માનવ શરીરની જાણવા જેવી વિસ્મયકારક વિગતો ભાગ-1

નમસ્કાર મિત્રો 
અહી આ વિભાગ માં હું આપના માટે માનવ શરીરના વિવિધ અવયવો નો એક અલગ રીતે પરિચય કરાવતો માહિતી લેખ રજુ કરી રહ્યો છું.

માનવ શરીરની વિસ્મયકારક વિગતો 

1-માનવ શરીરને જો જગતનું સૌથી સંકીર્ણ મશીન ગણો તો આ મશીન નું સંચાલન કરતુ CPU મગજ છે.જેમાં વિવિધ પ્રકારના સંદેશા વિદ્યુત સિગ્નલ રૂપે ઉત્પ્પન થઈને આખા શરીરમાં પથરાયેલા ટોટલ 1,50,000 કિલોમીટર લાંબા જ્ઞાન તંતુઓ ના નેટવર્કમાં સતત વહેતા રહે છે.ધાતુના બનેલા ઇલેક્ટ્રિક કેબલ માં વિદ્યુતનું વહન પ્રકાશ વેગ ના 96% લેખે થતું હોય તો ,શરીરના જ્ઞાનતંતુઓ માં વહેતા સિગ્નલો ની ઝડપ સેકંડ દીઠ 0.11 કિમી થાય.શરીર ની કોઈ પીડા નો સંદેશ હોય તો તેનો વેગ 0.001 કિમી પ્રતિ સેકંડ કરતા વધારે હોતો નથી!
Image result for brain

2-મગજના કોષોને બાદ કરતા માનવ શરીરમાં જુદા જુદા 200 પ્રકારના કોષોની સંખ્યા 50 અબજ જેટલી છે.ઘણા ખરા કોષોનો વ્યાસ 0.02 મીલીમીટર કરતા વધુ નથી.આમ છતાં શરીરના બધા કોષો ને એક જ હરોળ માં અડો અડ ગોઠવવામાં આવે તો 1000 કિમી લાંબી લાઈન બને.આ અંતર અમદાવાદ થી દિલ્હી જેટલું થયું!!

Image result for body cells

3-સીતેર વર્ષની ઉમર દરમ્યાન સરેરાશ વ્યક્તિ 60,000 લીટર પાણી અને 25 ટન જેટલો ખોરાક પોતાના શરીરને ઉર્જા રૂપે આપે છે.આ ઉર્જાના દહન થી પ્રાપ્ત થતી રસાયણિક ઉર્જા વિવિધ બાયોલોજીકલ કાર્યોમાં વપરાય છે.એક કાર્ય ચાલવાનું પણ ખરું।માણસ સીતેર વર્ષની ઉમરે પહોંચે ત્યાં સુધીમાં તેણે કુલ 22,500 કિમી નો પગ પાળા પ્રવાસ ખેડી નાખ્યો હોય છે.

Image result for body energy

4-માનવ હૃદય દર મીનીટે સરેરાશ 72 વખત ધબકે છે અને દરેક ધબકારે 59 ઘન સેમી લોહીનું પમ્પીંગ કરે છે.આ હિસાબે 70 વર્ષના સમય ગાળામાં માણસનું હૃદય 15,50,00,000 લીટર લોહીનું પમ્પીંગ કરી ચુક્યું હોય છે.આટલો જથ્થો 10 બોઇંગ -747 જમ્બો જેટ ની ફયુલ ટેન્કને 70 વર્ષ સુધી દર વર્ષે એકેક વખત છલોછલ ભરી દે !!

Image result for human heart

5-શરીરનું સૌથી વજનદાર અવયવ ત્વચા છે.70 કિગ્રા ના સરેરાશ વ્યક્તિની ત્વચાનું વજન 10,880 ગ્રામ હોય છે.સપાટ લાદી પર આ ત્વચા પાથરી દીધી હોય તો 1.8 ચોરસ મીટરના વિસ્તારને તે આવરી લે.ચામડીનું Epidermis કહેવાતું બાહ્ય પડ ચાર જુદા જુદા આવરણો નું બનેલું છે.સૌથી ઉપરનું આવરણ બારીક ફોતરીઓ રૂપે ખરતું જાય છે તેમ નીચેના આવરણ ના કોષો ધીમે ધીમે સપાટી તરફ આવતા જાય છે.થોડા સમય બાદ એ કોષો પણ મરીને ખરી પડે છે.આવી રીતે પુખ્ત વયની વ્યક્તિ એક કલાકમાં ત્વચાના 6,00,000 કોષો ગુમાવે છે.

Image result for human skin diagram

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Share: