આધુનિક સમયની અર્વાચીન સાત અજાયબીઓ -તાજ મહાલ


આધુનિક વિશ્વની અર્વાચીન અજાયબી 

મિત્રો ગયા અંક માં આપણે આધુનિક સમયની અર્વાચીન અજાયબી માં મેક્શિકો ના ચિચેન ઇત્સા વિશે માહિતી મેળવી.આ અંકમાં આધુનિક અજાયબીમાં ભારતના તાજ મહાલ વિશે માહિતી મેળવીશું.

તાજ મહાલ 
ઈતિહાસ 
  • એક સગા ભાઈને ફાંસી આપીને,બીજા ભાઈના બંને ડોળા ફોડાવીને તેમજ ત્રીજા ભાઈને પોતાના સૈનિકો દ્વારા દગાપૂર્વક મરાવીને ગાદી પર આવેલો ઘાતકી મોગલ બાદશાહ એટલે કે શાહજહાં એ આ ભવ્ય સ્થાપત્ય બનાવ્યું.
  • શાહજહાં સ્વભાવે કળા પ્રેમી ન હતો.તે દુશ્મન યુદ્ધ કેદીઓનો શિરચ્છેદ કરાવી તેમની ખોપરીના મિનારા બંધાવવાની તેને આદત હતી.
  • એક પ્રસંગે તેણે 8000 સૈનિકોના લોહી લુહાણ મસ્તકો ખડકીને કુલ 260 મિનારા બંધાવ્યા હતા.
  • આમ જોઈએ તો શાહજહાંને કળા સાથે કોઈ નિસ્બત નહોતી પણ જયારે પોતાની પ્રિય પત્ની મુમતાઝ નું અવસાન થયું ત્યારે શાહજહાંએ તેની યાદ માં એક આલીશાન મકબરો બંધાવવાનું નક્કી કર્યું
  • તેને આ ચણતર નું નામ તાજ મહાલ રાખવાનું નક્કી કર્યું


બાંધકામ 

  • શાહજહાંએ 37 અનુભવી કારીગરોના માર્ગદર્શન હેઠળ 20000 ચુનિંદા કારીગરો દ્વારા આ બાંધકામ શરુ કરાવ્યું
  • આગ્રાથી 322 કિલોમીટર દુર ના મકરાણા નો રાજસ્થાની આરસ પહાણ મેળવવા 1800 મજુરોએ ખાન કામ કર્યું 
  • સરેરાશ 2.25 ટન વજન ધરાવતા આરસ પહાણ આગ્રા લાવવા માટે 1000 હાથીઓ નો કાફલો રોકવામાં આવ્યો 
  • યમુના નદીના કાંઠે 6.7 મીટર ઊંચા 95*95 મીટરના આરસ દ્વારા બનેલા પ્લેટ ફોર્મ પર બાંધકામ શરુ થયા પછી 39.5 મીટર ઊંચા ચાર મિનારા વાળો અને 65.5 મીટર ઉંચો ગુંબજ વાળો તાજ મહાલ 22 વર્ષની સખત મહેનતના અંતે બન્યો 
  • ચણતરમાં વપરાયેલ આરસ પહાણનો કુલ જથ્થો -26,320 ઘન મીટર


મિત્રો આવતા અંકમાં આધુનિક સમયની અર્વાચીન અજાયબી માં નંબર-3 ચીન ની મહાન દીવાલ વિશે ચર્ચા કરશું  
ઉપરની માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

તાજ મહાલ અંગે નો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 
Share: