કેવા છે એશિયાઈ અને આફ્રિકન હાથી ?

હાથી વિશે અજાણી વાતો 

મિત્રો
અહિ હાથી વિશે એવી થોડી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે સામાન્ય રીતે લોકો ના ધ્યાન માં આવતો નથી.

હાથીની મુખ્ય 2 પ્રજાતિ છે 
1-એશિયન હાથી 
2-આફ્રિકન હાથી 

આફ્રિકી હાથી ની ઉંચાઈ 3 થી 4 મીટર અને વજન 8000 કિલોગ્રામ સુધી નું હોય છે જયારે એશિયન હાથી સરેરાશ 3.5 મીટર નો અને 5500 કિલોગ્રામ વજન નો હોય છે.એશિયન હાથીને આસાનીથી પાળી શકાય છે જયારે આફ્રિકન હાથીને આસાનીથી પાળી શકતો નથી.

આફ્રિકન હાથી માં નર અને માદા બંને ને દંત શુળ હોય છે જયારે એશિયન જાતના માત્ર નર હાથી ને જ દંત શુળ હોય છે.પરંતુ તેમાં પણ કેટલાક એવા નર છે કે જેમને દંત શુળ નથી હોતી.ભારતમાં આવા હાથીને મકના કહે છે.દંત શૂળની લંબાઈનો વર્લ્ડ રેકોર્ડ 3.5 મીટરનો છે.

Image result for asian elephant vs african elephant

Image result for asian elephant vs african elephant


હાથી માટે લેટીન શબ્દ pachyderm છે અહી pechy =જાડું અને derm =ચામડી.હાથી ની ચામડી 3 સેમી જાડી હોય છે અને વજન મોટે ભાગે 1000 કિલોગ્રામ જેટલું હોય છે.

હાથી ની સુંઢ સરેરાશ 1.5 મીટર લાંબી અને વજન આશરે 130 કિલોગ્રામ હોય છે.હાથી પોતાની સુંઢ વડે 250 કિલોનું લાકડું સરળતાથી ઊંચકી શકે છે 

હાથી સુંઢ વડે પાણી ભરીને મો વડે પીએ છે જેમાં એક ઘૂંટડા માં લગભગ 10 લીટર પાણીનો જથ્થો હોય છે.હાથીની સુંઢ તેના માટે નાક પણ છે.જો પવન અનુકુળ હોય તો હાથી માણસની ગંધ દોઢેક કિલોમીટર દુર થી પારખી શકે છે.

Image result for asian elephant vs african elephant

Image result for asian elephant vs african elephant

હાથી એક જ એવું પ્રાણી  છે જે લેશમાત્ર કુદકો મારી શકતું નથી.તેમજ ઝડપથી દોડી પણ શકતું નથી મતલબ કે રવાલ ચાલ ચાલી શકતું નથી.આમ છતાં પણ હાથીની દોડ નો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો હોય છે.પરંતુ આ ઝડપ થોડા સમય પુરતી જ હોય છે બાકી નોર્મલ ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક હોય છે.

Image result for asian elephant vs african elephant

એક પુખ્ત વયના હાથીને રોજ સરેરાશ 100 કિલોગ્રામ લીલો ચારો અને 100 થી 150 લીટર પાણી જોઈએ આ પુરવઠો મેળવવા હાથીનું આખું ટોળું લગભગ 250 ચોરસ કિલોમીટર ના વિસ્તારમાં સતત ફરતું રહે છે.આ ઉપરાંત ઘણા કિલોમીટરનો ઋતુપ્રવાસ પણ કરે છે.

Image result for asian elephant vs african elephant

હાથી દાંત માટે હાથીની આડે ધડ અને બેફામ કતલ કરવામાં આવે છે.કાનૂની પ્રતિબંધ હોવા છતાં આવી પ્રવૃત્તિ સંપૂર્ણ પણે અટકી નથી.દર વર્ષે લગભગ 4000 હાથીઓનો શિકાર કરવામાં આવે છે.શિકારીઓને હાથી દાંત ની આંતર રાષ્ટ્રીય બજાર માં 150 ડોલર સુધીની કિંમત મળી રહે છે.આ ભાવ કિલોગ્રામ નો છે જયારે હાથીનો દાંત એવરેજ 45 કિલોગ્રામ નો હોય છે.

Image result for asian elephant vs african elephant

Image result for asian elephant vs african elephant

મિત્રો કુદરતની આવી અનમોલ રચનાને આપણે સંવર્ધન કરવું જોઈએ,નહિ કે શિકાર.જો હાથીઓ ના શિકારને હજુ પણ રોકવામાં નહિ આવે તો આવનારી પેઢી માટે હાથી માત્ર પુસ્તક પૂરતા સીમિત રહી જશે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

Share: