અવનવા કૂતરાઓ

મિત્રો અહી કુતરાઓના અવ નવા વિક્રમો અને વિશેષતાઓ વિષે માહિતી આપવામાં આવી છે.

1- સૌથી મોટો કૂતરો 

ઊંચાઈ માટે પ્રખ્યાત કુતરાઓ આઈરીસ વુલ્ફહાઉન્ડ અને ગ્રેટ ડેન એમ બે જાતના છે.મહતમ 99 સેમી એટલે કે સવા ત્રણ ફૂટ ના.


Image result for irish wolfhound


Image result for great dane dog

અત્યારે વિશ્વ રેકોર્ડ ધરાવતો કુતરો જાયન્ટ જ્યોર્જ નામનો ગ્રેટ ડેન છે.આ કુતરો 1.9 મીટર નો છે.વજન 111 કિગ્રા.ગ્રેટ ડેનની ખાસિયત એ છે કે શરીર અત્યંત કદાવર હોવા છતાં સ્વભાવ નો તે મારકણો હોતો નથી.

Image result for giant george great dane

જાયન્ટ જ્યોર્જ

2-સૌથી નાનો કુતરો 

સૌથી નાનો કુતરો શિવાવા જાત નો કુતરો છે.આ કુતરો પુખ્ત વયે પણ ગલુડિયા કરતા મોટો લાગતો નથી.વિશ્વ નો સૌથી નાનો શિવાવા કુતરા ની માહિતી....નામ-Boo Boo મસ્તક થી પૂંછડી સુધીની લંબાઈ 16.5 સેમી અને ઊંચાઈ 10 સેમી તેમજ વજન 680 ગ્રામ.ઉમર-6 વર્ષ.

Image result for chihuahua dog

Image result for chihuahua dog

3-સૌથી દુર્લભ કુતરો 

સૌથી દુર્લભ કુતરા ની વસ્તી 100 કરતા પણ ઓછી છે.ઈ.સ.1900 માં ચિનુક જાતના કુતરાની જગત વ્યાપી વસ્તી 300 હતી.1966 બાદ વસ્તી આંક ઘટીને 125 થયો.1978 માં ફક્ત 28 જ બાકી રહ્યા ત્યારે ગીનેસ બુકે જગત ના સૌથી દુર્લભ કુતરા તરીકે નો ચિનુક નો રેકોર્ડ દર્જ કર્યો .આજે ચીનુક ની સંખ્યા સારી એવી છે.માટે સૌથી દુર્લભ કૂતરાનો રેકોર્ડ તેના નામે નથી.આ રેકોર્ડ ન્યુ ગીની ટાપુના સિંગિંગ ડોગ પ્રકારના કુતરાના નામે છે કેમ કે આજે તેમની વસ્તી સમગ્ર વિશ્વમાં માત્ર 100 જેટલી પણ નથી.

Image result for singing dog new guinea

 સિંગિંગ ડોગ

4-સૌથી વજનદાર કુતરો 

સૌથી વજનદાર કુતરા અનુક્રમે સેન્ટ બર્નાર્ડ અને માંસ્તિફ જાતના છે.1982 માં જન્મેલ શ્વાર્ટ્ઝવોલ્ડ હોફ નામના સેન્ટ બર્નાર્ડ જાતનો કુતરો પુખ્ત વયે 140.6 કિગ્રા નો થયો હતો.જયારે 1981 માં જન્મેલા આલ્કામા ઝોર્બા નામના માંસ્તિફ જાતના કુતરાનું વજન 144.6 કિગ્રા હતું.

Image result for saint bernard dog

સેન્ટ બર્નાર્ડ

Image result for mastiff dog

માંસ્તિફ

5-સૌથી ખતરનાક કુતરો 

સૌથી ખતરનાક કુતરો બુલ ટેરીઅર છે.યુરોપ-અમેરિકી દેશોમાં લગભગ 50,000 બુલ ટેરીઅર છે,જેમણે અત્યાર સુધી સેંકડો માણસોને પોતાના વિકરાળ જડબા વડે ચીરી નાખ્યા છે.આ કુતરા ને છંછેડો નહિ ત્યાં સુધી તેનું મગજ શાંત રહે છે.આ કુતરાને એકીટસે જોયા કરો,તેની હાજરીમાં ઊંચા અવાજે સાદ પાડો,કેસેટ વગાડો,મોટર સાયકલને કિક મારો એટલે તરત આ કુતરા ના મગજમાં એલ-ટાયરોસીન નામનું ઝેરી રસાયણ ઉત્ત્પન થાય છે.કુતરો એવા ઝનુને ચડે કે સામી વ્યક્તિ પર ત્રાટકી માંસના લોચા કાપીને જંપે.એ પછી મગજ માં રસાયણ નો પ્રભાવ ઘટવા માંડે એટલે તે પાછો ડાહ્યો ડમરો થઇ જાય છે.
Image result for bull terrier dog attack

બુલ ટેરીઅર

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share: