ચૂંટણી ની અવિલોપ્ય શાહી ની અજાણી માહિતી


અંગ્રેજીમાં indelible ink કહેવાતી આવી શાહી આપણે ત્યાં મૈસુર પેઈન્ટ્સ એન્ડ વોર્નીશ લીમીટેડ કંપની બનાવે છે,જેની માલિકી કર્નાટક સરકારની છે.શાહીની ખાસ ફોર્મુલા જો કે દિલ્હી ખાતે આવેલ નેશનલ ફિઝીકલ લેબોરેટરીએ તૈયાર કરી છે.ફોર્મ્યુલા ખાનગી છે,છતાં તેમાં વપરાતો મુખ્ય એટલે કે 23% પદાર્થ સિલ્વર નાઈટ્રેટ હોવાનું જાણીતું છે.1937 માં સ્થપાયેલી કંપનીનો મૂળ ધંધો તો પેઈન્ટ અને વોર્નીશ બનાવવાનો છે,પણ ચૂંટણી વખતે તેના કારીગરો પૈકી લગભગ 80 જણાને અવિલોપ્ય શાહી બનાવવાના કામે લગાડી દેવાય છે.મતદાન કેન્દ્રો માટે તેઓ 5.5 મિલીલીટર ની અને 7.5 મિલી લીટર ની કુલ 17 લાખ નાની શીશીઓ તૈયાર કરે છે.સૌથી વધુ ખપત આંદામાન નિકોબાર ના પોર્ટ બ્લેર માં થાય છે.

Image result for indelible ink

Image result for indelible ink

સિલ્વર નાઈટ્રેટ જરા મોંઘો પદાર્થ છે,માટે કેટલાક વર્ષ પહેલા લેબોરેટરીએ એવી ફોર્મ્યુલા તૈયાર કરી કે જેના મુજબ 23% ને બદલે 13% સિલ્વર નાઈટ્રેટ વાપરવામાં આવે તો પણ મતદાર ની આંગળી પર લગાવેલ શાહીનું ટપકું દિવસો સુધી નાબુદ થતું નથી.

આ શાહીનો ડાઘ લાંબો સમય ન ભુસવાનું કારણ એ કે શાહી ચામડી ની તેમજ નખ ની માત્ર સપાટી પર રહેતી નથી.કેટલીક શાહી નીચલા થર માં પણ પચી જાય છે.સાબુ નું ફીણ ત્યાં સુધી પહોંચી શકતું નથી.તેથી કમ સે કમ 20 દિવસ સુધી શાહી નો ડાઘ જળવાય છે.દિવસો વિતતા જાય અને મરેલી ચામડી ની સુક્ષ્મ ફોતરીઓ ખરતી જાય તેમ શાહી પણ તેમના ભેગી ખર્યા કરે છે.શાહીના ટપકા વાળો નખ પણ ક્રમશ આગળ વધીને ટેરવા સુધી પહોંચે એટલે નખનો આ ભાગ પણ નેઈલ કટર વડે દુર થાય એટલે ડાઘ કાયમ માટે દુર થાય છે.

Image result for indelible ink

Image result for indelible ink


ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
Share: