નોબેલ પ્રાઈઝ વિશે જાણવા જેવી અજાણી માહિતી

નમસ્કાર મિત્રો 

આજ રોજ તા.10 ડીસેમ્બર આલ્ફ્રેડ નોબેલ ની 120 મી પુણ્ય તિથી છે.આલ્ફ્રેડ નોબેલ ડીસેમ્બર 10,1896 ના રોજ અવસાન પામ્યો હતો.તેથી આજ ના દિવસે સ્વિડન ના પાટનગર સ્ટોકહોમ માં વિજેતાઓને નોબેલ પ્રાઈઝ આપવાનો વિધિવત સમારંભ યોજાય છે.આ નિમિતે નોબેલ પ્રાઈઝ વિષે અહી થોડી માહિતી મેળવીએ

Image result for alfred nobel

1-ડાયનામાઈટ ની શોધ કરનાર અને જગતના ઘણા દેશોમાં તેની ફેકટરીઓ સ્થાપનાર અપરિણીત શોધક આલ્ફ્રેડ નોબેલ સ્વભાવે "મની-માઈન્ડેડ "હતો.મૃત્યુ પછી બધી મિલકત પોતાના માનીતા ભત્રીજાઓને વારસામાં આપવાને બદલે ઇનામ વિતરણ નો ખ્યાલ તેના મગજમાં ભાગ્યે જ આવ્યો હોત,એક ફ્રેંચ અખબારે નોબેલ ના જીવતા જીવત તેની મરણ નોંધ ભૂલથી છાપી દીધી.અખબારે "મોતના સોદાગર નું મૃત્યુ "એવા શીર્ષક સાથે સમાચાર નું પ્રથમ વાક્ય એમ લખ્યું કે-"માણસો નું ઝડપી મોત નીપજાવીને પૈસાદાર બનેલ ડો.આલ્ફ્રેડ નોબેલ નું ગઈ કાલે અવસાન નીપજ્યું છે."આ સમાચાર વાંચીને નોબેલ ગુસ્સે થયો અને પોતાની નકારાત્મક છાપ ભૂંસી નાખવા અને ગૌરવ પૂર્ણ યાદગીરી છોડી જવા તેણે વસિયત નામું બનાવ્યું.તેમાં તેણે પોતાની કુલ સંપતિના 94% જેટલી સંપતિ ભૌતિકશાસ્ત્ર ,રસાયણશાસ્ત્ર,તબીબીશાસ્ત્ર,સાહિત્ય અને વિશ્વ શાંતિ એ પાંચ ક્ષેત્રો માં યોગદાન આપનાર યોગ્ય વ્યક્તિઓને પારિતોષિક એનાયત કરવા માટે અનામત રાખી

Image result for alfred nobel

2-નોબેલ ઇનામ નો વિજેતાઓને અપાતો રકમનો આંકડો એક સરખો જળવાતો નથી.રકમ બદલાતી રહે છે કેમ કે ઇનામની રકમ આલ્ફ્રેડ નોબેલે સ્થાપેલા ફાઉન્ડેશન ને તેના મૂડી રોકાણ દ્વારા થતી આવક પર અવલંબે છે,જેનું ધોરણ એક સરખું જળવાતું નથી.એક સમયે વિજેતાને 31000 ડોલર મળતા,પછી તે વધીને 62000 ડોલર થયો,તો આજે રકમ અંદાજે 13,00,000 ડોલર કરતા પણ વધુ છે.વિજેતા બે હોય તો તેમની વચ્ચે રકમ વહેંચી દેવામાં આવે છે.

3-કોઈ વિજેતા કદાચ ઇનામ લેવાની ના પાડે તો પણ નોબેલ સમિતિ ના ચોપડે તેનું નામ વિજેતા તરીકે દર્જ રહે છે.

4-ભૌતિકશાસ્ત્ર ,રસાયણશાસ્ત્ર,તબીબીશાસ્ત્ર,સાહિત્ય અને વિશ્વ શાંતિ એ પાંચ ક્ષેત્રો ઉપરાંત અર્થશાસ્ત્ર ના ક્ષેત્રે પણ હવે નોબેલ ઇનામ અપાય છે,જે 1998 ના વર્ષમાં મૂળ ભારતના અમર્ત્ય સેનને પણ મળ્યું.આ ઇનામ બેંક ઓફ સ્વિડને દાખલ કર્યું અને તેના માટેનું ભંડોળ પણ આપ્યું.

Image result for amartya sen

અમર્ત્ય સેન
5-શાંતિના નોબેલ પુરસ્કાર માટે ગાંધીજીનું નામ 1937 થી 1948 સુધીમાં કુલ પાંચ વખત સુચવાયું હતું,પણ એકેય વાર તે પસંદગી ન પામ્યું.પ્રતિ સ્પર્ધી સામે ગાંધીજી હારી ગયા તેવું પણ ન હતું,કેમ કે 1939 અને 1948 એમ બે વર્ષો સાવ કોરા ગયા હતા કે કોઈ વ્યક્તિને શાંતિનું નોબેલ પ્રાઈઝ માટે યોગ્ય ગણવામાં આવ્યા નહોતા.કહેવાય છે કે 1948 માં સમિતિએ ગાંધીજીના નામને સ્વીકૃતિ આપવાનું નક્કી કરેલું,પણ તેમના આકસ્મિક મૃત્યુને કારણે સમિતિએ પોતાનો વિચાર બદલ્યો 

6-ભૌતિકશાસ્ત્ર સહિતના પાંચ નોબેલ પુરસ્કારો સ્વિડન ના પાટનગર સ્ટોકહોમ માં અપાય છે.શાંતિના નોબેલ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી સ્વિડન ને બદલે નોર્વે માં થાય છે.નોર્વેની પાર્લામેન્ટે નીમેલી સમિતિ એ કાર્ય સંભાળે છે.વિજેતાને શાંતિનું ઇનામ પણ સ્વિડન ના સ્ટોકહોમ ને બદલે નોર્વેના ઓસ્લો નગરમાં અપાય છે.

7-નોબેલ ઇનામના વિજેતાને નગદ રકમ ઉપરાંત લગભગ 200 ગ્રામ વજન નો અને 66 મિલી મીટર વ્યાસ નો ચંદ્રક અપાય છે.ચંદ્રક બનાવવા માટે 1980 સુધી 23 કેરેટ જેટલી શુદ્ધતા વાળું સોનું વપરાતું,પણ હવે 18 કેરેટના સોના પર સો ટચનો 24 કેરેટના સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે.વિજેતાનું નામ પણ કોતરેલું હોય છે.

Image result for nobel prize

Image result for nobel prize

8-ઈ.સ.1930 માં ભારતના જાણીતા વિજ્ઞાની ડો.સી.વી.રામન ને ભૌતિકશાસ્ત્ર નું નોબેલ પ્રાઈઝ મળવા અંગે ગળા સુધી ખાતરી હતી.1930 ના વર્ષ માટે નોબેલ પારિતોષિક જાહેર થાય એ પહેલા જ સી.વી.રામને સ્વીડનના પાટનગર સ્ટોકહોમ પહોંચવા માટે સ્ટીમર ની ટીકીટ બૂક કરાવી લીધી હતી.ભૌતિકશાસ્ત્ર ને લગતો એ વર્ષનો નોબેલ ખિતાબ તેમને મળ્યો પણ ખરો.આને કહેવાય આત્મવિશ્વાસ !!!!

Image result for c.v.raman

1901 માં પ્રથમ નોબેલ પ્રાઈઝ આપવાની શરૂઆત થઇ હતી.પ્રથમ વિજેતાઓ ની નામાવલી નીચે મુજબ છે.

1-ભૌતિકશાસ્ત્ર -Wilhelm Conrad Röntgen

Roentgen2.jpg

2-રસાયણશાસ્ત્ર -Jacobus Henricus van 't Hoff, Jr.

Jacobus van 't Hoff by Perscheid 1904.jpg

3-તબીબીશાસ્ત્ર -Emil Adolf von Behring

Emil von Behring sitzend.jpg

4-સાહિત્ય -René François Armand (SullyPrudhomme

Sully Prudhomme, René-François-Armand, BNF Gallica.jpg

5-શાંતિ -Henri Dunant અને Frédéric Passy

Henry Dunant-young.jpg

                                                                                                Henri Dunant

Frederic Passy.jpg

                                                                                                 Frédéric Passy


ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો




Share: