દક્ષીણ ધ્રુવ ખંડના ભારતીય સંશોધન મથકો કેવા છે અને ત્યાં સંશોધકો શું કરે છે?

કેવા છે દક્ષીણ ધ્રુવ ખંડના ભારતીય સંશોધન મથકો?

મિત્રો,દક્ષિણ ધ્રુવ ખંડ પર ભારતના દક્ષિણ ગંગોત્રી,મૈત્રી અને ભારતી નામના સશોધન મથકો આવેલા છે.અહી આપણે મૈત્રી મથક વિશે વિગતથી જાણવાનો પ્રયત્ન કરશું

દક્ષિણ ધ્રુવ ખંડ એટલે એન્ટાર્કટીકા ખંડ.જેનો નકશો નીચે આપવામાં આવ્યો છે.


1911 માં રોઆલ્ડ આમુન્ડસન નામના સાહસિકે પ્રથમ વાર દક્ષિણ ધ્રુવ ખંડ પર પગ મુક્યો ત્યારથી માંડીને અત્યાર સુધી વિશ્વના અનેક દેશોએ આ પ્રદેશ પર પોત પોતાના સંશોધન મથકો સ્થાપ્યા છે.

દક્ષિણ ધ્રુવ ખંડપર આજે તો સંશોધક ટીમોની કમી નથી.રશિયા,જાપાન,નોર્વે,સ્વીડન,અમેરિકા વગેરે અનેક દેશોએ ત્યાં કાયમી છાવણી સ્થાપી છે.ભારતે તેની પ્રથમ છાવણી દક્ષીણ ગંગોત્રી 1982 માં સ્થાપી અને ત્યાર બાદ 1988 માં મૈત્રી નામનું મથક સ્થાપ્યું અને ત્યાર બાદ 2012 માં ભારતી નામનું મથક સ્થાપ્યું

1981 માં ડો.એસ.કાસીમના નેજા હેઠળ 21  સંશોધકો અને વિજ્ઞાનીઓની ટુકડી દક્ષિણ ધ્રુવ ખંડ પર જવા રવાના થઇ.1982 ના રોજ ભારતીય ટુકડી દક્ષિણ ધ્રુવ ખંડ પર પહોંચી પૂર્વ કાંઠે તેમને દક્ષીણ ગંગોત્રી નામનું ભારતનું પ્રથમ સ્ટેશન સ્થાપ્યું 

  
દક્ષિણ ગંગોત્રી 

1987 માં આ દક્ષિણ ગંગોત્રી સંપૂર્ણ પણે કાર્યરત થયું.એ જ વર્ષે આ મથકે એન્ટાર્કટીકાના હવામાનને લગતા રીપોર્ટ પહેલીવાર ભારત મોકલ્યા


ડો.એસ.કાસિમ 

પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય કર્નલ જે.કે.બજાજ હતા.એન્ટાર્કટીકા પર કુલ 50 દિવસોમાં આશરે 1200 કિલોમીટર સ્કીઈન્ગ કરીને જાન્યુઆરી 1989 ના રોજ તેઓ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પહોંચ્યા



કર્નલ જે.કે.બજાજ

1982 થી 2000 દરમિયાન ભારતના વિજ્ઞાનીઓ અને સંશોધકોની કુલ 17 ટુકડીઓ દક્ષિણ ગંગોત્રી ની મુલાકાત લઇ ચુક્યા છે.ભારત નું જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દર વર્ષે 20 થી 25 સંશોધકોની એક ટુકડીને દક્ષિણ ધ્રુવ પર મોકલે છે.

ભારતનું દક્ષિણ ધ્રુવ ખંડ પરનું સંશોધન કેન્દ્ર-મૈત્રી 


1988 માં મૈત્રી ની સ્થાપના થયા પછી ભારત સરકારે દક્ષિણ ગંગોત્રી મથક હમેશ માટે બંધ કરી દીધું કેમ કે આ બંને મથકો એકબીજાની તદ્દન નજીક જ હતા.

મૈત્રી ટીમના સંશોધકો મુખ્યત્વે એન્ટાર્કટીકાના હવામાન,ચુંબકીય ધ્રુવો અને વાતાવરણમાં ઓઝોન ના પ્રમાણ ને માપે છે.દક્ષિણ ધ્રુવનું તાપમાન રોજે રોજ નોંધે છે.તેમજ ભારતના હવામાન ખાતાને સેટેલાઇટ વડે ઈ -મેઈલ દ્વારા માહિતી આપે છે.સેટ -કોમ ટર્મિનલ કેન્દ્ર મૈત્રીની નજીકમાં છે જે " ગિરનાર " તરીકે ઓળખાય છે.આ ટર્મિનલ ભારતના ઉપગ્રહો સાથે ડાયરેક્ટ સંપર્ક ધરાવે છે.

મૈત્રી નું બાંધકામ પ્રિયદર્શિની નામના પોણો ચોરસ કિલોમીટર ના સરોવર ના કાંઠે કરવામાં આવ્યું છે.આ સરોવરનું પાણી મૈત્રી ના સંશોધકો ઉપયોગ માં લે છે.

મૈત્રીનું મથક મુખ્યત્વે ચાર બ્લોક માં વિભાજીત કરાયેલ છે.આ પૈકી મુખ્ય બ્લોક રહેવા માટે,ખાવા તથા આરામ કરવા માટે થાય છે.બીજા અલગ અલગ બ્લોક માં વર્કશોપ ,યંત્રો,પાવર સપ્લાય રાખવામાં આવ્યા છે.આ બ્લોક માં કુલ ચાર જનરેટર રાખવામાં આવ્યા છે.દરેક જનરેટર 62.5 કિલો વોટ પાવર પેદા કરે છે જે મૈત્રી માટે નો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે.નિષ્ણાંતો એ આ જનરેટર નું નામ આદિત્ય રાખ્યું છે.1994 માં ભાસ્કર નામના વધુ પાવરફુલ જનરેટર મૈત્રી ને સોપવામાં આવ્યાઆ જનરેટર ડીઝલ દ્વારા ચાલે છે અને તેમનું સંચાલન રીમોટ કંટ્રોલ વડે દુર થી પણ કરી શકાય છે.

મૈત્રીના બ્લોક નંબર-3 માં રસોડું છે.આખા મથકમાં હુંફ ફેલાવતી સેન્ટ્રલ હિટીંગ સીસ્ટમ ની તેમજ પાણી ની મુખ્ય ટાંકીઓની પણ સગવડ પૂરી પાડવામાં આવી છે.

નાહવા ધોવા માટે મૈત્રીમાં ચોથા નંબર નો બ્લોક છે.બર્ફીલા પ્રદેશમાં ડ્રેઈનેજ સિસ્ટમના અભાવે આ બ્લોકમાં ખાસ પ્રકારની સ્ટોરેજ ટેંક પણ મુકવામાં આવી છે.જેમાં જમા થતો કચરો દર થોડા દિવસે ખાસ કેમિકલ પ્રક્રિયા વડે નિકાલ કરવામાં આવે છે.

મૈત્રી મથક નું સમગ્ર બાંધકામ એક્રેલિક ,લાકડું અને પ્લાસ્ટિક વડે બનાવવામાં આવ્યું છે.મથકની બધી દીવાલો ફોલ્ડીંગ છે.પુષ્કળ ઠંડી સામે ટીમના સંશોધકો ને રક્ષણ મળી રહે તે માટે DRDO દ્વારા ખાસ જાત ના પોષક તૈયાર કરવામાં આવે છે.બેસ્ટ પ્રકારનું રૂ જેમાં વપરાયું હોય તેવા જેકેટ,પવન સામે રક્ષણ આપે તેવી ટોપીઓ,વજન માં હલકા અને હુંફ આપે તેવા ટ્રાવુંઝર  તેમજ હાથના મોજા વગેરે સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

મૈત્રીની ટીમ માટે જમવાના બધા જ પ્રકારની સામગ્રી પણ DRDO દ્વારા જ તૈયાર કરવામાં આવે છે.એક સાથે 15 મહિના સુધી ચાલે તેટલો ખોરાક નો પુરવઠો મૈત્રી ના સંશોધકોને આપવામાં આવે છે.આ પુરવઠો સંશોધકોએ એન્ટાર્કટીકાનો પ્રવાસ શરુ કરે તે પહેલા હસ્તગત કરી લેવાનો હોય છે.આ પુરવઠામાં તરત રેડી તું ઈટ પ્રકારની ચપાતી તેમજ પરોઠા,ફ્રોઝન શાકભાજી,બ્રેડ,મધ,પુલાવ,ઉપમા,ખીર તેમજ હળવા વગેરે નો સમાવેશ થાય છે.આ પુરવઠા સાથે ચોખાની ગુણ તેમજ ચા,કોફી અને ખાંડ નો પણ જથ્થો હોય છે.

મૈત્રી ના સંશોધકો જયારે દક્ષિણ ધ્રુવ પર પહોંચે ત્યારે તેનો સમગ્ર જગત સાથે સંપર્ક તૂટી જાય છે.ઘરથી દુર વિષમ પરિસ્થિતિમાં 15 મહિના લગાતાર એકાંતવાસમાં વિતાવવા પડે છે.


ભારતી સંશોધક મથક 

ઉપર ની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

Share: