આધુનિક અજાયબી -કોલોસિયમ

કોલોસિયમ - એક અજાયબી 
Image result for colosseum

મિત્રો 
અહિ આધુનિક સમયની અજાયબી વિભાગ માં ઇટલી નું કોલોસિયમ વિશે માહિતી મેળવીએ 

* કોલોસિયમ એટલે શું ?
પ્રાચીન રોમ માં છત વગરના ખુલ્લા નાટ્યગૃહ કે રમતના મેદાન ને કોલોસિયમ કહે છે.

Image result for colosseum

 • આફ્રિકાના જંગલોમાં મળી આવતા તેમજ યુરોપ માટે નવીન ગણાતા જંગલી પ્રાણીઓ અને પંખીઓ ને આ મેદાન માં અમુક વાર તહેવારે પ્રદર્શિત કરવામાં આવતા હતા 
 • ક્યારેક ઘોડાઓ લગાવેલ રથોની વાર્ષિક દોડ સ્પર્ધાઓ પણ થતી હતી 
 • ગ્લેડીએટર કહેવાતા તલવાર બાજો રાજાઓ અને પ્રેક્ષકોના મનોરંજન માટે જીવ સટોસટ ના ખેલો આ મેદાન માં કરતા 
*ઈતિહાસ 
 • ઈ.સ.69 માં વેસ્પાઝન નામના રોમન સમ્રાટે પાટનગર રોમ માં વિશાલ કદ નું નવું કોલોસિયમ બાંધવાનું નક્કી કર્યું 
 • 10 વર્ષના અથાગ પુરુષાર્થ બાદ આ કોલોસિયમ બન્યું 
 • રમતોત્સવ માટે ખુલ્લું મુકાયું ત્યારે તે યુરોપનું શ્રેષ્ટ સ્થાપત્ય હતું 
 • તેનો આકાર મોટે ભાગે લંબ ગોળ હતો 
 • ઉંચાઈ 48 મીટર,લંબાઈ 189 મીટર અને પહોળાઈ 155 મીટર હતી 
 • ઘેરાવો લગભગ અડધા કિલોમીટર જેટલો હતો 
 • તેમાં લગભગ 80 જેટલા પ્રવેશદ્વાર હતા 
 • આ પ્રવેશદ્વાર માં 2 પ્રવેશદ્વાર રાજ કુટુંબ માટે અનામત હતા 
 • ઈ.સ.80 માં આશરે 50000 પ્રેક્ષકો ની હાજરીમાં આ કોલોસિયમ ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું 
 • આ સમયે આ મેદાન માં આશરે 5000 પ્રાણીઓને પ્રદર્શિત કરાયા હતા 
 • હિંસક પ્રાણીઓ પ્રક્ષકોને આંબી ના શકે તે માટે બેઠક વ્યવસ્થા ઉંચી ગોઠવવામાં આવી હતી 
 • દર વર્ષે આ મેદાન માં હિંસક લોહીયાળ ખેલો,પ્રાણીઓ ની કરતબો પ્રદર્શિત કરવામાં આવતી હતી 
 • જયારે રોમન સામ્રાજ્ય નું પતન થયું ત્યારે આ ખેલ ધીમે ધૂમે અસ્ત થવા લાગ્યા 
 • અવારનવાર ના ભૂકંપો થી આ બાંધકામ માં અનેક તિરાડો પડી ત્યાર બાદ બેઠકો પર આરસ પહાણ જડી લેવામાં આવ્યો 
 • અંતે આ આરસ પહાણ પણ ઠેક ઠેકાણે ઉખાડી ગયો 
 • ધીમે ધીમે આ મેદાન ના કલાત્મક શિલ્પો પણ સલામત રહ્યા નહિ અને આશરે 1500 વર્ષ સુધી આ કોલોસિયમ સાવ રેઢું પડ્યું રહ્યું 
 • વર્ષો વર્ષ તે પોતાની ભવ્યતા અને રોનક ગુમાવતું રહ્યું Image result for colosseum

આજે આ કોલોસિયમ દેખાવ માં સારી ક્વોલીટીનું ખંડીયેર છે.ઇટાલીની સરકારે ઘણા વર્ષ સુધી તેનું રીપેરીંગ કામ કરાવી 2000 ના વર્ષમાં તેને ફરી જાહેર કાર્યક્રમો માટે યોગ્ય બનાવ્યું.

આજે રોમન સામ્રાજ્યની જાહોજલાલીના પ્રતિક રૂપે અની દેશ વિદેશો માંથી આવતા પર્યટકો માટે આ કોલોસિયમ આકર્ષણ નું કેન્દ્ર બનેલું છે.

આવતા અંક માં વિશ્વ ની અજાયબી નંબર 5 જોર્ડન નું પેટ્રા વિશે માહિતી આપવામાં આવશે

કોલોસિયમ અંગેનો વિડીયો જોવા માટે અહિ ક્લિક કરો

ઉપર ની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
Share: