એફિલ ટાવરની અજાણી વાતો

જગતમાં આકાશને આંબી જતા બાંધકામો અનેક થયા છે,પણ ઘણા વર્ષ થયે અડીખમ ઉભેલા એફિલ ટાવરની ભવ્યતા સામે એકેય બાંધકામ નો ક્લાસ નથી.એફીલના મિનારાને જોયા પછી ભલભલા કુશળ ઇજનેરો તેની અફલાતુન રચના પર આફ્રીન થઇ જાય છે.પેરિસના લોકો આજે પણ પેરિસને આ મહામુલી ભેટ આપનાર ગુસ્તાવ એફિલ ને હજુ પણ ભૂલ્યા નથી.કેમ કે તેને બાંધેલા આ ટાવર થી જ આખા વિશ્વમાં પેરીસ નું નામ ગુંજતું થયું છે.આજેય પેરીસનું નામ પડે ત્યારે પહેલા  એફિલ ટાવર જ યાદ આવે છે.
એફિલ ટાવર વિષે અહી થોડી અજાણી માહિતી આપવામાં આવી છે જે આપને ઉપયોગી થશે.

Image result for gustave eiffel

ગુસ્તાવ એફિલ

1-પેરીશના રહેવાસીઓ લંડન ને બદલે પોતાના શહેર ને આખા વિશ્વમાં મોખરાનું સ્થાન મળે તે માટે તેમણે વિશ્વ મેળાનું આયોજન કર્યું અને આ મેળામાં બધાને આકર્ષી શકે તેવું કઈક નવીન બાંધકામ કરવાનું નક્કી કર્યું. અને આ બાંધકામ ને 20 વર્ષ બાદ નાબુદ કરવાનું હતું
2- કેવા પ્રકારનું બાંધકામ કરવું તે કોઈને સુજતુ નહોતું ત્યારે ફ્રાન્સના બાહોશ  એન્જીનીયર ને આ કામ સોપવામાં આવ્યું જેનું નામ ગુસ્તાવ એફિલ હતું.ગુસ્તાવ એફિલ તે સમયે ખુબ જ ખ્યાતી પ્રાપ્ત એન્જીનીયર ગણાતો હતો 
3-તેને દિવસો સુધી વિચાર્યા બાદ કાગળો પર ઘણા આલેખનો કાર્ય અને અંતે તે એક ભવ્ય મિનારા ની ડિજાઇન પર આવ્યો અને તેને સરકાર ને આ ડીઝાઈન બતાવી ત્યારે સરકારને આ ડીઝાઈન ખુબ જ પસંદ પડી અને તરત જ બાંધકામ માટે ભંડોળ આપી દીધું 

Image result for eiffel tower


4-મિનારાનું બાંધકામ ગુસ્તોવે 1887 માં શરુ કરાવી દીધું જે માટે તેણે 40 ઇજનેરો તથા 250 જેટલા કારીગરોને કામે લગાડ્યા
5-ડીઝાઈન ને આધારે ધીમે ધીમે મિનારો તેનો સચોટ આકાર લેવા માંડ્યો,જેમ ચણતર આગળ વધ્યું તેમ ગુસ્તાવ તેમાં ફેરફાર પણ કરાવતો ગયો 14 મહિનાના સખત પરિશ્રમ બાદ એ ટાવરના ફક્ત ચાર પાયા માંડ તૈયાર કરાવી શક્યો 

Image result for eiffel tower

Image result for eiffel tower


6-આ પાયા જોકે નાના સુના ના હતા.સીન નદીના કિનારે 168000 ચોરસ ફીટમાં તે ફેલાયેલા હતા.પોલાદના 15000 બીમ ને કુલ 25 લાખ નટ બોલ્ટ વડે એક બીજા સાથે ફીટ કરવામાં આવ્યા હતા.
7-એક વર્ષની મહેનત બાદ મિનારો માત્ર 187 ફીટ જ ઉંચો બન્યો હતો જે 984 ફીટ ઉંચો બનાવવાનો ગુસ્તાવનો પ્લાન હતો.

Image result for eiffel tower


8-મિનારો 400 મીટરના લેવલે પહોંચ્યો ત્યારે ગુસ્તાવને થયું કે મુલાકાતી પર્યટકો અને પગથીયા ચડીને થાક્યા બાદ આરામ કરી શકે એ માટે મિનારાની બરાબર અધવચ્ચે ખની પીણીની હોટેલ નો બંદોબસ્ત હોવો જોઈએ.એક સાથે 110 લોકો આરામ થી બેસી ભોજન લઇ શકે એવડી મોટી હોટેલ બનાવવાનો પ્લાન તેણે કર્યો
9-અહી 400 ફીટના લેવલે શાંત વાતાવરણ માં દિવસે આખું શહેર અને મોદી સાંજે આખા શહેરની દીવાબતી નજરે ચડતી હોય તેવા વાતાવરણ માં ભોજન લેવાનો એક અનોખો આનંદ હોય છે.
10-આખરે 2 વર્ષ,2 માસ અને 2 દિવસ પછી એટલે કે 1889 માં આ મિનારાનું બાંધકામ પૂરું થયું. મિનારા માટે 7340 ટન પોલાદ વાપરણું હતું.જમીન થી તેની ટોચ હવે 984 ફીટના લેવલે હતી.તે ટોચ સુધી પહોંચવા માટે કુલ 1792 પગથીયા હતા.

Image result for eiffel tower


11-મે,1889 માં 21 તોપો ની સલામી સાથે આ ટાવર નું ઉદઘાટન કરવામાં આવ્યું.મિનારાની ટોચ પર ફ્રાન્સ નો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો.ફ્રેન્સ સરકારે ગુસ્તાવ ની લગન અને મહેનત ને જોઇને આ ટાવર નું નામ એફિલ ટાવર રાખ્યું
12-જગત ભાર ના લોકો મેળા કરતા તો આ ટાવરની મુલાકાત માટે ફ્રાન્સ આવવા લાગ્યા.શરૂઆત ના 8 જ મહિનામાં લગભગ 20 લાખ લોકો એ એફિલ ટાવર ની મુલાકાત લીધી.પરિણામે ટાવર ને જોવાની ટીકીટો નું એટલું બધું વેચાણ થયું કે જોત જોતામાં બાંધકામ નો ખર્ચ વસુલ થઇ ગયો 
13-દર વર્ષે લાખો પ્રવાસીઓ પેરીસ ની મુલાકાત માત્ર આ ટાવર ને જોવા માટે કરે છે.20વર્ષ બાદ તેને તોડી નાખવાનો પ્લાન હતો પણ તેની ખ્યાતી ને ધ્યાન માં રાખી સરકારે તેને જાળવી રાખવાનું નક્કી કર્યું
14-1939 માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હિટલરે ફ્રાન્સ પર કબજો મેળવ્યો.એફિલ ટાવર પર લહેરાતો ફ્રાન્સ નો રાષ્ટ્ર ધ્વજ ઉતારી ગયો અને હિટલરનો સ્વસ્તિક વાળો ધ્વજ લહેરાવવામાં આવ્યો 
15-આખરે 1945 માં જર્મનો હાર્યા ત્યારે ટાવર પર ફરી ફ્રાન્સ નો ધ્વજ ફરક્યો.આઝાદી ની ખુશી માં ફ્રેન્ચોએ ટાવર નું રંગ રોગન કરાવ્યું.કુલ 30,000 કિલોગ્રામ જેટલો કેસરી ઓઈલ પેઈન્ટ વપરાયો .એ પછી ના વર્ષો માં તો અનેક વાર ટાવરનો રંગ બદલવામાં આવ્યો

Image result for eiffel tower


16-આજે દર રોજ સરેરાશ 20000 કરતા વધુ લોકો ટાવરની મુલાકાત લે છે.ટાવર ના સંચાલન અને સંભાર માટે 400 કરતા વધુ કર્મચારીઓ રોકવામાં આવ્યા છે.જેમને ઘણા ખરા તો ટાવર નીચે જમા થતા 7 ટન કચરાને વીણવાનું કામ કરે છે.
17-દર 7 વર્ષે ટાવર ને ફરી રંગવામાં આવે છે અને તે રંગ કામ પૂરું થાય છે બીજા દોઢ વર્ષે.આવા બીજા અન્ય ખર્ચ નું ટોટલ 20 લાખ ડોલર જેટલું થાય છે.

મિત્રો જો આપ પેરીસ ગયા વગર એફિલ ટાવર પરથી પેરીસ શહેરને જોવા માંગતા હોવ તો અહી ક્લિક કરો

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો

Share: