નવા શોધાયેલ ધૂમકેતુનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે?

ધૂમકેતુનું નામકરણ 


માણસના જન્મ પછી થોડા દિવસો બાદ તેનું નામકરણ કરવામાં આવે છે તેવી રીતે બ્રહ્માંડ માં નવા મળી આવતા ધૂમકેતુઓ ને પણ નવા નામ આપવામાં આવે છે જેના માટે અમુક ચોક્કસ નિયમો બનાવવા માં આવ્યા છે.
આમ તો દરેક ધૂમકેતુ ને તેના શોધક નું નામ એનાયત કરવામાં આવતું હોય છે.એલન હેલ અને ટોમ બોપ ની જેમ તેના શોધક પરથી આવા ધૂમકેતુ ઓળખાય છે.

નવા મળી આવતા અવકાશી પદાર્થ ના નામ કરણ માટે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ યુનિયન સંસ્થા જવાબદારી સંભાળે છે.આ સંસ્થા દરેક ધૂમકેતુને નંબર પ્લેટ જેવું નામ આપે છે જેમાં દરેક નંબર નો ચોક્કસ અર્થ હોય છે.


આ નંબર પ્લેટ ના અક્ષરો અને આંકડા સામાન્ય લોકો ને અઘરા લાગે છે પણ વાસ્તવ માં સાવ સરળ હોય છે અહી ધૂમકેતુ ના નામ માં આવેલ અક્ષરો અને અંકો નો અર્થ શું હોય છે તેના વિષે થોડી માહિતી આપેલ છે.

ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા C/2001 Q4 NEAT તરીકે ઓળખાતા પૂંછડીયાળા તારા વિષે માહિતી મળી.આ કહેવાતા તારા ના નામ માં રહેલા અક્ષરો અને અંકો ની માહિતી મેળવીએ

C=આ પ્રથમ અક્ષર Comet શબ્દ નો છે પરંતુ ધૂમકેતુ જો અમુક ચોક્કસ નિર્ધારિત સમયના અંતરે પૃથ્વીની મુલાકાતે આવતો હોય તો તેને Periodic તરીકે ઓળખવા માં આવે છે અને માટે તેની સંજ્ઞા P લખાય છે. 
2001=ધૂમકેતુ શોધાયા નું વર્ષ સૂચવે છે અહી આ ધૂમકેતુ 2001 ના વર્ષમાં મળી આવેલ છે.
Q =ધૂમકેતુ ની શોધ થઇ એ વર્ષનો ઓગસ્ટ ના 24 ની તારીખ બતાવે છે માટે તેને Q સંજ્ઞા લાગેલ છે. જાન્યુઆરી નું પ્રથમ પખવાડિયું =A, બીજું પખવાડિયું =B ,ફેબ્રુઆરી નું પ્રથમ પખવાડિયું =C ,આ રીતે ખરેખર જોતા ઓગસ્ટ 24 ની તારીખ માટે સંજ્ઞા P હોવી જોઈએ પણ P એ Periodic મારે પસંદ થયેલ હોવાથી અહી Q સંજ્ઞા પસંદ કરવામાં આવેલ છે.
4=અનો અર્થ એ કે C/2001 Q4 NEAT વર્ષ દરમિયાન 24,ઓગસ્ટ સુધીમાં મળી આવેલ 4થો ધૂમકેતુ છે.
NEAT= અમેરિકા ની Near Earth Asteroid Tracking નામની વેધશાળાએ આ ધૂમકેતુ શોધ્યો છે.આમ કોઈ પણ ધૂમકેતુ ની શોધ થાય ત્યારે તેને નવું નામકરણ આપવા માં આવે છે.
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

Share: