આધુનિક સમયની અર્વાચીન સાત અજાયબીઓ -ચિચેન ઇત્સા

આધુનિક સમયની સાત અજાયબીઓ 

મિત્રો આધુનિક સમયની સાત અજાયબીઓ વિશે માહિતી મેળવીએ તે પહેલા પ્રાચીન સમયની સાત અજાયબીઓ વિષે થોડી માહિતી મેળવી લઈએ.જે નીચે મુજબ છે.

  • ઈજીપ્તના પિરામીડ 
  • ઝીયસ નું પુતળું 
  • રહોડ્સ નું પુતળું 
  • એલાક્ઝાન્દ્રીયા ની દીવાદાંડી 
  • મોઝોલસ ની કબર 
  • આર્ટેમીસ નું પુતળું 
  • બેબીલોન ના બગીચા 
મિત્રો અહી આપણે આધુનિક સમય ની સાત અજાયબી વિષે માહિતી મેળવવાની છે જે નીચે મુજબ છે.દરેક અજાયબી વિષે અલગ અલગ પોસ્ટ માં માહિતી આપવામાં આવશે અહી આજે આપણે પ્રથમ અજાયબી ચિચેન ઇત્સા વિષે માહિતી મેળવીશું
ચિચેન ઇત્સા 


ચીચેન-ઇત્ઝા  એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છે
 જે આજના મેક્સિકોના ઉત્તરી મધ્ય યુકતાન દ્વીપકલ્પ માં આવેલ છે.
 આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે.
ચીચેન ઇત્ઝા ઉત્તરી માયા નીચાણ ક્ષેત્રનું મેસો અમેરિકન કાળગણના
 ના પૂર્વ સંસ્કારીૢ અંત્ય સંસ્કારી કાળ થી લઈ અંત્યસંસ્કારી કાળના પૂર્વ
 ભાગ સુધી એક મુખ્ય ક્ષેત્રીય કેંદ્રીય બિંદુ રહ્યું. આ સ્થળ વાસ્તુ કળાની 
વિપુલતા પ્રદર્શિત કરે છે, જે “મેક્સિકરણ” અને મધ્ય મેક્સિકોમાં જોવા 
મળતી વાસ્તુ શૈલીઓથી શરુ થઈ ને ઉત્તર મેક્સિકોના નીચાણ
 ક્ષેત્રની પ્યુક વાસ્તુ શૈલી સુધી વિસ્તરેલી છે. આ ક્ષેત્રમાં મધ્ય મેક્સિકન
 શૈલિની હાજરીને એક વખત સીધું સ્થળાંતર કે મધ્ય મેક્સિકો પરના 
વિજયનું પરિણામ માનવામાં આવતી હતી પણ મોટા ભાગના આધુનિક
 તારણો આ ક્ષેત્રમાં અ-માયા સંસ્કૃતિના અહીં ના અસ્તિત્વને સાંસ્કૃતિક
 ફેલાવાનું પરિણામ માને છે.
ચીચેન ઈત્ઝાના ખંડેર હવે સમવાયી માલિકીની છે. અને તેના સાર
 સંભાળની જવાબદારી મેક્સિકોના રાષ્ટ્રીય ઐતિહાસીક અને માનવવંશ
 શાસ્ત્ર સંસ્થાનની છે. જો કે આ સ્મારકોની નીચેની ભૂમિ નિજી રીતે 
બર્બાકાનો કુટુંબની છે.
અર્વાચીન યુગની અજાયબી તરીકે પસંદ કરાયેલો મય સંસ્કૃતિનો 
ચિચેન ઇત્સા નગરનો પીરામીડ આજે પણ મોજુદ છે.ઈ.સ.1200 પછી 
લુપ્ત બનેલા એ નગરના બીજા ઐતિહાસિક બાંધકામો ના તો ભાંગ્યા
 તૂટ્યા અવશેષો સિવાય બીજું કશું બચ્યું નથી. પણ એક કિલ્લો 24 
મીટર ઉંચો પીરામીડ અકબંધ છે.દરેક સાઈડે તેનો પાયો 60 મીટર
 લાંબો છે.આરોહણ માટે ચારેય બાજુએ 91 પગથીયા બનાવવામાં 
આવ્યા છે.પગથીયાની બંને તરફ ત્રાંસ લેતા પીરામીડને 9 ટેરેસમાં
 વહેંચી દેવામાં આવ્યો છે.પગાથીયાની કુલ સંખ્યા 364 છે જે વર્ષના 
દિવસો સૂચવે છે.જયારે 9 ટેરેસ મય સંસ્કૃતિ ના કેલેન્ડર મુજબ વર્ષના
 નવ મહિના સૂચવે છે.પિરામિડની ટોચ પર ધાર્મિક વિધિઓ માટેનું 
દેવાલય છે,જ્યાં છેલ્લા પૂજાપાઠ 1224 માં કરાયા હતા એ પછી આ 
નગરનો પતન કાલ શરુ થયો.
ઈજીપ્તના વિરાટ પિરામિડની સરખામણીએ ચિચેન ઇત્સા નો પીરામીડ
 બહુ શાનદાર નથી.છતાં પણ બહુ ચર્ચિત મય સંસ્કૃતિ ને લીધે તેને 
વિશ્વની આધુનિક અજાયબીમાં સ્થાન મળ્યું છે.

આવતા અંકમાં આધુનિક અજાયબી નંબર -2 તાજ મહાલ વિષે માહિતી આપવામાં આવશે

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

ચિચેન ઇત્સા અંગે નો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
Share: