ઉપવાસની બાબતમાં મનુષ્યને પણ આંટી જતા સજીવ સૃષ્ટિના ઉપવાસી સાધુ બાબાઓ

ઉપવાસ કરતા સજીવ સૃષ્ટિના સાધુ બાબાઓ  

મનુષ્ય શ્રદ્ધા કે પછી અંધ શ્રદ્ધા ને અથવા તો સ્વાસ્થ્ય માટે ઘણી વાર ઉપવાસ કરતા હોય છે પરંતુ આવા ઉપવાસ ખુબ ઓછા દિવસોના હોય છે.ઉપવાસની બાબતમાં એકલા મનુષ્યની જ મોનોપોલી છે એવું નથી પરંતુ સજીવ સૃષ્ટિમાં ઘણા પશુ પંખીઓ ઉપવાસ ઉપર ઉતરે છે અને મનુષ્યના ઉપવાસ ને ક્યાય આંટી દે તેટલા લાંબા દિવસોના ઉપવાસ કરે છે.આવા ઘણા સજીવો લીસ્ટ માં છે પણ અહી દરેકને સમાવી શકાય તેમ નથી એટલે ઉપવાસ માં જે સજીવો લાંબો સમય ટકી  પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેવા ચુનિંદા સજીવો વિશે અહી ચર્ચા કરવી છે.

આવા અમુક સજીવોની યાદી નીચે આપેલ છે જે ઉપવાસની બાબતમાં રેકોર્ડ બ્રેક સ્થાન ધરાવે છે .


20 દિવસના ઉપવાસી સજીવ


  • ઈયળ દરરોજ પોતાના વજન કરતા ત્રણ ચાર ગણું ખાય છે પણ તેને Atlas Mouth નામના ફુદા નું સ્વરૂપ મળ્યા બાદ તે ખોરાક નો ત્યાગ કરે છે.આ ફૂદું કઈ જ ખાતું નથી અને શરીરમાં રહેલ ચરબી વડે જીવન ટકાવી રાખે છે.આમ તે ચરબી વડે 20 દિવસ સુધી ઉપવાસ ચલાવે છે અને 20 દિવસના અંતે ચરબી ખૂટી જતા તે મૃત્યુ પામે છે.


210  દિવસના ઉપવાસી સજીવ


  • શિયાળા દરમિયાન માડાગાસ્કર ના જંગલોમાં ફળોનું અને જીવડાઓ નું ભોજન દુર્લભ બનતા ત્યાનું વતની Fat-tailed Dwarf Lemur નામનું પ્રાણી પોતાના શરીરની ચરબીના જોરે સરેરાશ 210 દિવસ સુધી ભૂખ્યા પેટે સુશુપ્તા અવસ્થામાં ઝાડની બખોલ માં દિવસો ગુજારે છે .
300  દિવસના ઉપવાસી સજીવ


  • ઓસ્ટ્રેલીયા નું વતની Eastern Pygmy possum નામનું પ્રાણી 300 દિવસ સુધીનો ઉપવાસ કરી નાખે છે કેમ કે ત્યાં અનિયમિત પલટાતા વાતાવરણે લીધે પૂરતા પ્રમાણમાં ખોરાકનો પુરવઠો મળતો નથી આથી ઉપવાસના દિવસોમાં તે પોતાના શરીરની અનામત ચરબી વડે કામ ચલાવે છે .


548  દિવસના ઉપવાસી સજીવ


  • અજગર ઠંડા લોહીનું સરીસૃપ પ્રાણી છે તેથી તેને શરીરના તાપમાન ને ચોક્કસ લેવલે ટકાવવાનું હોતું નથી અને તેથી તેને વધુ ઉર્જાની પણ જરૂર પડતી નથી.તેને શરીરની ચયાપચયની ક્રિયા સાવ ધીમી ચાલે છે.એકવાર તે ભરપેટ ભોજન કરી લે એટલે દોઢ વર્ષ સુધી તેને ખાવાની જરૂર પડતી નથી.
730  દિવસના ઉપવાસી સજીવ


  • આફ્રિકાના સરોવરોમાં પાણી સુકાવા લાગે ત્યારે ત્યાં થતી lungfish માછલી સરોવરના તળિયે માટી નીચે જતી રહે છે.આ માછલીના ઉપવાસ અનાવૃષ્ટિ માં બે વર્ષ સુધી લંબાય છે.


1825  દિવસના ઉપવાસી સજીવ


  • ઓસ્ટ્રેલીયામાં થતો Burrowing Frog પ્રજાતિનો દેડકો તો ભૂગર્ભ સમાધિ લીધા બાદ વર્ષો સુધી ખાધા વગર ચરબીના જોરે જીવંત રહી જાણે છે.વરસાદ પડે ત્યારે જ તે બહાર નીકળી તાબડતોબ જેટલું ભોજન જમાય તેટલું જામી લે છે અને ક્યારેક પોતાના કદ કરતા અડધા કદ જેવડા શિકાર ને માત્ર એક જ કોળીયામાં પેટમાં હજમ કરી જાય છે.

સંકલન -ચંદન રાઠોડ 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

Share: