જીવન મરણ નો જંગ જીતવા માટે યુક્તિઓ અજમાવતા પ્રાણીઓ

જીવન મરણ નો જંગ જીતવા માટે પ્રાણીઓની યુક્તિઓ 

મિત્રો સજીવ સૃષ્ટિમાં જીવતા રહેવા માટે દરેક સજીવો જીવન મરણ નો ખેલ દર રોજ ખેલતા હોય છે.ડાર્વિન ના ઉત્ક્રાંતિ વાદ મુજબ દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલગ અલગ ઉપાયો મુજબ નવી નવી યુક્તિઓ યોજતા હોય છે.કોઈ શિકાર ને ફસાવવા માટે ,તો કોઈ શિકારીથી બચવા માટે આવા ઉપાયોનો સહારો લે છે.

અહી નીચે આવા જ થોડા પ્રાણીઓ ની જીવન  મરણ માટે ની થોડી યુક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે.જે યુક્તિ ને અપનાવવા માટે કાળ ક્રમે આવા પ્રાણીઓ માં અનુકુલન દ્વારા પોતાના શરીર માં ઘણો બદલાવ થયેલ જોવા મળે છે.



1-સ્લોથ 
  • પચ્છિમ માં ઇક્વેડોર થી પૂર્વમાં ઇન્ડોનેશિયા સુધીના બારમાસી વર્ષા જંગલો અત્યંત ગીચ છે.
  • હિંસક પ્રાણીઓ માટે ભોજન ગણાતા સજીવો ને વૃક્ષો ઉપરાંત વેલા અને છોડ વડે ઉભરાતી જમીન પર ભાગવા માટે ક્યારેક મોકળી જગ્યા પણ મળે નહિ.
  • આળસુ ના પીર સ્લોથે આ સમસ્યા નો તોડ જીવંત સ્ટેચ્યુ બનીને કાઢ્યો છે.
  • દોડા  દોડી અને હડીયાપટ્ટી કરવાનું તો ઠીક પણ નજીવા હલન ચલન ને પણ સ્લોથે નકામું ગણાવ્યું છે.
  • વાંદરા ની જેમ બે હાથે ડાળી ને પકડી ને ઉંધા માથે ટીંગાવાનું સ્લોથ માટે રોજ નું કામ બની ગયું છે.ઘોડીયાની ઝોળી ના પોઝમાં વૃક્ષની ડાળે ઉંધા માથે લટકી રહેલું અને લીલ બાઝેલી લાંબી રુવાંટી વાળું સ્લોથ કોઈ શિકારી ની નજર માં આવતું નથી અને સલામત જીવતું રહે છે.




2-ફ્લાઈંગ ફ્રોગ 

  • સ્લોથ જેમ એક જ જગ્યાએ લાંબો સમય રહે છે તેના કરતા તદ્દન વિપરીત રીત આવા પ્રકારના દેડકાએ અપનાવી છે.
  • આવા દેડકા પોતે એક જગ્યાએ કડી સ્થિર રહેતા નથી.
  • શિકારી સાપ વૃક્ષ પર ચડતો દેખાય કે તરત આ દેડકો પોતાના બતક જેવા પંજા ફેલાવી હવામાં પડતું મુકે છે.અને એવરેજ 45 મીટર દુર ના બીજા વૃક્ષ સુધી પહોંચી જાય છે.
  • અહી ખરેખર દેડકો ઉડતો નથી પણ ઊંચું ઝાડ હોય ત્યાંથી નીચેના ઝાડ પર ગ્લાયડીંગ કરે છે.
  • આમ એક વૃક્ષ પરથી દેડકો જડપથી બીજા વૃક્ષ પર પહોંચી જાય છે.
  • જમીન પર આટલી ઝડપે ભાગવાનું શક્ય નથી.
  • આપણે ત્યાં ભારતમાં મલબાર નો tree frog તરીકે ઓળખાતો દેડકો પણ આવી રીતે જ Gliding કરે છે.



3- ફ્લાઈંગ ડ્રેગન 

  • દક્ષીણ ભારત,આસામ,બ્રહ્મ દેશ તેમજ જાવા સુમાત્રા ના ટાપુઓ પર flying Dragon નામનો અને 25 સેન્ટીમીટર લાંબો કાચિંડો થાય છે.
  • આ કાચિંડો પણ ઝાડ પર દુશ્મન ને જોતા વેંત ઝાડ પરથી તરત પડતું મૂકી ચારેય પગ ને હવામાં ફેલાવી ગ્લાયડીંગ કરે છે.
  • ઉડતા દેડકા ના આંગળા ફોલ્ડીંગ ત્વચા વડે જોડાયેલા હોય છે,જયારે કાચિંડો તેની ડોક પર તેમજ પેટ નીચે સળી જેવી અડધો ડઝન પાંસળીઓ જડેલી ત્વચા ધરાવે છે.
  • ઉડતી વખતે એ ત્વચા પ્રસરેલી રહે છે.




4 - ઉડતો સાપ 

  • કાચીંડા અને દેડકા ની પલાયન થવાની રીત ખરેખર સાપ માટે નુકસાન કારક છે.
  • ઉડીને તરત નવા ઝાડ પર પહોંચી ગયેલા એ શિકારો ને પકડવા માટે સાપે પણ ઉડવાની ક્ષમતા કેળવી લીધી છે.
  • ઉત્ક્રાંતિ ને લીધે કાલ ક્રમે સાપ પણ ગ્લાયડીંગ કરતા શીખી ગયો છે.
  • સાપ પાંસળીઓ વિસ્તારીને પેટના ભાગને સપાટ બનાવે છે.
  • આ નીચલી સપાટીનું ક્ષેત્રફળ પણ આપોઆપ વધે છે.
  • ટેક ઓફ માટે સાપ પોતાના લાંબા શરીરને સીરીઝ બંધ S આકારોમાં તંગ કરીને છેવટે સામા વૃક્ષનું નિશાન તાકે છે.
  • અને હવા માં જ ગ્લાયડીંગ કરી એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર પહોંચી જાય છે.




5-ઉડતી ખિસકોલી 
  • દુશ્મન થી બચવા ઉડતી ખિસકોલી જોખમી વૃક્ષનો ત્યાગ કરી વધુમાં વધુ 75 મીટર દુરના ઝાડ સુધી પહોંચી જાય છે.
  • આ માટે ઉતરાણ તેણે અગાવ કરતા બારેક મીટર નીચા લેવલે કરવું પડે છે.
  • લેન્ડીંગ નો તબક્કો આવે ત્યારે ખિસકોલી પોતાના શરીરની ત્રાસ બદલે છે અને એન્ગલ પણ વધારે છે.
  • આમ કરવાથી હવા અવરોધાય છે અને સ્પીડ પણ ઘટે છે.
  • ઉભા થડ પર ખિસકોલી ચારેય પગ એક સામટા માંડીને ઉતરાણ કરી શકે છે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો


Share: