વાયુની બનાવટ-હાઈડ્રોજન વાયુ ભાગ-3

નમસ્કાર મિત્રો

અહી અમે આપના માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ -8 ના સેમ -2 ના પ્રથમ પ્રકરણ  "વાયુની બનાવટ ભાગ-3 " માં આવતી પ્રવૃતિઓ લાવ્યા છીએ.જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. "વાયુની બનાવટ "

1-હાઈડ્રોજન   વાયુની બનાવટ

સાધનો- કસનળી,ટેસ્ટ ટ્યુબ હોલ્ડર,દીવાસળી 
પદાર્થ - મેગ્નેશિયમ ના ટુકડા,હાઈડ્રોક્લોરિક એસીડ 
Image result for making of hydrogen gas

રીત
1-એક કસનળી લો 
2-તેમાં મેગ્નેશિયમ ના થોડા ટુકડા નાખો 
3-મેગ્નેશિયમ ના ટુકડા પર થોડો હાઈડ્રોક્લોરિક એસીડ ઉમેરો 
4-મેગ્નેશિયમ ના ટુકડા અને હાઈડ્રોક્લોરિક એસીડ વચ્ચે પ્રક્રિયા થઇ હાઈડ્રોજન વાયુ ઉત્પ્પન થાય 
છે 
5-કસનળીના મો પાસે સળગતી દીવાસળી રાખી તેનું અવલોકન કરો 

અવલોકન-કસનળીના મો પાસે સળગતી દીવાસળી રાખતા હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે.કેમ કે તે વાયુ દહનશીલ છે 

ચેતવણી-હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગતો હોવાથી પ્રયોગ વખતે હાઈડ્રોજન વાયુ જરૂર જેટલો ઉત્પન્ન થાય તે માટે HCl મંદ અને ઓછા પ્રમાણમાં લેવો તેમજ શિક્ષકો એ પ્રયોગ વખતે ખાસ કાળજી લેવી

* હાઈડ્રોજન વાયુ ના ભૌતિક ગુણધર્મો 

1-તે રંગહીન,ગંધ હીન,સ્વાદહીન વાયુ છે 
2-તે હવા અને બીજી વસ્તુ કરતા હલકો છે 
3-તે દહનશીલ છે.
4-તે લીટમસ પ્રત્યે તટસ્થ છે 

* હાઈડ્રોજન વાયુ ના ઉપયોગો 

1-બલુન માં ભરવા માટે 
2-રોકેટમાં બણતણ તરીકે 
3-વિદ્યુત મેળવવા માટે 

 ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

ઉપરના પ્રયોગનો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો

Share: