વાયુની બનાવટ-ઓક્સીજન વાયુ ભાગ-1

નમસ્કાર મિત્રો

અહી અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ -8 ના સેમ -2 ના પ્રથમ પ્રકરણ  "વાયુની બનાવટ ભાગ-1 " માં આવતી પ્રવૃતિઓ લાવ્યા છીએ.જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

 "વાયુની બનાવટ "

1-ઓક્સિજન વાયુની બનાવટ

સાધનો -કસનળી ,ટેસ્ટ ટ્યુબ હોલ્ડર,મીણબતી,અગરબતી,દીવાસળીની પેટી
પદાર્થ -પોટેશિયમ પર્મેંગેનેટ (KMnO4)

Image result for making oxygen gas experiment

રીત -
1-એક કસનળી લો.
2-તેમાં પોટેશિયમ પર્મેંગેનેટ (KMnO4) નો થોડો ભૂકો નાખો
3-તે કસનળીને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરવડે પકડી મીણબતી વડે તળિયેથી ગરમ કરો 
4-કસનળીમાંનો પોટેશિયમ પર્મેંગેનેટ (KMnO4)  ગરમ થતા તડ તડ અવાજ આવે છે.પોટેશિયમ પર્મેંગેનેટ (KMnO4) નું ગરમીથી વિઘટન થઇ ઓક્સિજન વાયુ ઉત્પ્પન થાય છે.
5-કસનળીમાં ધુમાંયમાન અગરબતી થોડા સમય સુધી રાખી અવલોકન કરો 

અવલોકન -કસનળીમાં ધુમાંયમાન અગરબતી થોડા સમય સુધી રાખતા તે જ્યોત સાથે સળગે છે.

નિર્ણય -પોટેશિયમ પર્મેંગેનેટ (KMnO4) ને ગરમ કરતા તેનું વિઘટન થઇ ઓક્સિજન વાયુ ઉત્પ્પન થાય છે.ઓક્સીજન વાયુ દહન પોષક છે.
નોંધ -કસનળીમાં ધુમાંયમાન અગરબતી થોડા સમય સુધી રાખતા તે જ્યોત સાથે સળગે છે કારણ કે ઓક્સીજન વાયુ સળગતી વસ્તુના દહનમાં મદદરૂપ થાય છે.ઓક્સીજન ની હાજરીમાં અગરબતી ઝડપથી અને સરળતાથી સળગે છે.પરિણામે કસનળીમાં ધુમાંયમાન અગરબતી થોડા સમય સુધી રાખતા તે જ્યોત સાથે સળગે છે.

* ઓક્સીજન વાયુના ભૌતિક ગુણધર્મો 
1-તે રંગહીન,ગંધહીન અને સ્વાદહીન વાયુ છે.
2-તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે.
3-તે દહન પોષક વાયુ છે.
4-તે ભૂરા કે લાલ લીટમસ પત્ર પર અસર કરતો નથી.તેથી તે લીટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે.

* ઓક્સીજન વાયુના ઉપયોગો 
1-પર્વતારોહણ કરનારા પર્વતારોહકો અને ઊંડા પાણીમાં ડૂબકી મારનારા મરજીવા શ્વાસમાં લેવા ઓક્સિજનના સિલીન્ડર સાથે રાખે છે.
2-ન્યુમોનિયા અને ફેફસાના રોગના દરદીઓને શ્વાસની તકલીફ દૂર કરવા ઓક્સિજન વાપવામાં આવે છે.
3-ઊચું તાપમાન મેળવી શકાય તેવી ઓક્સિ - હાઇડ્રોજન અને ઓક્સિ - એસિટિલિન જ્યોત ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે .(આ જ્યોતની મદદથી કાપી તેમજ સંધી શકાય છે )
4-હવામાં રહેલો ઓક્સિજન સજીવોના શ્વસનમાં અને પદાર્થોના દહાનમાં ઉપયોગી થાય છે .(પાણીમાં ઓગળેલો ઓક્સિજન જળચર પ્રાણીઓના શ્વસનમાં ઉપયોગી છે.)
5-નાઈટ્રીક એસીડ અને સલ્ફ્યુરિક એસીડ જેવા રસાયણો ના ઉત્પાદન માં ઓક્સીજન જરૂરી છે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ઉપરના પ્રયોગનો વિડીયો જોવા માટે  અહી ક્લિક કરો
Share: