આપણે આપણા બ્લોગ પર મુકવા માંગતા હોઈએ તો જે તે માહિતી ના સાચા સર્જક નો અભાર વ્યક્ત કરવાનું સૌજન્ય આપણે દાખવવું જોઈએ.સારી અને સાચી માહિતી નું આદાન પ્રદાન થવું જોઈએ પણ તેના સર્જક ને સાથે રાખીને...અને આમ થાય ત્યારે જ સાચે એમ કહી શકાય કે "ગમતા નો કરીએ ગુલાલ"

અંતે cybersafar ના શ્રી હિમાંશુભાઈ નો આભાર વ્યક્ત કરું છું કે જેમને એમની માહિતી ને આ બ્લોગ પર વિસ્તરવા માટે મોકળા મને રજા આપી.આ ઉપરાંત મારા આ બ્લોગ માં હું સફારી મેગેજીન ના ઘણા લેખો નો સંદર્ભ તરીકે ઉપયોગ કરું છું.અત્રે તેમનો પણ હૃદય પૂર્વક આભાર માનું છું.

આભાર સહ.......
ચંદન રાઠોડ 

Share: