કોઈ પણ સોફ્ટવેર વગર કોમ્પુટર ને ઓટો શટ ડાઉન કેમ કરવું ?

કોમ્પ્યુટર ને ઓટો શટ ડાઉન કરવું 


મિત્રો ઘણીવાર આપણે આપણા કોમ્પુટર પર કોઈ ફાઈલ ડાઉનલોડ કરતા હોઈએ ત્યારે ઘણો સમય લાગતો હોય છે.રાત્રીના સમયે ફાઈલ ડાઉનલોડ થઇ જાય ત્યાં સુધી આપણે પણ કોમ્પુટર ની સામે બેસી રહેવું પડે છે.કેમ કે અપને કોમ્પુટર ને બંધ કરવા માટે ડાઉનલોડ થઇ જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.અથવા તો ડાઉનલોડ ને અધૂરું મૂકી કોમ્પુટર ને બંધ કરવું પડે છે.

મિત્રો આપણું કોમ્પુટર આપણા મનપસંદ સમયે ઓટોમેટીક બંધ થઇ જતું હોય એવું કૈક થઇ શકે તો આ મુશ્કેલી માંથી આપણને છુટકારો મળી શકે.

મિત્રો આપણું કોમ્પુટર ઓટોમેટીક બંધ થઇ શકે તેના માટે ઘણી બધી રીતો છે.હું અહી તેમાંની એક રીત વિશે માહિતી આપી રહ્યો છું.તમારે તમારા કોમ્પુટર ને ઓટો શટ ડાઉન કરવું હોય તો અહી આપેલ પગલા અનુસરો
  • સૌ પ્રથમ Notepad ઓપન કરો 
  • તેમાં Shutdown -s -t લખો. ત્યારબાદ તમારે જેટલા સમય પછી કોમ્પુટર ને બંધ કરવું હોય તેટલો સમય સેકંડ માં લખો.
  • જેમ કે 30 મિનીટ પછી કોમ્પુટર ને બંધ કરવું હોય તો Shutdown -s -t 1800 લખો.
  • હવે આ ફાઈલ ને સેવ કરો.સેવ કરો ત્યારે ફાઈલ ના નામ ની પાછળ .bat લખવું જેમ કે ફાઈલ નું નામ chandan રાખવું હોય તો આ ફાઈલ ને chandan.bat લખી સેવ કરવી
  • મોટા ભાગે આ ફાઈલને ડેસ્ક ટોપ પર સેવ કરો તો વધુ અનુકુળતા રહેશે 
  • હવે આ ફાઈલને ઓપન કરતા એક શટ ડાઉન નો મેસેજ ડિસ્પ્લે થશે 
  • તમારું કોમ્પુટર 30 મિનીટ પછી ઓટોમેટીક શટ ડાઉન થઇ જશે 
  • ફરી જયારે આ ફાઈલ ઓપન કરશો ત્યારે કોમ્પુટર 30 મિનીટ બાદ ઓટોમેટીક શટ ડાઉન થઇ જશે 
  • આ ફાઈલ ડીલીટ કરતા આ સીસ્ટમ દુર થઇ જશે 


આમ આપણે આપણા કોમ્પુટર ને આપણા અનુકુળ સમય મુજબ આપણે ઓટોમેટીક શટ ડાઉન કરી શકીએ છીએ 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
Share: