વાદળને પણ નિચોવીને તરસ છીપાવતું વિચિત્ર વૃક્ષ

હિન્દ મહાસાગર માં સોકોટ્રા નામનો એક નાનકડો ટાપુ આવેલ છે.યમન થી તે દક્ષિણ માં આવેલ છે.તેનું ક્ષેત્રફળ 3665 ચો કિલો મીટર જેટલું છે.1990 થી યમન ની માલિકીના આ ટાપુ પર આજે લગભગ 40,000 જેટલી વસ્તી છે.આ ટાપુનું ભૌગોલિક સ્થાન નીચેના નકશામાં જુઓ.

Image result for socotra island map

Image result for socotra island map


આ ટાપુની માટીમાં ઝાઝો કસ નથી અને વરસાદની પણ ત્યાં તંગી રહે છે.વનસ્પતિ ને ફૂલવા ફાલવા માટે પ્રેરક સંજોગો નો ત્યાં અભાવ છે.આમ છતાં અત્યંત વિષમ પરિસ્થિતિ માં બંધ બેસતા આવી જવા પોતાની રચના તથા કાર્ય બદલીને 27 પ્રજાતિની વનસ્પતિઓ આ ટાપુ પર ખીલી છે.દરેક વ્રુક્ષ નો અને છોડ નો દેખાવ પણ સામાન્ય કરતા જુદા છે.

સૌથી ધ્યાન આકર્ષણ ધરાવતું વૃક્ષ dragons blood tree છે.આ જાતનું વિશેષ નામ એટલા માટે પડ્યું કે તેનો ભીતરી વૃક્ષ પોષક રસ લોહી જેવા લાલ રંગ નો છે.જુઓ નીચેનો ફોટો

Image result for tree that bleeds

Image result for tree that bleeds

આજે આ વૃક્ષ નો ઉપયોગ કાપડ ને તેમજ ક્રોકરીને રંગવા માટે અને લીપસ્ટીક સહિતની કેટલીક ચીજો બનાવવામાં થાય છે.

આ વૃક્ષ ને પર્યાપ્ત માત્રા માં વરસાદનું પાણી મળતું નથી.આકાશમાં વાદળો હોય છે પણ વરસાદ નહિ.આથી પાણીને લગતી પોતાની જરૂરીયાતને તે જુદી રીતે પૂરી કરે છે.તરસ છીપાવવા માટે સામાન્ય વૃક્ષ કરતા તેનો ક્રમ અવળો છે.કોઈ પણ ઘટાદાર મોટું વૃક્ષ રોજ નું લગભગ 1000 લીટર પાણી તે પર્ણ છિદ્રો દ્વારા બાષ્પીભવન વડે કરે છે અને જમીનનું એટલું જ પાણી મુળિયા દ્વારા ખેંચી પાંદડા તરફ ચડાવે છે.આ રીતે પાંદડા ખરેખર આઉટ પુટ નું કામ કરે છે.

dragons blood tree માં આ રીવર્સ ક્રિયા થાય છે.પાંદડા તેમાં પાણીના ઈનપુટ માટે ના છે અને વધુ પ્રમાણમાં ઈનપુટ થાય તે માટે પોતાની ઘટા તે વધુ પ્રમાણમાં ફેલાવે છે.પાંદડાનો આકાર પણ એ કાર્યને અનુરૂપ છે.વહેલી સવારે પાણીની વરાળના ખુબ નાના ટીપાનું વાદળ ખુબ જ નીચા લેવલે આછા ધુમ્મસ તરીકે પથરાય ત્યારે ભેજ કણો રાત્રી દરમ્યાન ઠંડી પડી ગયેલી પાંદડાની સપાટી પર ઠરે છે.વૃક્ષની ઘટા ત્યાર બાદ ગરણી જેવું કામ આપે છે.

Image result for dragons blood tree

પાણીના રેલા દરેક ડાળીના અને તે પછી થડના ભીતરી નહિ,પણ બહારના ભાગે લસરીને નીચે જમીન સુધી પહોચે છે.અંતે જમીનમાં પચી જાય છે.અંતે મુળિયા દ્વારા તે પાણી થડ ડાળી ના ભીતરી માર્ગે ઘટા તરફ પાંદડા સુધી પહોંચે છે.અહી ઘટાનું છત્ર તડકા માં જમીનનું પાણીનું બાષ્પીભવન થતું પણ રોકે છે.

Image result for dragons blood tree

Image result for dragons blood tree


ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share: