માનવ શરીરની જાણવા જેવી વિસ્મયકારક વિગતો ભાગ-2

નમસ્કાર મિત્રો 
અહી આ વિભાગ માં હું આપના માટે માનવ શરીરના વિવિધ અવયવો નો એક અલગ રીતે પરિચય કરાવતો માહિતી લેખ રજુ કરી રહ્યો છું.


માનવ શરીરની વિસ્મયકારક વિગતો ભાગ-2

1-આપણા શરીરમાં બધું મળીને 206 હાડકા છે.દરેક હાડકું અત્યંત મજબુત છે-અને તે મજબુત હોવું જરૂરી પણ છે,કેમ કે શરીરના જે તે ભાગનો બોજો તેમણે ખમવાનો હોય છે.જેમ કે 70 કિગ્રા ની વ્યક્તિ ચાલતી હોય ત્યારે તેના સાથળ ના હાડકાને દર ચોરસ સેમી એ 840 કિગ્રા નું જબ્બર દબાણ વર્તાય છે.દોડતી કે કુદતી વખતે તો દબાણ ગુણાકાર માં વધી જાય છે.નવાઈ ની વાત તો એ છે કે રોજરોજ સખત દબાણ ખમી લેતા હાડકા પોતે વજનમાં અત્યંત હળવા છે.શરીરના વજનમાં તેમનો ફાળો 16% થી વધુ હોતો નથી.

Image result for skeleton

2-સૌથી મોટું અને વજનમાં ચામડી પછી બીજા ક્રમનું અવયવ યકૃત છે.પુખ્ત વ્યક્તિનું યકૃત 1560 ગ્રામ વજન ધરાવે છે.લોહીનો 10% પુરવઠો કોઈ પણ સમયે યકૃતમાં મોજુદ હોય છે.

Image result for human lever

3-દર મિનિટે 70 વખત ધબકતું હૃદય કલાકમાં 4200 વખત,દિવસમાં 1,00,800 વખત,એક વર્ષમાં 3,67,92,000 વખત અને 70 વર્ષના આયુષ્યમાં 2,57,54,40,000 વખત ધબકી ચુક્યું હોય છે.પ્રત્યેક ધબકારે હૃદય જરા વિસ્તરે છે અને ત્યારે થોડી ઘણી ઊર્જા મુક્ત કરે છે.24 કલાક દરમિયાન હૃદયે મુક્ત કરેલ ઊર્જા ને જો કોઈ કાર્યમાં લગાડી હોય તો 900 કિગ્રા ના વજન ને 41 ફૂટ જેટલો ઉઠાવી શકે છે.

Image result for actual human heart

4-શરીરને ઓક્સિજન યુક્ત હવાનો ક્યારે કેટલો પુરવઠો જોઈએ તે હવે જોઈએ.પથારીમાં આરામ ફરમાવતી વખતે દર મિનિટે 7.5 લીટર,નિરાંતે બેઠા ય ઉભા હોવ ત્યારે મિનીટ દીઠ 15 લીટર,ચાલતી વખતે 22 લીટર અને દોડતી વખતે તો પુરા 48 લીટર ઓક્સીજન યુક્ત હવા લે છે.

5-લોહીનો દરેક રક્તકણ તેના 120 દિવસની આવરદા દરમિયાન આખા શરીરમાં 1,72,000 વખત ભ્રમણ કરી કુલ 1100 કિલોમીટર નું અંતર કાપી નાખે છે.શરીરમાં દર સેકન્ડે 80,00,000 લેખે દિવસ ભર માં 28.8 અબજ રક્તકણો મારી પરવારે છે.તેની સામે પ્રતિદિન 207 અબજ નવા રક્તકણ પેદા થઇ એ ઘટ સરળતા થી પૂરી દે છે.

Image result for blood cell


ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો

Share: