ગુગલ નું નવું ગુગલ વેબ લાઈટ

ચાર ગણી ઝડપે બ્રાઉઝીંગ કરો 

Image result for chrome web light


છેલ્લા થોડા સમયથી તમે તમારા મોબાઈલ માં જયારે કોઈ વેબ ઓપન કરો છો ત્યારે તેની કોઈ સ્પીડ માં ફેરફાર અનુભવ્યો છે?તમે કોઈ વેબ પેજ ઓપન કરો ત્યારે તે ફટાફટ ઓપન થવા લાગ્યા હોય.તમારું નેટવર્ક 2જી હોય કે 3જી પણ નોર્મલ સ્પીડ કરતા વધુ સ્પીડ તમને મળી રહી હોય તેવું લાગી રહ્યું છે?

આપણા દેશમાં સ્માર્ટ ફોન નું વેંચાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેને ધ્યાન માં રાખી ફેશ બુક દ્વારા થોડા દિવસ પહેલા ફેશબુક લાઈટ નામ ની એપ બહાર પડી જે એપ મૂળ એપ કરતા ઓછી જગ્યા રોકે છે તેમજ વધુ જડપે ઓપન પણ થાય છે.આ ઉપરાંત ડેટા પણ ઓછો વાપરે છે.

હવે આ દિશામાં આગળ વધીને ગુગલે ફોન પર વેબ પેજીજ રોજીંદી ઝડપ કરતા ચાર  ગણી ઝડપે ઓપન થાય તેવી સર્વિસ લોન્ચ કરી છે.ગુગલે તેનું નામ ગુગલ વેબ લાઈટ રાખ્યું છે.

ગુગલ આ સર્વિસ માટે ટ્રાન્સ કોડીંગ ની કરામત વાપરે છે.કોમ્પ્યુટર કે લેપટોપ ની સરખામણી માં ફોન માં પ્રોસેસર,રેમ વગેરે બધું જ ઘણું ઓછું પાવરફુલ હોવાનું એટલે મોટા ભાગ ની વેબ સાઈટ ફોન ને ધ્યાન માં રાખીને ઓપ્ટીમાઈઝ કરવામાં આવે છે.આનો અર્થ એ થાય કે જયારે વેબ સાઈટ ફોન પર ઓપન કરવામાં આવે ત્યારે આપોઆપ તેમાં જરૂરી ફેરફાર કરીને ઝડપથી ઓપન થાય.કોઈ પણ મીડિયા ફોરમેટ કે ઓબ્જેક્ટ ને એક ફોરમેટ માંથી બીજા ફોરમેટ માં ઝડપથી ફેરવવાની ક્રિયા એટલે ટ્રાન્સ કોડીંગ પ્રક્રિયા.ગુગલે આ જ પ્રક્રિયાને આગળ વધારી છે.

ગુગલ વેબ લાઈટ સર્વિસમાં જયારે કોઈ પગે સર્ચ કરીએ ત્યારે પરિણામ સ્વરૂપે હવે ઘણી બધી લીંક સાથે SLOW TO DOWNLOAD એવું લખેલું જોવા મળે છે.આપને વાઈ ફાઈ પર હોઈએ અને સિગ્નલ નબળા પડે ત્યારે પણ આવી સુચના જોવા મળે છે.આવા  સમયે પેજ ખુલતા વાર લાગે છે.ગુગલ સીધી એ વેબ સાઈટ ખોલવાને બદલે તેનું ટ્રાન્સ કોડીંગ કરે છે.અને ત્યાર બાદ તે પેજ ઓપન કરે છે.એટલે જ ઘણી વાર આપણને જે વેબ પેજ ખૂલેલ જોવા મળે તેની શરૂઆત માં http //googleweblight .com લખેલું જોવા મળે છે.આ સમયે આપણે ભલે ગમે તે વેબ સાઈટ જોતા હોઈએ પણ title અ આવું જ જોવા મળે છે.

હાલ આ સગવડ માત્ર એન્ડ્રોઈડ ફોન પુરતી જ છે.તેમાં પણ માત્ર ગુગલ ક્રોમ બ્રાઉઝર કે એન્ડ્રોઈડ સ્ટોક બ્રાઉઝર પુરતી જ આ સુવિધા મળી રહી છે.ગુગલ ના સર્ચ એન્જીન દ્વારા આપણે કોઈ વેબ પેજ પર જઈએ ત્યારે પણ આ સવલત પ્રાપ્ત થાય છે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
Share: