વાયુની બનાવટ-નાઈટ્રોજન વાયુ-ભાગ-4

નમસ્કાર મિત્રો

અહી અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ -8 ના સેમ -2 ના પ્રથમ પ્રકરણ  "વાયુની બનાવટ ભાગ-1 " માં આવતી પ્રવૃતિઓ લાવ્યા છીએ.જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.


 "વાયુની બનાવટ "

* નાઈટ્રોજન વાયુની બનાવટ 

સાધનો-પારદર્શક કાચની બોટલ,ત્રીપાઈ,તારની જાળી,સ્પીરીટ લેમ્પ 
પદાર્થ- એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર),સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) નું દ્રાવણ 

Image result for making of nitrogen with NH4Cl and NaNO2

રીત-
1- એક પારદર્શક કાચની બોટલ લો 
2-તેમાં એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર) અને સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) નું દ્રાવણ લો 
3-કાચની બોટલને સ્પીરીટ લેમ્પ વડે ગરમ કરો 
4-એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર) અને સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઇ નાઈટ્રોજન વાયુના પરપોટા નીકળતા દેખાય છે 

* નાઈટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો 
1-તે રંગહીન,ગંધ હીન,સ્વાધીન વાયુ છે 
2-તે દહનશીલ કે દહન પોષક નથી 
3-તે લીટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે 

* નાઈટ્રોજન વાયુના ઉપયોગો 
1-તે હવામાં ઓક્સીજન ની ક્રિયાશીલતા ઓછી કરે છે 
2-તે નિષ્ક્રિય વાતાવરણ કરવા માટે ઉપયોગી છે 
3-ફિલ્મ તેમજ નાટકોમાં કૃત્રિમ ધુમાડો કે વાદળો બનાવવા માટે 
4-કેટલાક વાહનો ના ટાયરોમાં ટ્યુબ માં નાઈટ્રોજન વપરાય છે 
5-કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ તેના પર રહેલા એક પ્રકારના બેક્ટેરિયા વડે નાઈટ્રોજન નો ઉપયોગ કરી પ્રોટીન યુક્ત ખોરાક બનાવે છે 
6-એમોનીયા,યુરીયા,નાઈટ્રીક એસીડ જેવા રસાયણો બનાવવા માટે જરૂરી છે 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


Share: