શાર્ક વિશેની અજાણી માહિતી

Image result for shark

જગતના મહાસાગરોમાં કુલ 250 પ્રકારની શાર્ક જોવા મળે છે.પરંતુ તેમાં મુખ્ય 3 પ્રકારની શાર્ક વધુ જાણીતી છે.
ગ્રેટ વ્હાઈટ શાર્ક 
વ્હેલ શાર્ક 
હેમર હેડ શાર્ક 
Image result for great white shark

ગ્રેટ વ્હાઈટ શાર્ક 

Image result for whale shark

વ્હેલ શાર્ક 

Image result for hammer head shark

હેમર હેડ શાર્ક 

મિત્રો અહી શાર્ક વિષે થોડી અજાણી માહિતી આપવામાં આવી છે જે આપને ઉપયોગી થશે 

  1. શાર્ક ગણાય છે તો માછલી પણ અમુક બાબતો માં તે માછલી કરતા જુદી છે.દરેક માછલીને શરીરમાં હાદ્પીન્જારનું માળખું હોય છે,જયારે શાર્કને નક્કર હાડપિંજર જ હોતું નથી.શાર્ક ને શરીરમાં અસ્થી ને બદલે કાસ્થી એટલે કે રબ્બર જેવા ટીસ્યુ હોય છે.શરીરને કસોકસ મઢી લેતી મજબુત ત્વચા ભીતરી અવયવોને યથાસ્થાને જાળવી રાખે છે.
  2. શાર્ક જો સતત તાર્યા ના કરે તો ડૂબવા માંડે છે. માછલી અને શાર્ક વચ્ચે તે બીજો ફરક છે.તારણ શક્તિ માટે કુદરતે દરેક માછલીને ગેસ ચેમ્બર જેવી સ્વીમ બ્લેડર જેવી સગવડ આપી છે.માછલી ધારે ત્યારે અને ધારે એટલા વાયુનો ભરાવો તેમાં કરી શકે છે.અને શરીરને તરલ રાખે છે.શાર્ક પાસે આવી સગવડ નથી,માટે વિમાનની માફક તેણે સતત ગતિમાં રહેવું પડે છે.
  3. શિકાર પર જડબાનો સકંજો જમાવતી વખતે શાર્કે અમુક દાંત ગુમાવવા પડે છે.નવા ફૂંટી નીકળતા દાંત એ ખોટને પૂરી દે છે.ગ્રેટ વ્હાઈટ સ્પીસીસ ની શાર્કને આયુષ્ય દરમિયાન અંદાજે 50,000 નવા દાંત મળે છે.
  4. ગુજરાતના તટવર્તી સમુદ્રમાં થતી વ્હેલ શાર્ક બધી શાર્ક કરતા મોટી છે.લંબાઈ સરેરાશ 12.5 મીટર , મહતમ ઘેરાવો 7 મીટર અને વજન 15000 કિલોગ્રામ હોવા છતાં સ્વભાવે તે શાંત છે.શિકાર કરવા માટે તેને જડબા માં ખંજર જેવા દાંત પણ નથી.ટચુકડા જીવો આરોગીને તે પોતાનો ગુજારો કરે છે.
  5. શરીરનું પેટાળ નીચે તરફ રહે તે રીતે તરતી બુલ શાર્ક ને ,નર્સ શાર્કને કે ગ્રેટ વ્હાઈટ શાર્કને પણ જો પલટી ખવડાવી પીઠ્ભર તરતી કરી દેવાય તો તેઓ "tonic immobolitty"માં એટલે કે હિપ્નોટીજમ માં સરી પડે છે.જાણે પક્ષ ઘાત થયો હોય એમ હલન ચલન અટકી જાય છે અને "કળ "વળવામાં કલાકો નીકળી જાય છે.
  6. મધ દરિયે સફર ખેડીને આવેલું જહાજ અજાણી ગોદીમાં પ્રવેશે ત્યારે એ ગોદીનો નકશો બરાબર જાણતી પાયલોટ નૌકા તેને દોરવણી આપવા માટે સાથે હંકારે છે.શાર્ક ની પણ એક પાયલોટ નૌકા છે,જેને પાયલોટ ફીશ કહે છે.દરિયામાં તે ક્યારેક દિવસો સુધી શર્કનો સંગાથ જાળવે છે,છતાં તે શિકાર તરફ દોરી જવા માર્ગદર્શન આપે છે એવું માનતા નહિ.વૈજ્ઞાનિકો પણ એ જાણીતી વાયકાને સાચી માનવા તૈયાર નથી.સતેજ જ્ઞાનેન્દ્રિયો વડે સજ્જ થયેલી શાર્કને ગાઈડની જરૂર પડતી નથી.પાયલોટ ફિશને પોતાનો સ્વાર્થ હોય છે.શિકાર કાર્ય પછી શરકે જે એંઠવાડ રહેવા દીધો હોય તે પાયલોટ ફિશને ભરપેટ ખાવા મળે છે.
  7. વિકરાળ અને વિરાટ એમ બે વિશેષણો શાર્ક માટે હમેશા વપરાય છે પણ બધી શાર્ક નો દેખાવ કાળ મુખો અને કદાવર હોતો નથી.લેન્ટર્ન  શાર્ક નામની શાર્ક કદ માં માત્ર 8 ઇંચ જ લાંબી હોય છે.ઊંડા સમુદ્રના અંધકારમાં તે લેન્ટર્ન  શાર્ક ફાનસની માફક પ્રકાશતી હોય છે.
Image result for lantern shark


Image result for lantern shark


લેન્ટર્ન  શાર્ક

8.જલચરોથી માંડીને જળ સપાટી પરના બોયા સુધી ગમે તે ચીજને આડેધડ પેટમાં પધરાવતી શાર્ક એકમાત્ર પોર્ક્યુંપાઈન ફિશને છંછેડતી નથી.શરીર પર શાહુડીની જેમ અણીદાર કાંટા ધરાવતી પોર્ક્યુંપાઈન ફિશ ને રખે શર્કના પેટમાં જવાનો વારો આવે તો જલદ પાચક રસો સામે રક્ષણ મેળવવા તે પોતાના શરીર ફરતે રેશાદાર પદાર્થનું બખ્તર રચી દે છે.શાર્કની હોજરીને પણ આખરે પોતાના કાંટા વડે ચીરી નાખે છે.
Image result for porcupine fish

પોર્ક્યુંપાઈન ફિશ

9.વ્હેલ શાર્કની જેમ બાસ્કીંગ શાર્ક પણ સમુદ્રના તરલ જીવોને દિવાસળીના ટોપકા જેવા પોતાના દાંતમાં ફસાવવા માટે અઢળક પાણીનો કોગળો ભારે છે.ભોજન દરમિયાન બાસ્કીંગ શાર્ક દર કલાકે  1500000 લીટર પાણીને એ રીતે ફિલ્ટર કરે છે.શુદ્ધ પાણી ફરી સમુદ્રમાં જાય અને કચરો તેના માટે ખોરાક   
                          
Image result for basking shark

 બાસ્કીંગ શાર્ક

10.લેમન શાર્ક ને દર બે  અઠવાડિયે જુના દાંતને બદલે નવા દાંતનો સેટ કુદરતી રીતે મળે છે.આ માછલીને સરેરાશ 1 વર્ષમાં કુલ 24000 નવ દાંત મળે છે.

Image result for lemon shark

લેમન શાર્ક

11.ટાઇગર શાર્કના  દાંત જાણે સ્પ્રિંગ પર ગોઠવાયેલા હોય તેમ એ માછલી પોતાનું જડબું બંધ કરે ત્યારે બધા દાંત સ્થિતિ સ્થાપક પેધાને દાબી અંદર જતા રહે છે.તલવારની જેમ મ્યાન થાય છે.જડબું પાછું ખુલતા જ નીચલા દાંત ઉપર તરફ અને ઉપલા દાંત નીચે તરફ સરકી "જૈસે થે " સ્થિતિ માં આવે છે.

Image result for teeth of tiger shark

ટાઇગર શાર્કના  દાંત

12.શિકારને જડબા વચ્ચે પકડ્યા બાદ તેને વન પીસમાં ગળી જવાનું ફાવે તેમ ના હોય તો ગ્રેટ વ્હાઈટ શાર્ક દર ચોરસ ઈંચે 30 ટન ના દબાણ સાથે જડબું ભીડી તેને માંસ નો ટુકડો હાડકા સહીત કાપી લે છે.ગ્રેટ વ્હાઈટ શાર્ક માટે તે કામ માખણમાં છરી ફેરવવા જેવું સહજ અને સરળ છે.
Image result for great white shark


ગ્રેટ વ્હાઈટ શાર્ક

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો 


Share: