કેવું છે જયપુરનું સવાઈ જયસિંહ નું જંતર મંતર ?

જંતર મંતર નું વિસ્મય કારક વિજ્ઞાન 

મિત્રો દિલ્હી નું જંતર મંતર બાંધવામાં આવ્યું તેને ચાલુ વર્ષના ચાલુ મહિનાની 25 તારીખે 295 વર્ષ પુરા થશે.આ જંતર મંતર નવેમ્બર 25,1720 ના રોજ બાંધવામાં આવેલ

મિત્રો જયપુરના રાજા સવાઈ જયસિંહ દ્વારા બાંધવામાં આવેલ જંતર મંતર વિષે અહી થોડી માહિતી આપવામાં આવી છે.

સૌ પ્રથમ તો જંતર મંતર શબ્દનો અર્થ શું થાય તે જોઈએ.જયસિંહ દ્વારા બાંધવામાં આવેલ વેધશાળા નું મૂળ નામ જંતર મંતર ના હતું.સવાઈ જયસિંહે યંત્ર મંત્ર એવા સંસ્કૃત શબ્દો પસંદ કરેલ હતા.સંસ્કૃતમાં માપ કાઢવાના સાધન ને યંત્ર ,જયારે માપ દ્વારા મળેલ આંકડાનું ગણિત જેના આધારે માંડવાનું થાય એ ફોર્મુલા હમેસા મંત્ર કહેવાતી.આ યંત્ર મંત્ર શબ્દ વખત જતા યંતર મંતર તરીકે બોલવા લાગ્યા અને છેવટે જંતર મંતર તરીકે પ્રખ્યાત થયા.

સવાઈ જયસિંહે પ્રથમ દિલ્હીમાં આવી એક વેધ શાળા બાંધી જે હાલ કનોટ પ્લેસ નજીક આવેલ છે.દિલ્હીનું જંતર મંતર નીચે મુજબ નું છે.

Image result for jantar mantar at delhi

સવાઈ જયસિંહ આકાશ દર્શન માટે દિલ્હીના આ જંતર મંતર માં ઘણા દિવસો સુધી રોકાણ કરતા હતા.પોતે રાજસ્થાન ના અમ્બર રાજ્ય ના રજા હતા અને દિલ્હી માં લાંબા રોકાણ દરમિયાન તે પોતાના રાજ્યનો વહીવટ બરાબર કરી શકતા નહિ એટલા તેમણે જયપુર માં આવી જ એક બીજી વેધ શાળા બાંધવાનું નક્કી કર્યું

દિલ્હીનું બાંધકામ જયસિંહે તેમના ગુરુ પંડિત જગન્નાથ ના માર્ગદર્શન હેઠળ કર્યું.દેલ્હી ના બાંધકામ બાદ તેમણે જયપુરમાં બીજું જંતર મંતર બંધાવ્યું.ઈ.સ.1728 માં એટલે કે દિલ્હી ના જંતર મંતર ચણાયા પછી ચોથે વર્ષે તેમણે જયપુર નું બાંધકામ શરુ કરાવ્યું.આ બાંધકામ પૂરું થતા છ વર્ષ લાગ્યા ભારત માં આમ બે જંતર મંતર બાંધ્ય,છતાં બહુ ઓછા લોકો ને જાણ છે કે સવાઈ જયસિંહે માત્ર બે જ જંતર મંતર નહોતા બંધાવ્યા.જયપુર પછી વધુ ત્રણ નું બાંધકામ તેમણે મથુરા,ઉજ્જૈન અને વારાણસીમાં કરાવ્યું હતું.જયપુર અને દિલ્હીના જંતર મંતર કરતા તે ત્રણેય નું કદ થોડું નાનું હતું.ઉજ્જૈન અને વારાણસીના જંતર મંતર આજે સાવ ખંડીયેર જેવા બની ગયા છે જયારે મથુરાનું જંતર મંતર નું તો સાવ અસ્તિત્વ જ નથી રહ્યું.

જયસિંહે આ બધા જંતર મંતર તારાઓ અને ગ્રહોના અભ્યાસ માટે અને પોતાના અવલોકનોના ક્રોસ ચેકિંગ માટે અલગ અલગ જગ્યાએ બંધાવ્યા હતા.

દિલ્હી અને જયપુર એ બંને માં આજે પણ જયપુરનું જંતર મંતર વધુ સારું ગણાય છે.છતાં મોટા ભાગના સાધનો બંને ઠેકાણે સરખા જ છે.સવાઈ જયસિંહે પોતે શોધેલા ત્રણ સાધનો ખાસ મહત્વના છે.આ સાધનો :
1-સમ્રાટ યંત્ર 
2-જય પ્રકાશ 
3-રામ યંત્ર 

અહી આપને આ ત્રણેય યંત્રનો ટૂંકમાં પરિચય મેળવીએ

Image result for jantar mantar at jaipur

જયપુરનું જંતર મંતર 

1-સમ્રાટ યંત્ર 
આં સાધન બીજું કશું નહિ પણ રાક્ષશી સૂર્ય ઘડિયાળ છે.સૂર્ય ઘડિયાળ હમેશા પડછાયા વડે સમય બતાવે,માટે એ પ્રકારની દરેક ઘડિયાળના ચંદા પર વચ્ચો વચ ત્રિકોણાકાર કાટ ખુનિયું હોય છે.જયપુરના સમ્રાટ યંત્ર નું કાટ ખુનીયું 90 ફીટ ઊંચું છે.તેનો કર્ણ પૃથ્વીની ભ્રમણ ધરીને સમાંતર છે.

Image result for samrat yantra at jaipur

કાટ ખુનીયાની બંને તરફ બે કમાનાકાર ચણતર છે.જેમને વર્તુળ પાદ કહે છે.આ ચણતર પૃથ્વીના વિષુવવૃત ની સમાંતર છે,એટલે કે સવારે પૂર્વમાં સૂર્યોદય થાય અને સાંજે પચ્છિમ માં સુર્યાસ્ત થાય એ દરમિયાન ઊંચા કાટ ખુનીયાનો પડછાયો વારાફરતી બંને વર્તુળ પાદ પર પડે છે.

Image result for samrat yantra at jaipur 

કમાન ની સપાટી પર કોતરેલા આંકા તે પડછાયાને આધારે સમય કહી બતાવે છે આ યંત્ર એટલું સચોટ છે કે તેણે બતાવેલા સમયમાં 15 સેકંડ કરતા વધુ ભૂલ હોતી નથી.સેકંડ -ટુ -સેકંડ ગણતરી તો શક્ય જ નથી કેમ કે પડછાયાની ધાર થોડી ધૂંધળી હોય છે.

Image result for samrat yantra at jaipur


સમ્રાટ યંત્ર નો કર્ણ પણ કાપા વાળો છે.આ કાપાના આધારે સૂર્યનું સ્થાન નક્કી કરી શકાય છે.

Image result for samrat yantra at jaipur

આમ આ યંત્ર  દ્વારા સચોટ સમય અને કોઈ પણ સમયે આકાશ માં સૂર્યનું સ્થાન જાની શકાય છે.

2-જય પ્રકાશ 

સવાઈ જયસિંહના નામે જ ઓળખાતું જય પ્રકાશ નામનું યંત્ર મૂળ તો ગ્રહોનો અને તારાઓનો પ્રકાશ જોવા માટે છે.પ્રકાશ વડે તે અવકાશી પદાર્થોનું સ્થાન જાણી શકાય છે એટલું જ નહિ પણ ગમે તે વ્યક્તિ તેમને ઓળખી કાઢે છે.દિલ્હી અને જયપુર ખાતે બબ્બે પોલા,વર્તુળાકાર બાઉલ જેવા બાંધકામો જમીનની અંદર કરવામાં આવ્યા છે.

Image result for jai prakash yantra at jaipur

રાત્રીના જુદા જુદા કલાકો માટે વારાફરતી બંને જય પ્રકાશ વડે આકાશ દર્શન કરાય છે.કોઈ વ્યક્તિ ભૂગર્ભમાં જતા પગથીયા ઉતારીને જય પ્રકાશના બાઉલમાં પ્રવેશે એટલે તેને માથા ઉપર પૂર્વ અને પચ્છિમ માં તેમજ ઉતર અને દક્ષિણ માં એમ બે દિશામાં તાર બાંધેલા દેખાય છે.બાઉલની વચ્ચો વચ એ તાર એકમેકને ક્રોસ કરે છે.ક્રોસિંગના આ સ્થાન ને ક્રોસિંગ પોઈન્ટ કહે છે.

Image result for jai prakash yantra at jaipur

હવે અંતરિક્ષ માં જે તારાનું અથવા ગ્રહનું સ્થાન જાણવું હોય એ ક્રોસિંગ પોઈન્ટ ની બરાબર સીધ માં આવે તે રીતે બાઉલ માં આમતેમ ફરો અને પછી તે કલ્પિત લીટીને પાછળ તરફ ખેંચો એટલે ત્યાં બાઉલમાં કોતરેલા ચોક્કસ માર્કિંગ ને તે લીટી મળે છે.આ માર્કિંગ જે તે ગ્રહનું કે તારા નું સ્થાન કહી આપે છે.

Image result for jai prakash yantra at jaipur

Image result for jai prakash yantra at jaipur


3-રામ યંત્ર 

સવાઈ જયસિંહના પૂર્વજ રામસિંહ ની યાદમાં ઓળખાતું રામ યંત્ર નામનું સાધન પણ અવકાશી ગોળાનું સ્થાન જાણવા માટે જ વપરાય છે.સાઈડ -બાય - સાઈડ બે વર્તુળાકાર ઈમારતો નું તે બનેલું છે.ઈમારતોમાં બારીઓ છે.જેમની આરપાર નજર ફેંકીને આકાશ દર્શન કરવાનું હોય છે.ઈમારતો નો આકાર એવો છે કે જાણે બહુમાળી મકાન નું ચણતર અધૂરું મૂકી દેવાયું હોય.પરંતુ ખરું જોતા બંને ઈમારતો સંપૂર્ણ રીતે અને સચોટ રીતે બાંધેલી છે.

Image result for ram yantra at jaipur

દરેક વર્તુળાકાર ઈમારતની વચ્ચો વચ ઉંચો થાંભલો છે.ઊંચાઈમાં તે થાંભલો ઈમારતની આંતરિક ત્રિજ્યા જેવડો છે.જેની ટોચ પર દોરી બાંધેલી છે.આ દોરીને જ રામ યંત્ર માં આકાશ દર્શન નું મુખ્ય સાધન ગણવામાં આવે છે.કોઈ ગ્રહનું કે તારાનું સ્થાન જાણવા માગતી વ્યક્તિ એ દોરીના બીજા છેડાને જરા કસીને પકડી રાખે છે.અંદરની દીવાલ પર ચણેલા પગથીયા ચડી ને કે ઉતરીને જે તે બારી દ્વારા જે તે ગ્રહ કે તારા ને નજર માં લાવે છે.અને ત્યાર બાદ દોરીની બરાબર સીધમાં જ તારને કે ગ્રહને જોવા માટે આઘો પાછો થાય છે.આ સીધ પકડાય એટલે જાણે કે છેક તારા યા  ગ્રહ સુધી લંબાતી કલ્પિત રેખા બની.

Image result for ram yantra at jaipur

Image result for ram yantra at jaipur


હવે એ રેખાને પાછળ તરફ પણ લંબાવો તો દીવાલ પર ગ્રહનું કે તારાનું સ્થાન જણાવતું માર્કિંગ વાંચવા મળે છે.ક્યારેક એવું પણ બને કે પગથીયાને બદલે નીચે ફરસ પર ચાલતી વખતે સીધ પકડાય.અવ સમયે માર્કિંગ પણ ફરસ પર જોવા મળે છે.દિવસે સૂર્ય નું અવકાશી સ્થાન એ રીતે જાણી  શકાતું નથી કેમ કે સીધ પકડવા માટે સૂર્ય સામે જોઈ શકાતું નથી.આ કારણસર રામ યંત્ર માં સૂર્ય પુરતી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે.ઊંચા થાંભલા નો પડછાયો ફરસ પરના માર્કિંગ પર જ્યાં પડે ત્યાં સૂર્યના અંશો આપવામાં આવેલા છે.સૂર્ય ઘડિયાળ ની જેમ અહી પડછાયો સમય નથી બતાવતો પણ અંતરીક્ષ માં સૂર્યનું એ જ વખત નું સ્થાન બતાવે છે.

Image result for ram yantra at jaipur

Image result for ram yantra at jaipur


જંતર મંતર અંગે નો વિડીયો જોવા માટે   અહી ક્લિક કરો 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે  અહી ક્લિક કરો


                                                                         
Share: