ઇજનેરી દ્રષ્ટીએ ડેમના પ્રકારો

બંધ ઘણી જાત ના હોય છે પણ મુખ્ય પ્રકારો કુલ ચાર છે.નદીના જળપ્રવાહ નો વેગ અને જથ્થો,સામસામાં કાંઠા વચ્ચેનું અંતર,ખડકોની રચના,સંભવિત ધરતીકંપનું જોખમ,સિંચાઈ પ્રદેશ,સ્થળની ઉંચાઈ વગેરે અનેક બાબતોના ઇજનેરી રીતે લેખા જોખા કાર્ય બાદ નીચેના ચાર પૈકી યોગ્ય પ્રકારનો બંધ બાંધવા માટે પસંદગી કરવામાં આવે છે.

બંધ ના કુલ મુખ્ય પ્રકારો 
1-આર્ચ ડેમ 
2-બટ્રીસ ડેમ 
3-એમ્બેન્કમેન્ટ ડેમ 
4-કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ 

આ દરેક પ્રકાર વિષે નીચે માહિતી આપવામાં આવી છે.

1-આર્ચ ડેમ 

આ બંધ નો આકાર તેના નામ પ્રમાણે કમાન એટલે કે આર્ચ જેવો હોય છે.કમાન ની ફાંદ નદી તરફ રહે એ રીતે તેનું ચણતર કરવામાં આવે છે.ઊંડી નદીનો પ્રવાહ વેગીલો તેમજ વિપુલ હોય,પટ સાંકડો હોય અને સામસામાં કિનારા જ્યાં ઊંચા તેમજ મજબુત ખડકોના બનેલા હોય ત્યાં આર્ચ ડીઝાઈન વધુ અનુકુળ બને છે.

Image result for arch dam design

Image result for arch dam design

ઊંડી નદીના સાંકડા પટને ધ્યાનમાં લેતા સિમેન્ટ કોન્ક્રીટ ના પુષ્કળ માલ વાળો બંદ ચણી ના શકાય.તેથી ઇજનેરો પ્રમાણમાં ઓછી જાડાઈ નો આર્ચ ડેમ બાંધે છે.બંધની નદી મુખી કમાન પાણીના દબાણ ને મહદ અંશે જમણા-ડાબા ખડકો તરફ વાળી દે છે.પરિણામે બંધને ઝાઝું હાયદ્રોલીક પ્રેસર વર્તાતું નથી.બંધ ને બહુ તગડો પણ બનાવવો પડતો નથી તેથી ખર્ચ પણ બચી જાય છે.દરેક આર્ચ ડેમ જો કે સોએ સો ટકા આર્ચ ડેમ જ હોય તે જરૂરી નથી.અને સામાન્ય રીતે હોય પણ નહિ.વિપુલ જળ રાશી ની સહેજ પહોળી નદી પરના કમાનાકાર બંધ માટે પુષ્કળ કોન્ક્રીટ વાપરવું પડે,જેથી સખત પ્રેશર ને તેના વજન થકી ખામી લે.આ જાતનો હાઈબ્રીડ બંધ આર્ચ ગ્રેવિટી ડેમ કહેવાય છે.

ભારતમાં આવો આર્ચ ડેમ કેરાલા નો ઈડુક્કી ડેમ છે.

2-બટ્રીસ ડેમ 

આ જાતનો ડેમ નદીના પ્રવાહની વિરુધ દિશા તરફ દર 6 થી 12 મીટરના અંતરે ટેકા યાને બટ્રીસ ધરાવે છે.અભેરાઈ ના બ્રેકેટ જેવા એ ત્રિકોણાકાર ટેકા બંધને તેની પાછલી બાજુએ વર્તાતા પાણીના દબાણ સામે અડીખમ રહેવાનું પીઠ બળ આપે છે.દરેક ટેકાની કર્ણ ભુજા આશરે 45 અંશ નો ખૂણો બનાવે છે.પરિણામે સારું એવું પ્રેશર બંધની દીવાલ પર ઘટીને બટ્રીસ ના પાયા તરફ કેન્દ્રિત થાય છે.

Image result for buttresses dam in india

Image result for buttresses dam in india

3-એમ્બેન્કમેન્ટ ડેમ 

આ પ્રકાર જૂનામાં જુનો છે.એમ્બેન્કમેન્ટ નો અર્થ છે ઓવારો કે પાળો ,પરંતુ એ સીધોસાદો પ્રાથમિક શબ્દાર્થ આધુનિક યુગ ના એમ્બેન્કમેન્ટ ડેમ સાથે બંધ બેસતો ના આવે કે તેમનું બાંધકામ અગાઉ જેવું સરળ કે નાના પાયાનું રહ્યું નથી.બાંધકામ નું મટેરિયલ અને ચણતર ની રીત પણ બદલાય ગઈ છે.આ ડેમ ના બીજા ઘણા પેટા પ્રકાર પણ છે.અર્થ ફિલ ડેમ અને રોક ફિલ ડેમ તેના મુખ્ય પ્રકાર છે.અર્થ ફિલ ડેમ માટે પુષ્કળ કપચી અને માટી ખડકી તેમના 15 થી 30 સેમી જાડા થર ને ભારે વજન હેઠળ એકદમ સંગઠિત બનાવ્યા પછી ક્રમશ તેના પર બીજા થર રચવામાં આવે છે.બાહ્ય આવરણ તરીકે સિમેન્ટ કોન્ક્રીટ નો જાડો થર લગાવવામાં આવે છે.બંધ નો પાયો પહોળો રાખવામાં આવે છે.રોક ફિલ પ્રકાર માં મટીરીયલ તરીકે પથરા અને કાંકરા વપરાય છે.બાંધકામ ની રીત અર્થ ફિલ ડેમ જેવી જ છે.

Image result for embankment dam in india

Image result for embankment dam in india

4-કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ 

વિરાટ કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ વાળો કહી શકાતો બધ આ પ્રકારનો છે.જેના ગજબનાક દળ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વચ્ચે લગભગ અતુટ નાતો જામે છે.આ બંધ નો આડછેદ પણ બટ્રીસ ડેમ ડેમ ની જેમ ત્રિકોણાકાર હોય છે.પણ જળાશય ની વિરુધ દિશામાં દર થોડા અંતરે ટેકાનું આયોજન કરવાને બદલે ત્યાના આખા ઢોળાવે કોન્ક્રીટ ભરી દેવાય છે.પરિણામે કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ નો પાયો તેની ઉંચાઈના 65 ટકા થી 85 ટકા પહોળો હોય છે.આ બંધ ના ચણતર માટે ખુબ જ કોન્ક્રીટ જોઈએ એટલે ખર્ચ પણ વધી જાય છે.

ભારત નો સરદાર સરોવર ડેમ આ પ્રકાર નો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે.

Image result for concrete gravity dam in india

Image result for concrete gravity dam in india


ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


Share: